ફિલ્મો અને OTT કન્ટેન્ટની વધતી પાયરેસી સામે કેન્દ્ર સરકારે ટેલિગ્રામને નોટિસ પાઠવી છે .
પાયરેટેડ કન્ટેન્ટ સામાન્ય રીતે લિંક્સ અને ફાઈલ્સના માધ્યમથી ફેલાવવામાં આવે છે .
તાજેતરના વર્ષોમાં ફિલ્મો અને OTT કન્ટેન્ટની પાયરેસી ઝડપથી વધી રહી છે . સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સનો પણ પાયરેટેડ કન્ટેન્ટ ફેલાવવા માટે ઉપયોગ થતો હોવાની ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે હવે ટેલિગ્રામ સામે કડક રૂખ અપનાવ્યો છે . સરકારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સના કન્ટેન્ટની ગેરકાયદે શેરિંગ રોકવા માટે ટેલિગ્રામને નોટિસ મોકલી છે .
મીડિયા રિપોર્ટ્સ અનુસાર , માહિતી અને પ્રસારણ મંત્રાલયે ( I & B ) ટેલિગ્રામને પાયરેટેડ ફિલ્મો , વેબ સિરીઝ અને અન્ય કૉપિરાઈટેડ કન્ટેન્ટના અનધિકૃત પ્રસારને તાત્કાલિક રોકવા માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે . સાથે જ 15 દિવસની અંદર ' એક્શન ' ટેકન રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે . આ રિપોર્ટમાં પાયરેસી સામે લેવાયેલા પગલાં અને ભવિષ્યની કાર્યવાહી અંગેની વિગતો આપવી પડશે .
સરકારનું કહેવું છે કે ટેલિગ્રામ પર અનેક ચેનલ્સ અને ગ્રુપ્સ મારફતે નવી ફિલ્મો , વેબ સિરીઝ અને કૉપિરાઈટ ધરાવતું કન્ટેન્ટ ગેરકાયદેસર રીતે શેર કરવામાં આવી રહ્યું છે . આ મુદ્દે અનેક મોટી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ અને નિર્દેશકોએ પણ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે . પાયરેટેડ કન્ટેન્ટ સામાન્ય રીતે લિંક્સ અને ફાઈલ્સના માધ્યમથી ફેલાવવામાં આવે છે .
આ પહેલાં પણ કેન્દ્ર સરકારે યુઝરનેમ આધારિત કમ્યુનિકેશન ફીચરને લઈને ટેલિગ્રામ અને સિગ્નલને નોટિસ પાઠવી હતી . ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌધોગિકી મંત્રાલયે બંને પ્લેટફોર્મ્સને પૂછ્યું હતું કે તેઓ નકલી ઓળખ , ઓનલાઈન છેતરપિંડી અને ફ્રોડને રોકવા માટે ક્યાં સુરક્ષા પગલાં અમલમાં મૂકી રહ્યા છે . ખાસ કરીને ટેલિગ્રામને પૂછવામાં આવ્યું હતું કે તેના યુઝરનેમ ફીચરને ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવવી જોઈએ .
ગયા મહિને NEET ની પુનઃ પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર લીક થવાની આશંકાને ધ્યાનમાં રાખીને સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ પણ લગાવ્યો હતો . પહેલા થયેલી તપાસમાં NEET નું પ્રશ્નપત્ર ટેલિગ્રામ મારફતે લીક થવાનું સામે આવ્યું હતું , જેના કારણે પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી .
આ સિવાય સરકારે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને પણ યુઝરનેમ ફીચર અંગે નોટિસ મોકલી હતી . સરકારનું માનવું છે કે આવા ફીચર્સનો દુરુપયોગ કરીને ઓનલાઈન ફ્રોડ , ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડી અને નકલી ઓળખના કેસોમાં વધારો થઈ શકે છે .
જાહેરાત
જાહેરાત