આ પ્લાન યુઝરને 350 ટીવી ચેનલોની ઍક્સેસ આપે છે .
વોડાફોન આઈડિયા તેના 5G નેટવર્કનું સતત વધારો કરી રહ્યું છે .
હાલના સમયમાં જિયો અને એરટેલ સહિતની ટેલિકોમ કંપનીઓએ તેમના પ્રીપેડ રિચાર્જ પ્લાનના દરોમાં વધારો કર્યો છે . ખાસ કરીને ડેટા અને ઈન્ટરનેટ સુવિધા ધરાવતા પ્લાન મોંઘા બનતાં ઘણા ગ્રાહકો હવે ઓછા ખર્ચે વધુ લાભ આપતા વિકલ્પોની શોધમાં છે . આવી સ્થિતિમાં વોડાફોન આઈડિયા ( Vi ) પોતાના ગ્રાહકો માટે એક એવો કિફાયતી પ્લાન ઓફર કરી રહી છે , જેમાં હાઈ - સ્પીડ ડેટાની સાથે અનેક OTT પ્લેટફોર્મ્સનો પણ લાભ મળે છે .
Vi હાલમાં પોતાના 5G નેટવર્કનું ઝડપથી વિસ્તાર વધારી રહી છે અને ગ્રાહકોને આકર્ષવા માટે જુદા જુદા સારા પ્લાન રજૂ કરી રહી છે , તેમાંથી રૂપિયા 202 નો પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે . જેઓ ઓછા ખર્ચે ડેટા અને મનોરંજન બંનેનો લાભ મેળવવા માંગતા હોય .
Vi ના રૂપિયા 202ના પ્લાનમાં ગ્રાહકોને કુલ 5GB હાઈ -સ્પીડ ડેટા મળે છે , જેની માન્યતા 30 દિવસની છે . આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માત્ર ડેટા જ નહીં પરંતુ 17 લોકપ્રિય OTT એપ્સની ઍક્સેસ પણ આપવામાં આવે છે . તેમાં JioHotstar, SonyLIV, MX Player, Lionsgate Play , Playflix, Fancode અને Manoramax જેવા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે . આ ઉપરાંત યુઝર્સને 350થી વધુ ટીવી ચેનલોનો પણ લાભ મળે છે , જેથી મનોરંજનનો સંપૂર્ણ અનુભવ મેળવી શકાય .
જોકે , આ પ્લાનમાં વૉઇસ કોલિંગ કે આઉટગોઈંગ SMS જેવી સુવિધાઓ આપવામાં આવતી નથી . એટલે કે , આ સંપૂર્ણપણે ડેટા અને OTT સેવાઓ પર આધારિત પ્લાન છે . જો કોઈ ગ્રાહકને માત્ર ઈન્ટરનેટ અને ડિજિટલ મનોરંજનની જરૂર હોય , તો તેના માટે આ પ્લાન એક સારો વિકલ્પ બની શકે છે .
વધતા રિચાર્જ ખર્ચ વચ્ચે Vi નો રૂપિયા 202નો પ્લાન ઓછા ખર્ચે ઈન્ટરનેટ અને OTT બંનેનો લાભ મેળવવા ઇચ્છતા ગ્રાહકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે . આ પ્લાન સંબંધિત વધુ માહિતી અને અન્ય ઓફર્સ વિશે જાણવા માટે ગ્રાહકો Viની સત્તાવાર વેબસાઈટ અથવા Vi એપની મુલાકાત લઈ શકે છે .
જાહેરાત
જાહેરાત