ગયા અઠવાડિયે , એરટેલ બધા પોસ્ટપેઈડ યુઝર્સ માટે તેના 5G નેટવર્ક સ્લાઈસિંગના આધારે પ્રાયોરિટી એક્સેસની જાહેરાત કરી
Photo Credit: Unsplash/James Yarema
5G નેટવર્ક સ્લાઈસિંગ જુદી - જુદી સેવાઓ અને યુઝર્સ માટે ઑપ્ટિમાઇઝ કરેલા વર્ચ્યુઅલ નેટવર્ક સ્તરો બનાવે છે .
આ અઠવાડિયે એરટેલે ભારતમાં " પ્રાયોરિટી પોસ્ટપેઈડ " સેવા શરૂ કરી છે . આ સેવા ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં પણ ઝડપી અને સ્થિર 5G ઈન્ટરનેટ આપવા માટે બનાવવામાં આવી છે . સામાન્ય રીતે કોન્સર્ટ , સ્ટેડિયમ , એરપોર્ટ અથવા ભારે ટ્રાફિકવાળા શહેર વિસ્તારોમાં ઘણા લોકો એકસાથે નેટવર્ક વાપરે ત્યારે સ્પીડ ધીમી પડી જાય છે . 5G નેટવર્ક સ્લાઇસિંગ એવી ટેક્નોલોજી છે જે આવા સમયે પણ કેટલાક યુઝર્સને વધુ સારી અને સતત કનેક્ટિવિટી આપી શકે છે . આ ટેક્નોલીજી સોફ્ટવેર - ડિફાઈન્ડ નેટવર્કિંગ ( SDN ) અને ક્લાઉડ આધારિત સિસ્ટમ પર કામ કરે છે
સરળ ભાષામાં કહીએ તો , એક જ 5G નેટવર્કને અલગ અલગ " વર્ચ્યુઅલ લેન " માં વહેંચવામાં આવે છે . દરેક લેન ખાસ કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે . જેમ કે એક લેન ગેમિંગ માટે ઓછી લેટન્સી આપશે , બીજી ઇન્ડસ્ટ્રીયલ મશીનો માટે વધુ વિશ્વસનીયતા આપશે અને બીજા યુઝર્સને એક સ્થિર ઇન્ટરનેટ સ્પીડ આપશે .
આ ટેક્નોલીજી સોફ્ટવેર - ડિફાઈન્ડ નેટવર્કિંગ ( SDN ) અને ક્લાઉડ આધારિત સિસ્ટમ પર કામ કરે છે . જુના નેટવર્કમાં બધું ફિક્સ્ડ હાર્ડવેર પર આધારિત હતું . જયારે 5Gમાં ઘણા નેટવર્ક ફંક્શન વર્ચ્યુઅલ રીતે ચલાવવામાં આવે છે .
આને હવે બીજી સરળ ભાષામાં સમજીએ તો સામાન્ય રસ્તામાં બધા વાહનો એક જ લેનમાં ચાલે છે . પરંતુ નેટવર્ક સ્લાઇસિંગમાં અલગ - અલગ વાહનો માટે અલગ લેન બનાવી શકાય છે . જેમ કે ઇમરજન્સી વાહનો માટે ખાસ લેન , જાહેર વાહનો માટે અલગ લેન અથવા પ્રીમિયમ ટ્રાફિક માટે ફાસ્ટ લેન . ખાસ વાત એ છે કે આ માટે અલગ મોબાઈલ ટાવર બનાવવાની જરૂર પડતી નથી . એક જ નેટવર્ક પર વર્ચ્યુઅલ રીતે અલગ ભાગ બનાવીને કામ કરવામાં આવે છે .
4G નેટવર્કનું મુખ્ય કામ સ્માર્ટફોનમાં ઝડપી ઇન્ટરનેટ આપવાનું હતું . પરંતુ 5G માત્ર મોબાઈલ ઇન્ટરનેટ માટે નથી બનાવાયું . 5G એક સાથે અનેક પ્રકારની સેવાઓને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમ કે ઓટોડ્રાઈવ વાહનો , ક્લાઉડ ગેમિંગ , સ્માર્ટ ફેક્ટરી , હેલ્થકેર સિસ્ટમ , loT ડિવાઈસ .
આ બધી સેવાઓની જરૂરિયાત અલગ હોય છે . કેટલીક જગ્યાએ ઓછી લેટન્સી જોઈએ , તો ક્યાંક સતત સ્થિર કનેક્શન જરૂરી હોય છે . નેટવર્ક સ્લાઇસિંગ દ્રારા ઓપરેટર દરેક સેવા માટે અલગ પ્રકારનું નેટવર્ક અનુભવ આપી શકે છે .
ખાસ કરીને કંપનીઓ અને ઉધોગો માટે આ ટેક્નોલોજી ખુબ ઉપયોગી બની શકે છે , કારણ કે તેઓ પોતાના કામ માટે વધુ વિશ્વસનીય નેટવર્ક મેળવી શકે છે .
આ ટેક્નોલોજી ખુબ ઉપયોગી હોવા છતાં હજુ શરૂઆતના પગલાંમાં છે . આની સૌથી મોટી મર્યાદા એ છે કે તે સંપૂર્ણ રીતે 5G સ્ટેન્ડઅલોન ( 5G SA ) નેટવર્ક પર જ સારી રીતે કામ કરે છે . ઘણા ટેલિકોમ ઓપરેટરો હજુ પણ 4G આધારિત સિસ્ટમમાંથી સંપૂર્ણ 5G તરફ બદલાઈ રહ્યા છે .
તે સિવાય લાખો યુઝર્સ માટે અલગ - અલગ વર્ચ્યુઅલ સ્લાઈસનું સંચાલન કરવું પણ મુશ્કેલ છે . તેના માટે નવી અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ અને રિયલ - ટાઈમ મોનિટરિંગની જરૂર પડે છે .
સુરક્ષા પણ એક મોટો મુદ્દો છે . કારણ કે બધા સ્લાઈસ એક જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે , તેથી એક સ્લાઈસમાં ખામી આવે તો બીજા પર તેની અસર ન પડે તેની ખાસ કાળજી લેવી પડે છે .
હાલમાં ટેલિકોમ કંપનીઓ એ પણ શોધી રહી છે કે ગ્રાહકોની પ્રાયોરિટીના આધારે કનેક્ટિવિટી કેવી રીતે આપી શકાય જેથી ચિંતાઓ ઉભી ન થાય .
જાહેરાત
જાહેરાત
Tom Clancy's Ghost Recon: Future Soldier Is Free to Claim on Ubisoft Store for a Week
Amazon Great Freedom Sale 2026: Best Deals on Refrigerators from Haier, LG, Samsung and More Brands
Samsung Galaxy S26 FE Design Revealed in Fresh Leak Ahead of Launch