દાયકાની સૌથી મોટી ખગોળીય ઘટના : જાણો ક્યાં જોવા મળશે પૂર્ણ સૂર્યગ્રહણ

જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે સીધો આવે છે , ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય

દાયકાની સૌથી મોટી ખગોળીય ઘટના : જાણો ક્યાં જોવા મળશે પૂર્ણ સૂર્યગ્રહણ

Photo Credit: NDTV Profit

હાઇલાઇટ્સ
  • 12 ઓગસ્ટે જોવા મળશે દુર્લભ પૂર્ણ સૂર્યગ્રહણ
  • 12 ઓગસ્ટનું પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં
  • 1999 પછી યુરોપના મુખ્ય ભૂમિ વિસ્તારમાં દેખાતું આ પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ
જાહેરાત

વિશ્વભરના આકાશપ્રેમીઓ 12 ઓગસ્ટ , 2026ના  રોજ થનારી એક ખાસ ખગોળીય ઘટના માટે ઉત્સાહિત છે .આ દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે , જેને દાયકાની સૌથી મોટી અવકાશી ઘટનાઓમાંની એક માનવામાં આવે છે . 1999 પછી યુરોપના મુખ્ય ભૂમિ વિસ્તારમાં દેખાતું આ પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ હશે . આ ગ્રહણ ગ્રીનલેન્ડ , આઈસલેન્ડ , આર્કટિક અને ઉત્તરી સ્પેન જેવા વિસ્તારોમાં સ્પષ્ટ રીતે જોવા મળશે .

પૂર્ણ સૂર્યગ્રહણ શું છે ?

 પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે  થાય છે જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે . આ સમયગાળાને ' પૂર્ણતા ' કહેવામાં આવે છે . આ દરમિયાન દિવસમાં પણ અંધારું થઈ જાય છે અને સૂર્યનું બાહ્ય વાતાવરણ , જેને કોરોના કહેવામાં આવે છે , તે જોઈ શકાય છે .

શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે ?

ના . 12 ઓગસ્ટનું પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં . કારણકે ગ્રહણનો મુખ્ય તબક્કો ભારતમાં રાત્રિના સમયે થશે . તેથી ભારતીય લોકો આ ઘટનાને સીધી રીતે જોઈ શકશે નહીં .

જોકે યુરોપ , ઉત્તર - પશ્ચિમ આફ્રિકા અને ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે . આ દરમિયાન સૂર્યનો માત્ર થોડો ભાગ જ ચંદ્ર દ્રારા ઢંકાશે .

ગ્રહણનો આંશિક તબક્કો ભારતીય સમય મુજબ રાત્રે લગભગ 9:04 વાગ્યે શરૂ થશે , જયારે પૂર્ણ સૂર્યગ્રહણનો તબક્કો લગભગ 11:15 વાગ્યે જોવા મળશે . સંપૂર્ણતાના માર્ગમાં  આવેલા વિસ્તારોમાં સૂર્ય લગભગ બે મિનિટ સુધી સંપૂર્ણપણે ઢંકાયેલો રહેશે .

અહેવાલો અનુસાર , ભારતમાં દેખાતું આગામી સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ , 2027 ના રોજ થશે , જે આંશિક સૂર્યગ્રહણ હશે .

સૂર્યગ્રહણ જોતી વખતે સાવચેતી રાખો :

નાસા અનુસાર , ખાસ સોલર ફિલ્ટર અથવા ગ્રહણ ચશ્મા વિના ક્યારેક સીધા સૂર્ય તરફ જોવું નહીં . સામાન્ય સનગ્લાસ આંખોને પૂરતું રક્ષણ આપતા નથી .

તેમજ ગ્રહણ ચશ્મા પહેરીને પણ કેમેરા , દૂરબીન અથવા ટેલિસ્કોપ દ્રારા સીધા સૂર્યને જોવું જોખમી છે . આવું કરવાથી સૂર્યના કિરણો આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે . તેથી  સૂર્યગ્રહણ જોવા માટે હંમેશા પ્રમાણિત સુરક્ષા સાધનોનો જ ઉપયોગ કરવો જોઈએ .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  2. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  3. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  4. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  5. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  6. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  7. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  8. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  9. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  10. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »