જિયો ( jio ) અને એરટેલ ( Airtel ) જેવી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં 4G અને 5G માટે અલગ અલગ પ્લાન ઓફર કરી શકે છે .
જિયો ( jio ) અને એરટેલ ( Airtel ) જેવી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં 4G અને 5G માટે અલગ અલગ પ્લાન ઓફર કરી શકે છે .
જિયો ( jio ) અને એરટેલ ( Airtel ) જેવી ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં 4G અને 5G માટે અલગ અલગ પ્લાન ઓફર કરી શકે છે . તેનું કારણ 5G નેટવર્ક સ્લાઇસિંગ છે . ટેલિકોમ કંપનીઓ લાંબા સમયથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માંગે છે . હવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( TRAI ) એ 5G નેટવર્ક સ્લાઇસિંગ માટે નિયમો બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે . TRAIનો ઉદ્દેશ્ય એ છે કે કંપનીઓ 5Gની ખાસ સેવાઓ આપવાની મંજૂરી મળે , પરંતુ તેની અસર સામાન્ય ગ્રાહકોની સેવા પર ન પડે .
5G નેટવર્ક સ્લાઇસિંગનો સરળ અર્થ છે કે એક જ નેટવર્ક સાથે જોડાયેલાને અલગ - અલગ વર્ચ્યુઅલ નેટવર્કમાં વહેંચવું આને નેટવર્કના અલગ - અલગ ' સ્લાઈસ ' કહી શકાય . દરેક સ્લાઈસને અલગ જરૂરિયાત પ્રમાણે તૈયાર કરી શકાય છે .
ઉદાહરણ તરીકે , વિડીયો સ્ટ્રીમિંગ , ઓનલાઈન ગેમિંગ , લોકેશન ટ્રેકિંગ અથવા અન્ય ખાસ સેવાઓ માટે અલગ નેટવર્ક સ્લાઈસ બનાવી શકાય છે . આ રીતે દરેક પ્રકારની સેવાને તેની જરૂરિયાત પ્રમાણે નેટવર્ક સ્લાઈસ બનાવી શકાય છે .
TRAIએ 5G નેટવર્ક સ્લાઇસિંગ વિશે એક સલાહ પત્ર જાહેર કર્યો છે . ટેલિકોમ કંપનીઓ ખાસ કરીને બિઝનેસ અને પ્રીમિયમ ગ્રાહકો માટે 5Gની નવી સેવાઓ શરૂ કરવા માંગે છે . જિયો અને એરટેલ જેવી કંપનીઓને પણ આ ટેક્નોલોજીથી ફાયદો થઈ શકે છે .
જોકે , TRAI એ આ વાતની પુષ્ટિ કરી છે કે પ્રીમિયમ ગ્રાહકોને ખાસ સેવા આપતી વખતે સામાન્ય ગ્રાહકોની સેવાની સાથે કોઈ પણ કમી ન રહેવી જોઈએ . કંપનીઓએ દરેક નેટવર્ક સેલમાં અલગ - અલગ સ્લાઈસ માટે કેટલી ક્ષમતા આપવામાં આવી છે તેની માહિતી TRAIને આપવી પડશે .
5G સ્લાઇસિંગ શરૂ થયા પછી પ્રીમિયમ ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે વધુ સારી નેટવર્ક સેવા મળી શકે છે . તેમાં વધુ સ્પીડ અને સારી કનેક્ટિવિટી જેવી સુવિધાઓ સામેલ હોઈ શકે છે . જોકે , આવી ખાસ સેવા માટે ગ્રાહકોએ સામાન્ય પ્લાન કરતા વધુ પૈસા ચૂકવવા પડી શકે છે .
આ કારણે કંપનીઓ ભવિષ્યમાં 4G અને 5G માટે અલગ અલગ પ્લાન પણ રજૂ કરી શકે છે . એટલે કે વધુ કિંમત ચુકવનારા ગ્રાહકોને વધુ સારી અથવા ખાસ નેટવર્ક સેવા મળી શકે છે .
જોકે , TRAIનું કહેવું છે કે પ્રીમિયમ ગ્રાહકોને આવી સુવિધા આપવાથી સામાન્ય ગ્રાહકોના નેટવર્ક અનુભવ પર ખરાબ અસર ન થવી જોઈએ . જો કોઈ કંપની તેમના વાયદા મુજબની સેવા અથવા સ્પીડ આપવામાં નિષ્ફ્ળ જાય ,તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે .
5G નેટવર્ક સ્લાઇસિંગથી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોની અલગ - અલગ જરૂરિયાત મુજબ નેટવર્ક સેવા આપી શકશે . તેનાથી પ્રીમિયમ ગ્રાહકોને વધુ સારી સેવા મળી શકે છે , પરંતુ TRAI એ પણ ખાતરી કરવા માંગે છે કે આ સુવિધાથી સામાન્ય ગ્રાહકોના હિતોને નુકસાન તો ન થાય .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹58,949
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Introduces Spaces for Designing Custom Experiences Inside Muse AI App
Nvidia Probes Whether CEO Jensen Huang Was Target of Foreign Spying
Xiaomi 18 Reportedly Spotted on 3C Certification Website With 100W Fast Charging Support