6 મિનિટથી વધુ સમય સુધી અંધકાર સર્જાશે 2027નું દુર્લભ સૂર્યગ્રહણ

NASA અનુસાર , 21મી સદીનું સૌથી લાબું પૂર્ણ સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ , 2027 ના રોજ થશે .

6 મિનિટથી વધુ સમય સુધી અંધકાર સર્જાશે 2027નું દુર્લભ સૂર્યગ્રહણ

Photo Credit: NASA/ B. Justen, O. Mayer, M. Justen, S. Habbal, and M. Druckmuller

હાઇલાઇટ્સ
  • 21મી સદીનું સૌથી લાબું સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ, 2027 ના રોજ
  • 2 ઓગસ્ટ , 2027 નું સૂર્યગ્રહણ દક્ષિણ સ્પેનથી શરૂ ઉત્તર આફ્રિકા અને મધ્ય પ
  • આ ગ્રહણ લાબું ચાલવાનું મુખ્ય કારણ ચંદ્રની સ્થિતિ
જાહેરાત

જો તમને ખગોળીય ઘટનાઓમાં રસ હોય , તો આવનારા થોડા વર્ષો તમારા માટે ખુબ જ રોમાંચક સાબિત થવાના છે . વર્ષ 2026 થી 2028 દરમિયાન દુનિયા સતત ત્રણ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે . જોકે , સૌથી વધુ ચર્ચામાં 2 ઓગસ્ટ , 2027 ના રોજ થનારું સૂર્યગ્રહણ રહેશે , નાસાના જણાવ્યા અનુસાર , આ 21મી સદીનું સૌથી લાબું પૂર્ણ સૂર્યગ્રહણ બનશે . આ દરમિયાન ચન્દ્ર લગભગ 6 મિનિટ અને 23 સેકન્ડ સુધી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે , જેના કારણે દિવસ  દરમિયાન થોડા સમય માટે અંધકારમય વાતાવરણ સર્જાશે . આ દુર્લભ ખગોળીય ઘટના દક્ષિણ સ્પેન, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના અનેક વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળશે .

આ પહેલા 12 ઓગસ્ટ , 2026ના રોજ પણ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે , પરંતુ વૈજ્ઞાનિકો અને ખગોળપ્રેમીઓનું ખાસ ધ્યાન 2027 ના ગ્રહણ પર કેન્દ્રિત છે . નાસાની ગણતરી મુજબ , આટલા લાંબા સમય સુધી ચાલનાર છેલ્લું પૂર્ણ સૂર્યગ્રહણ વર્ષ 1991 માં જોવા મળ્યું હતું , જયારે આવું દુર્લભ દ્રશ્ય હવે સીધું 2114માં જોવા  મળશે .

અમેરિકન સાયન્સ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે , 2 ઓગસ્ટ , 2027 નું સૂર્યગ્રહણ દક્ષિણ સ્પેનથી શરૂ ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વ સુધી જોવા મળશે . ટ્યુનિશિયા અને ઇજિપ્ત એવા દેશોમાં સામેલ છે જ્યાં આ ગ્રહણ સૌથી વધુ સ્પષ્ટ અને લાંબા સમય સુધી જોવા મળશે . 

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે , આ ગ્રહણ લાબું ચાલવાનું મુખ્ય કારણ ચંદ્રની સ્થિતિ છે . જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની  વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ સર્જાય છે . 2 ઓગસ્ટ , 2027 ના રોજ ચંદ્ર પૃથ્વીની ખુબ નજીક હશે , જેના કારણે તે આકાશમાં વધુ મોટો દેખાશે અને લાંબા સમય સુધી સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકશે .

આ ઉપરાંત , ગ્રહણનો મુખ્ય માર્ગ એવા વિસ્તારોમાંથી પસાર થશે જ્યાં સૂર્ય આકાશમાં વધુ ઉંચાઈએ હશે . આ કારણે પૂર્ણ ગ્રહણનો સમય થોડો વધુ લંબાશે . નાસાના જણાવ્યા મુજબ , આ દરમિયાન લોકો સૌર કોરોનાનું અત્યંત દુર્લભ અને સ્પષ્ટ દ્રશ્ય પણ જોઈ શકાશે , જે સામાન્ય દિવસોમાં નજરે પડતું નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Xiaomiએ Mijia Wireless Floor Cleaner 5C રજૂ કર્યો , 45 મિનિટની ક્લીનિંગ અને હોટ એર ડ્રાયિંગની સુવિધા
  2. આ અઠવાડિયે OTT પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સિરીઝ
  3. Samsung Galaxy F70 Proએ Snapdragon 6 Gen 3, 8GB RAM સાથે જોવા મળ્યો Geekbench પર
  4. ક્યારે અને ક્યાં ફીચર્સ સાથે લોન્ચ થશે Lava Virat V1 5G અને Virat V1? બધું અહીં જાણો
  5. હવેથી નહીં રદ કરી શકે કેબ ડ્રાઈવરો એરપોર્ટ અને હોસ્પિટલની રાઈડ : મહારાષ્ટ્રમાં નવા નિયમો
  6. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  7. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  8. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  9. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  10. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »