Citroen એ ભારતીય બજારમાં નવી Citroen E-C3X ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે .
Photo Credit: Citroen
સિટ્રોન ઈન્ડિયાએ ભારતીય બજારમાં પોતાની નવી ઇલેક્ટ્રિક કાર Citroen E-C3X લોન્ચ કરી છે . આ નવી EV હેચબેક અને SUV ના મિશ્રણ જેવી ડિઝાઈન સાથે આવે છે , જે ગ્રાહકોને સ્ટાઈલિશ લુક અને આધુનિક ફીચર્સનો અનુભવ કરાવશે . કંપનીએ કારમાં પ્રીમિયમ ડિઝાઈન , લાંબી ડ્રાઇવિંગ રેન્જ અને અનેક સ્માર્ટ ટેક્નોલોજી ફીચર્સ આપ્યા છે . Citroen E-C3Xની શરૂઆતની એક્સ - શોરૂમ કિંમત રૂપિયા 10.25 લાખ રાખવામાં આવી છે . આના માટે દેશભરમાં બુકિંગ શરૂ થઈ ચુકી છે .
Citroen E-C3Xની શરૂઆતની એક્સ - શોરૂમ કિંમત રૂપિયા 10.25 લાખ રાખવામાં આવી છે . જોકે , ગ્રાહકો તેને Battery -as -a -Service ( Baas ) વિકલ્પ હેઠળ માત્ર 6.89 લાખની શરૂઆતની કિંમતે પણ ખરીદી શકે છે . આ યોજના હેઠળ બેટરી માટે પ્રતિ કિલોમીટર રૂપિયા 2.26ની EMI ચૂકવવી પડશે . કંપનીના જણાવ્યા મુજબ , કારનો જાળવણીનો ખર્ચ માત્ર રૂપિયા 0.19 પ્રતિ કિલોમીટર છે . આના માટે દેશભરમાં બુકિંગ શરૂ થઈ ચુકી છે અને ગ્રાહકો તેને Citroen ડીલરશીપ અથવા કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી બુક કરી શકે છે .
ડિઝાઈનની વાત કરીએ તો નવી E-C3X માં LED હેડલેમ્પસ , LED ડે - ટાઈમ રનિંગ લાઇટ્સ ( DRLs ) , 15 ઇંચ ડાયમંડ - કટ એલોય વહીલ્સ , ફ્રન્ટ અને રિયર સ્કિડ પ્લેટ્સ તેમજ નવા X-બેજિંગ આપવામાં આવ્યા છે . આ ઉપરાંત , ઇલેક્ટ્રિક્લી એડજસ્ટેબલ અને ઓટો - ફોલ્ડિંગ ORVMs પણ ઉપલબ્ધ છે .
કેબિનમાં ડયુઅલ - ટોન લેધરેટ સીટ્સ , LED ઇન્ટિરિયર લાઇટિંગ અને ઇલેક્ટ્રિક બ્લુ થીમ આપવામાં આવી છે . કાર માં 7- ઇંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે , જે વાયરલેસ Apple CarPlay અને Android Auto સપોર્ટ કરે છે . સાથે વાયરલેસ સ્માર્ટફોન , ચાર્જર , ઇલેક્ટ્રોક્રોમિક IRVM અને Connected Car 2.0 પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે . જે 40 થી વધુ રિમોટ એક્સેસ ફીચર્સને સપોર્ટ કરે છે . JBL સાઉન્ડ સિસ્ટમ પણ આ કારનો મહત્વપૂર્ણ ભાગ છે .
પરફોર્મન્સ માટે Citroen E-C3X માં 29.2kWh LFP બેટરી પેક અને ફ્રન્ટ - માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે . આ સેટઅપ 56bhp પાવર અને 143Nm ટોર્ક જનરેટ કરે છે . કંપનીનો દાવો છે કે કાર એક વખત સંપૂર્ણ ચાર્જ થયા પછી 320 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે .
સલામતી માટે કારમાં છ એરબેગ્સ , EBD સાથે ABS , ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ્સ , સ્પીડ - સેન્સિંગ ઓટો ડોર લોક અને હાઈ - સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે . આ ઉપરાંત Lane Depature Warning , Front Vehicle Distance Alert અને પેડેસ્ટ્રિયન વોર્નિંગ જેવી એડવાન્સ્ડ સેફટી ફીચર્સ પણ ઉપલબ્ધ છે .
જાહેરાત
જાહેરાત