Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે

ઇલેક્ટ્રિક SUVમાં સેફટી માટે 2 ADAS , 6 એરબેગ્સ , 360 ડિગ્રી કેમેરા , ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક આપવામાં આવી છે

Kia Syros EV  માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે

ઇલેક્ટ્રિક SUV માટે બે બેટરી - 42kWh અને 51.4kWhના વિકલ્પ છે .

હાઇલાઇટ્સ
  • Kia એ ભારતમાં નવી Syros EV રજૂ કરી
  • Kia Syros EVમાં 12.3 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર , 12.3 ઇંચની ઈન
  • ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોની માંગ ઝડપથી વધી રહી
જાહેરાત

ભારતીય બજારમાં Kia એ પોતાની નવી Syros EV રજૂ કરી છે . આ ઇલેક્ટ્રિક SUV દેખાવામાં પેટ્રોલ - ડીઝલ ( ICE ) મોડલ જેવી જ લાગે છે , પરંતુ તેમાં ફ્રન્ટ ફેન્ડર પર ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે . કંપનીએ આ EV માટે બુકિંગ પણ શરૂ કરી દીધી છે . ગ્રાહકો રૂપિયા 25,000ની ટોકન રકમ આપીને તેને બુક કરાવી શકે છે .

બેટરી અને વેરિઅન્ટ વિકલ્પો :

Kia Syros EVને HTK, HTK+, HTX, HTX+ અને X-Line એમ કુલ પાંચ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે . તેમાં 42kWh અને 51.4KWh એમ બે બેટરી પેકનો વિકલ્પ મળે છે . કંપનીનો દાવો છે કે 51.4kWh બેટરી પેક સાથે આ SUV ARAI મુજબ 520 કિમીથી વધુની રેન્જ આપે છે , જયારે 42kWh બેટરી વેરિઅન્ટ એક ચાર્જમાં લગભગ 443 કિમી સુધી ચાલી શકે છે .

આ SUVને Glacier White Pearl, Frost Blue, Gravity Grey, Pewter Olive, Magma Red, Ivory Silver Matte, Ivory Silver Gloss અને  Aurora Black Pearl સહિત અનેક કલરોમાં ખરીદી શકાય છે .


પ્રીમિયમ ફીચર્સ :

Kia Syros EVમાં 12.3 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર , 12.3 ઇંચની ઈન્ફોટેઈનમેન્ટ સ્ક્રીન અને 5 ઈંચનું ક્લાઈમેટ કંટ્રોલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે . તેમાં Apple CarPlay, Android Auto , વાયરલેસ ચાર્જર અને 8 સ્પીકર Harman Kardon સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ મળે છે . આ ઉપરાંત પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ તેમજ સ્લાઈડિંગ , રિક્લાઈનિંગ અને વેન્ટિલેટેડ રિયર સીટ્સ પણ આપવામાં આવી છે .

સુરક્ષા પર વધારે ધ્યાન :

સેફટી માટે Kia Syros EVમાં Level 2 ADAS , 6 એરબેગ્સ , 360 ડિગ્રી કેમેરા , ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે . ઉપરાંત તેમાં પેનોરામિક સનરૂફ , 64 કલર એમ્બિયન્ટ લાઈટિંગ અને ડયુઅલ કેમેરા ડેશકેમ પણ આપવામાં આવ્યા છે .


ભારતમાં EVની માંગ :

ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોની માંગ ઝડપથી વધી રહી છે . જૂન મહિનામાં EVના વેચાણમાં આશરે 108 ટકાનો વધારો નોંધાયો હતો . કુલ પેસેન્જર વાહન બજારમાં EVનો હિસ્સો વધીને 7.7 ટકા થયો છે , જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 4.6 ટકા હતો .

Tata Motors એ જૂનમાં 12,187 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું , જે ગયા વર્ષની સરખામણીએ 126 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે . કંપનીના જણાવ્યા અનુસાર , જૂન દરમિયાન મળેલી દરેક ત્રણ નવી બુકિંગમાંથી એક બુકિંગ EV માટે હતી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  2. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  3. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  4. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  5. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  6. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  7. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  8. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  9. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
  10. Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »