હોમ નેટવર્ક અપગ્રેડ કરવા માટે TP - Link , D - Link અને Tenda ના ટોપ Wi - Fi રાઉટર્સ

સારું Wi - Fi રાઉટર કવરેજ સુધારી શકે છે , વધુ સ્થિર કનેક્શન આપે છે

હોમ નેટવર્ક અપગ્રેડ કરવા માટે  TP - Link , D - Link અને  Tenda ના ટોપ Wi - Fi રાઉટર્સ

Photo Credit: D-Link

TP - Link , D - Link અને Tenda ના પાંચ રાઉટર્સનો સમાવેશ થાય છે .

હાઇલાઇટ્સ
  • TP - Link , D - Link અને Tenda ના આ રાઉટર્સ
  • TP - Link N300 TL - WR845N બજેટ સેગમેન્ટમાં
  • સ્પીડ ઉપરાંત કવરેજ , નેટવર્ક સ્ટેબિલિટી અને સુરક્ષા ફીચર્સ પણ મહત્વપૂર્ણ
જાહેરાત

સારો Wi - Fi રાઉટર પસંદ કરતી વખતે માત્ર ઇન્ટરનેટ સ્પીડ જ મહત્વપૂર્ણ નથી . કવરેજ , નેટવર્ક સ્ટેબિલિટી , સુરક્ષા ફીચર્સ અને એકસાથે અનેક ડિવાઈસ હેન્ડલ કરવાની ક્ષમતા પણ  રોજિંદા ઉપયોગ પર સીધી અસર કરે છે . આજકાલ ઘણા રાઉટર્સમાં બીમફોર્મિંગ , MU - MIMO , પેરેંટલ કંટ્રોલ્સ , ગેસ્ટ નેટવર્ક અને મોબાઈલ એપ  આધારિત મેનેજમેન્ટ જેવી અદ્યતન સુવિધાઓ આપવામાં આવે છે . જો તમે તમારા હોમ નેટવર્ક અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યા છો તો  TP - Link , D - Link અને  Tenda ના આ રાઉટર્સ જુદી જુદી કિંમતે સારા વિકલ્પ બની શકે છે .


TP - Link N300 TL - WR845N 

TP - Link N300 TL - WR845N  બજેટ સેગમેન્ટમાં આવતો એક લોકપ્રિય Wi - Fi રાઉટર છે . તે વેબ બ્રાઉઝિંગ , ઓનલાઇન ક્લાસ , વિડીયો કોલિંગ  અને HD સ્ટ્રીમિંગ જેવા રોજિંદા ઉપયોગ માટે યોગ્ય છે . તેની ત્રણ બાહ્ય એન્ટેના નાના અને મધ્યમ ઘરોમાં વધુ સારો સિગ્નલ કવરેજ આપે છે .

સ્પેસિફિકેશન્સ :

  • Wi - Fi  સ્ટાન્ડર્ડ : Wi - Fi  4 ( 802.11n )
  • વાયરલેસ સ્પીડ :300Mbps સુધી 
  • ફ્રિક્વન્સી બેન્ડ :સિંગલ બેન્ડ 2.4GHz 
  • એન્ટેના :ત્રણ 5dBi હાઈ - ગેઈન એન્ટેના 
  • પોર્ટ્સ : 1 WAN  + 4 LAN પોર્ટ્સ 
  • સુરક્ષા : WEP , WPA, WPA2, WPA- PSK, WPA2-PSK
  • સુવિધાઓ : IPv6 સપોર્ટ , પેરેન્ટલ કંટ્રોલ્સ , ગેસ્ટ નેટવર્ક , WPS 
  • કવરેજ : બે બેડરૂમ સુધીના ઘરો માટે યોગ્ય 
  • એપ સપોર્ટ : TP - Link Tether એપ 

TP - Link N300 TL - WR845N ભારતમાં કિંમત 
TP - Link N300 TL - WR845N  ભારતમાં રૂપિયા 1,259 માં ઉપલબ્ધ છે .

TP - Link Archer AC1200 C6

TP - Link Archer C6 એક ડયુઅલ બેન્ડ Wi - Fi  રાઉટર છે , જે અનેક કનેક્ટેડ ડિવાઈસ ધરાવતા ઘરો માટે બનાવવામાં આવ્યું છે . તે 2.4GHz અને 5GHz બેન્ડને  અલગ રીતે સપોર્ટ કરે છે . જેથી સ્ટ્રીમિંગ , ગેમિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ  દરમિયાન વધુ સારી કામગીરી મળે છે .

સ્પેસિફિકેશન્સ :

  • Wi - Fi  સ્ટાન્ડર્ડ : Wi - Fi  5 ( 802.11ac )
  • વાયરલેસ સ્પીડ : 1200Mbps સુધી 
  • ફ્રિક્વન્સી બેન્ડ : 2.4GHz  અને 5GHz
  • સ્પીડ સ્પ્લિટ : 2.4GHz પર 400Mbps , 5GHz પર 867Mbps 
  • એન્ટેના : ચાર બાહ્ય એન્ટેના 
  • પોર્ટ્સ :પાંચ ગીગાબીટ ઈથરનેટ પોર્ટ્સ 
  • સુરક્ષા : WEP , WPA, WPA2, WPA- PSK, WPA2-PSK
  • સુવિધાઓ :MU - MIMO , બીમફોર્મિંગ , ઍક્સેસ પોઇન્ટ મોડ 
  • એપ સપોર્ટ : TP - Link Tether એપ 

TP - Link Archer AC1200 C6 ભારતમાં કિંમત 
TP - Link Archer AC1200 C6 ની કિંમત ભારતમાં રૂપિયા 2,799 છે .

D - Link DIR - 615

D - Link DIR - 615 એ બેઝિક ઈન્ટરનેટ ઉપયોગ માટેનું એન્ટ્રી લેવલ રાઉટર છે . તે 300Mbps સુધીની સ્પીડ સાથે સિંગલ બેન્ડ વાયરલેસ કનેક્ટિવિટી આપે છે અને રાઉટર , ઍક્સેસ પોઇન્ટ , રિપીટર ક્લાયંટ  મોડ્સને સપોર્ટ કરે છે . 

સ્પેસિફિકેશન્સ :

  • Wi - Fi  સ્ટાન્ડર્ડ : Wi - Fi  4 ( 802.11b /g /n )
  • વાયરલેસ સ્પીડ : 300Mbps સુધી 
  • ફ્રિક્વન્સી બેન્ડ : સિંગલ બેન્ડ 2.4GHz 
  • એન્ટેના : હાઈ - ગેઈન ઓમ્ની ડાયરેકશલન એન્ટેના 
  • પોર્ટ્સ :1 WAN + 4 LAN પોટ્સ 
  • મોડ્સ  :રાઉટર , ઍક્સેસ પોઇન્ટ , રિપીટર 
  • સુવિધાઓ : IPv6 , ગેસ્ટ નેટવર્ક , VLAN , TR - 069 બેન્ડવિડ્થ 
  • એપ સપોર્ટ : D - Link Assistant એપ 
  • સુરક્ષા : WPA2 - PSK , WPS 


D - Link DIR - 615 ભારતમાં કિંમત 

D - Link DIR - 615 ભારતમાં રૂપિયા 1,099માં ઉપલબ્ધ છે .

D - Link DIR - 825 

D - Link DIR - 825  એક ડ્યુઅલ બેન્ડ Wi - Fi  રાઉટર છે , જે વધુ કનેક્ટેડ ડિવાઈસ ધરાવતા ઘરો માટે બનાવવામાં આવ્યું છે . AC 1200 વાયરલેસ સ્પીડ અને ગીગાબીટ ઈથરનેટ  પોર્ટ્સ તેને ઝડપી નેટવર્કિંગ માટે સક્ષમ બનાવે છે .

સ્પેસિફિકેશન્સ :

  • Wi - Fi  સ્ટાન્ડર્ડ : Wi - Fi 5 ( 802.11ac )
  • વાયરલેસ સ્પીડ : 1,200Mbps સુધી 
  • ફ્રિક્વન્સી બેન્ડ :2.4GHz  અને 5GHz
  • સ્પીડ સ્પ્લિટ : 2.4GHz પર 300Mbps , 5GHz પર 867Mbps 
  • એન્ટેના : ચાર હાઈ - ગેઈન એન્ટેના 
  • પોર્ટ્સ : એક ગીગાબીટ WAN અને ચાર ગીગાબીટ LAN પોર્ટ્સ 
  • સુરક્ષા :WEP , WPS 
  • સુવિધાઓ : MU - MIMO , રાઉટર મોડ , ઍક્સેસ પોઇન્ટ મોડ , રિપીટર મોડ 
  • એપ સપોર્ટ : D - Link Assistant એપ 

D - Link DIR - 825  ની ભારતમાં કિંમત 
D - Link DIR - 825  ની ભારતમાં કિંમત રૂપિયા 2,199 છે .

Tenda AC10 AC1200

Tenda AC10 AC1200 એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યું છે જેમને વિશાળ કવરેજ અને વધુ સારી નેટવર્ક કામગીરીની જરૂર હોય .

સ્પેસિફિકેશન્સ :

  • Wi - Fi  સ્ટાન્ડર્ડ : Wi - Fi 5 ( 802.11ac )
  • વાયરલેસ સ્પીડ : 1,200Mbps સુધી 
  • ફ્રિક્વન્સી બેન્ડ :2.4GHz  અને 5GHz
  • સ્પીડ સ્પ્લિટ : 2.4GHz પર 300Mbps , 5GHz પર 867Mbps 
  • પ્રોસેસર : 1GHz CPU 
  • એન્ટેના :ચાર બાહ્ય એન્ટેના 
  • પોર્ટ્સ : એક ગીગાબીટ WAN અને ત્રણ ગીગાબીટ LAN પોર્ટસ 
  • સુરક્ષા :WPS 
  • સુવિધાઓ :MU- MIMO , Beamforming +, VPN સર્વર 
  • કવરેજ :આખા ઘરના કવરેજ માટે ડિઝાઈન 
  • એપ સપોર્ટ : મોબાઈલ એપ મેનેજમેન્ટ 

Tenda AC10 AC1200  ભારતમાં કિંમત 
Tenda AC10 AC1200  રાઉટર ભારતમાં રૂપિયા 2,349 માં ઉપલબ્ધ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  2. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
  3. Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999
  4. Googleનું Android 17 આવ્યું : Bubbles, Foldable Gaming અને Privacy Features સાથે
  5. ફોન ખરીદવાનો પ્લાન છે ? Vivo અને Lava એ વધારી સ્માર્ટફોનની કિંમતો
  6. Gmailની આ ટ્રિકથી ઈમેઈલ પહોંચશે યોગ્ય સમયે , જાણો Schedule Send ફિચરનો સરળ ઉપયોગ
  7. મધરાત્રિની એલર્ટ બાદ CBS પર બ્રેક ? NDMA એ ચેતવણી સેવા રોકી
  8. WhatsApp એકાઉન્ટ હેક થવાથી બચવા જાણો મહત્વપૂર્ણ સુરક્ષા ટિપ્સ
  9. IPL ની લોકપ્રિયતા શિખરે : ફાઇનલ મેચ બની ઇતિહાસની સૌથી વધુ જોવાયેલી મેચ
  10. ઓનલાઈન સુરક્ષા પર ભાર : બ્રિટન અને મલેશિયાએ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર લગામ કસી
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »