આ ઈલેક્ટ્રિક ટેક્સી સેવા માટે બુકિંગ ગ્રીન એસએમ એપ અને કંપનીના ફોન નંબર દ્રારા કરી શકાય છે
આ સેવા શરૂઆતમાં દિલ્હી અને NCR માં ઉપલબ્ધ છે .
ગ્રીન એસએમએ ભારતમાં ઈલેક્ટ્રિક ટેક્સી સેવા શરૂ કરીને દેશના ઈલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે . કંપનીએ તેની ' ગ્રીન એસએમ લિમો ' સેવા હાલમાં દિલ્હી - એનસીઆર વિસ્તારમાં શરૂ કરી છે . આ સેવા માટે વિનફાસ્ટની લિમો ગ્રીન ઈલેક્ટ્રિક એમપીવીનો ઉપયોગ કરવામાં આવશે , જે ખાસ કરીને મુસાફર પરિવહન સેવા માટે વિકસાવવામાં આવી છે . VF MPV 7 માટે ભારતમાં રૂપિયા 21,000ની ટોકન રકમ સાથે બુકિંગ શરૂ કર્યું છે. . કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક એમપીવી 10 સેકન્ડથી ઓછા સમયમાં 0 થી 100 કિમિ પ્રતિ કલાકની ઝડપ લઈ શકે છે .
મીડિયા અહેવાલો મુજબ , અન્ય એપ આધારિત કેબ સેવા આપનારાથી અલગ , ગ્રીન એસએમ તેના ગ્રુપમાં માત્ર વિનફાસ્ટના ઈલેક્ટ્રિક વાહનોનો જ સમાવેશ કરશે . કંપનીએ સેવા માટે લિમો ગ્રીનને પસંદ કરી છે , જે વિનફાસ્ટ VF MPV 7 નું કોમર્શિયલ વર્ઝન છે . ભારત ગ્રીન એસએમ માટે પાંચમું આંતરરાષ્ટ્રીય બજાર બન્યું છે . આ પહેલા કંપની વિયેતનામ , લાઓસ , ફિલિપાઈન્સ અને ઇન્ડોનેશિયામાં પોતાની સેવાઓ આપી રહી છે . માંગમાં વધારો ભારતમાં પણ સેવા વિસ્તારવાની કંપનીની યોજના છે .
ગ્રાહકો ગ્રીન એસએમ એપ અથવા કંપનીના ફોન નંબર દ્રારા ટેક્સી બુક કરી શકશે . કંપનીએ જણાવ્યું છે કે તેની સેવા V- Green ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સહયોગથી કામ કરશે . લોન્ચિંગ ઓફરમાં 11 જૂન સુધી મુસાફરોને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે .
લિમો ગ્રીનમાં પુલ - સ્ટાઈલ ડોર હેન્ડલ , સ્લિમ એલઈડી ટેલાઈટ્સ અને આધુનિક ડિઝાઈન આપવામાં આવી છે . આ ઇલેક્ટ્રિક એમપીવીની લંબાઈ 4,740 મીમી , પહોળાઈ 1,872 મીમી અને ઊંચાઈ 1,734 મીમી છે . તેમાં લગભગ 1,240 લિટર જેટલી બૂટ સ્પેસ ઉપલબ્ધ છે .
વિનફાસ્ટે તાજેતરમાં VF MPV 7 માટે ભારતમાં રૂપિયા 21,000ની ટોકન રકમ સાથે બુકિંગ શરૂ કર્યું છે . આ મોડલ કંપનીનું ભારતીય બજારમાં ત્રીજું વાહન છે . તેમાં 60.1 kWh ક્ષમતાની બેટરી આપવામાં આવી છે , જે એક વખતના ચાર્જ પર અંદાજે 517 કિલોમીટરની રેન્જ આપે છે . ફીચર્સ તરીકે તેમાં એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ , 10.1 ઇંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન તેમજ USB- A અને USB- C ચાર્જિંગ પોર્ટસ આપવામાં આવ્યા છે .
સુરક્ષાની વાત કરીએ તો , VF MPV 7માં ઓલ - ડિસ્ક બ્રેક સિસ્ટમ , ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને સ્ટેબિલિટી સપોર્ટ જેવી સુવિધાઓ સામેલ છે . તેની ફ્રન્ટ - માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર 150 hp સુધીનો પાવર અને 280 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે . કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક એમપીવી 10 સેકન્ડથી ઓછા સમયમાં 0 થી 100 કિમિ પ્રતિ કલાકની ઝડપ લઈ શકે છે .
જાહેરાત
જાહેરાત