પૃથ્વી પર પડતા પહેલા Swift Observatoryને નવી કશા આપશે NASA

નાસાએ Katalyst Space સાથે લગભગ 30 મિલિયન અમેરિકી ડોલરની ડીલ કરી છે

પૃથ્વી પર પડતા પહેલા Swift Observatoryને નવી કશા આપશે NASA

Photo Credit: NASA

નાસાનો આ મિશન અસાધારણ છે , આમાં પહેલી વાર ટેલિસ્કોપને પૃથ્વી પર પડતા રોકશે .

હાઇલાઇટ્સ
  • નાસાએ Swift Observatory ને વર્ષ 2004માં અવકાશમાં મોકલ્યું હતું
  • Swift Observatoryને પૃથ્વી પર પડતા બચાવવા નાસા ઐતિહાસિક સ્પેસ રેસ્ક્યૂ
  • આ ટેલિસ્કોપ પોતાની કક્ષામાંથી ધીમે ધીમે નીચે સરકી રહ્યો
જાહેરાત

નાસા ( NASA ) ટૂંક સમયમાં એક અનોખું અવકાશ મિશન હાથ ધરવા જઈ રહ્યું છે , જે અત્યાર સુધીના સૌથી અલગ પ્રકારના સ્પેસ રેસ્ક્યૂ નિશનોમાં સામેલ થશે . આ મિશનનો મુખ્ય હેતુ લગભગ 22 વર્ષ જૂના સ્પેસ ટેલિસ્કોપ " Swift Observatory " ને પૃથ્વી તરફ ધીમે ધીમે સરકી રહેલી તેની કક્ષમાંથી બચાવવાનો છે . જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ ટેલિસ્કોપ પૃથ્વીના વાયુમંડળ પ્રવેશ્યા બાદ બળી જશે અને તેનું વૈજ્ઞાનિક કાર્ય હમેશા માટે સમાપ્ત થશે .

નાસા એ Swift Observatory ને વર્ષ 2004માં અવકાશમાં મોકલ્યું હતું . આ ટેલિસ્કોપનું મુખ્ય કાર્ય બ્રહ્માંડમાં થતા શક્તિશાળી વિસ્ફોટો , ખાસ કરીને ગામા - રે બર્સ્ટ જેવી ઘટનાઓનું નિરીક્ષણ કરવાનું છે . તે એક્સ - રે  અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની  મદદથી મહત્વપૂર્ણ માહિતી અને ઇમેજ એકઠી કરીને વૈજ્ઞાનિકોને મોકલે છે . છેલ્લા બે દાયકાથી વધુ સમય દમિયાં Swift એ બ્રહ્માંડના અનેક રહસ્યો ઉકેલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને અનેક સંશોધનો માટે ઉપયોગી માહિતી પૂરી પાડી છે .

હવે આ ટેલિસ્કોપ પોતાની કક્ષામાંથી ધીમે ધીમે નીચે સરકી રહ્યો છે . પૃથ્વીની નીચલી કક્ષામાં રહેલા ઉપગ્રહો અને અવકાશયાનો પર વાયુમંડળના હળવા ખેંચાણની અસર સતત રહેતી હોવાથી સમય જતા તેમની ઊંચાઈ ઘટતી જાય છે . નાસાના જણાવ્યા અનુસાર તાજેતરમાં વધેલી સૂર્યની પ્રવુતિના કારણે Swift Observatory અપેક્ષા કરતાં વધુ ઝડપથી નીચે આવી રહ્યું છે . જો તેને સમયસર નવી કક્ષા ન અપાય તો તે અંતે વાયુમંડળમાં પ્રવેશીને સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે  .

આ પડકારોનો સામનો કરવા માટે નાસાએ ખાનગી સ્ટાર્ટઅપ કંપની " Katalyst Space Technologies ની મદદ લીધી છે . બંને વચ્ચે અંદાજે 30 મિલિયન અમેરિકન ડોલરનો કરાર થયો છે . કંપનીએ એક વર્ષથી પણ ઓછા સમયમાં " LINK " નામનું રોબોટિક રેસ્ક્યૂ સ્પેસક્રાફ્ટ તૈયાર કર્યું છે , જે Swift Observatory સુધી પહોંચીને તેને વધુ સુરક્ષિત કક્ષામાં ધકેલવાનો પ્રયાસ કરશે .

જો આ મિશન સફળ રહેશે તો અવકાશ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ જૂના સ્પેસ ટેલીસ્કોપને પૃથ્વી પર પડતા અટકાવીને તેનું આયુષ્ય વધારવામાં આવશે . આ મિશન ભવિષ્યમાં અન્ય જૂના ઉપગ્રહો અને વૈજ્ઞાનિક અવકાશયાનોને બચાવવા માટે પણ નવી દિશા સાબિત થઈ શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »