ગરમીથી મળશે રાહત ! ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર - કચ્છ સુધી મેઘમહેરની સંભાવના

ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન ગાજવીજ , તેજ પવન અને વરસાદી માહોલ રહેવાની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે .

ગરમીથી મળશે રાહત ! ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર - કચ્છ સુધી મેઘમહેરની સંભાવના
હાઇલાઇટ્સ
  • રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી - મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
  • અનેક જિલ્લાઓમાં તેજ પવન , વીજળી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા
  • કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર
જાહેરાત

ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે પરંતુ હવામાન વિભાગની નવી આગાહી મુજબ  આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી - મોન્સૂન એક્ટિવિટી તેજ  બનવાની શક્યતા છે . દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે  અને અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ગુજરાતના હવામાનમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે . આગામી સપ્તાહ દરમિયાન ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત તેમજ  સૌરાષ્ટ્ર - કચ્છના અનેક જિલ્લાઓમાં ગાજવીજ , તેજ પવન અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે . કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર  કરવામાં આવી છે .

દિવસ - 1 ( 29 મેથી 30 મે  સવારે 8:30 સુધી )

ગુજરાતના  સૌરાષ્ટ્ર - કચ્છ તેમજ દીવ , દમણ અને દાદરા - નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે .  વરસાદની કોઈ ખાસ આગાહી નથી  .

દિવસ - 2 ( 30 મે )

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી , પંચમહેલ , દાહોદ , મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે . દમણ , દાદરા - નગર  હવેલી તેમજ ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે .

ચેતવણી : 40 થી 50 કિમિ પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળી પડવાની શક્યતા .

દિવસ - 3 (31 મે )

 બનાસકાંઠા , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી  , ખેડા , આંણદ , પંચમહાલ , દાહોદ અને મહિસાગરમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ રહેશે . વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ડાંગ અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે .

ચેતવણી : અરવલ્લી , દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા . અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને 40- 50 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે .

Latest and Breaking News on NDTV

દિવસ - 4 ( 1 જૂન )

ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે . અમદાવાદ , ગાંધીનગર , ખેડા , પંચમહાલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ  સાથે વરસાદ થઈ શકે છે . દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છના સુરેન્દ્રનગર , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથ , બોટાદ અને કચ્છમાં પણ  વરસાદી માહોલ રહેવાની સંભાવના છે .

ચેતવણી : મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી , આંણદ , પંચમહાલ , દાહોદ અને મહિસાગરમાં ભારે વરસાદની શક્યતા .

દિવસ -5 ( 2 જૂન )

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી અને આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે . દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં  તેમજ સૌરાષ્ટ્ર - કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે .

ચેતવણી : બનાસકાંઠા , મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે .

દિવસ - 6 ( 3 જૂન )

ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની  શક્યતા છે . રાજકોટ , સુરેન્દ્રનગર , અમરેલી , ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહી શકે છે .

ચેતવણી : 40 થી 50 કિમિ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા .

દિવસ - 7 ( 4 જૂન )

 રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પ્રી - મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેવાની શક્યતા છે . ઉત્તર ગુજરાત , દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર - કચ્છના જિલ્લાઓમાં  ગાજવીજ  સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે .

ચેતવણી : અનેક જિલ્લાઓમાં તેજ પવન , વીજળી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં  આવી  છે .

વેધર આઉટલુક :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ દરમિયાન દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે . ઉત્તર - પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ અને પાકિસ્તાન ઉપર સર્જાયેલા ચક્રવાતીય  પરિભ્રમણની અસર ગુજરાતના  હવામાન પર પણ જોવા મળી શકે છે .  તેના પરિણામે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તાઓમાં વાદળછાયું વાતાવરણ , ગાજવીજ , તેજ પવન અને વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે , જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »