WhatsApp ટૂંક સમયમાં એક યુઝરનેમ ફીચર લોન્ચ કરશે જે નંબર શેર કર્યા વગર ચેટ કરવાની સુવિધા આપશે .
Photo Credit: WhatsApp
WhatsApp ટૂંક સમયમાં મોબાઈલ નંબરને બદલે યુઝરનેમનો ઉપયોગ કરીને ચેટ કરવાનો વિકલ્પ આપશે .
WhatsApp ટૂંક સમયમાં એક નવી સુવિધા લાવવા જઈ રહ્યું કે , જેના દ્રારા યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ અન્ય લોકો સાથે ચેટ કરી શકશે . કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે હવે પ્લેટફોર્મ પર " યુઝરનેમ સિસ્ટમ " શરૂ કરવામાં આવશે . આથી લોકો ફોન નંબરના બદલે યુઝરનેમ દ્રારા એકબીજા સાથે જોડાઈ શકશે . કંપનીના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયાથી યુઝરનેમ રિઝર્વ કરવાની પ્રક્રિયા શરૂ થશે , જયારે આ સુવિધા વર્ષના અંત સુધીમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે .
WhatsAppનું કહેવું છે કે આ ફીચર યુઝર્સની પ્રાઇવસી વધુ સુરક્ષિત બનાવવા માટે લાવવામાં આવી રહ્યું છે . પ્લેટફોર્મ પર કોઈ જાહેર યુઝરનેમ ડિરેક્ટરી નહીં હોય . એટલે કે , જો કોઈ વ્યક્તિને તમારું ચોક્કસ યુઝરનેમ ખબર હશે તો તે જ પહેલી વખત તમારો સંપર્ક કરી શકશે .
જો તમે WhatsApp પર યુઝરનેમ સેટ કરશો , તો કોઈ નવી વ્યક્તિ જયારે તમને વખત મેસેજ કરશે ત્યારે તેને તમારો મોબાઈલ નંબર જોવા મળશે નહીં . આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી રહેશે , જેઓ પોતાનો વ્યક્તિગત નંબર શેર કરવા માંગતા નથી .
કંપની એક વધારાની સુરક્ષા " યુઝરનેમ કી " પર પણ કામ કરી રહી છે . જો આ વિકલ્પ ચાલુ હશે , તો માત્ર યુઝરનેમ જાણવાથી કોઈ તમને મેસેજ મોકલી શકશે નહીં . તેના માટે ' યુઝરનેમ કી ' પણ જરૂરી રહેશે , જે પ્રાઇવસીમાં વધુ સુરક્ષા ઉમેરશે .
WhatsApp એ જણાવ્યું છે કે ક્રિએટર્સ , નાના બિઝનેસ અને સંસ્થાઓ તેમના હાલના Instagram અથવા Facebook યુઝરનેમ WhatsApp પર પણ રિઝર્વ કરી શકશે . જોકે આ સુવિધા તમામ યુઝર્સ માટે કેવી રીતે ઉપલબ્ધ થશે તે અંગે કંપનીએ હજુ વધુ માહિતી આપી નથી .
જો તમે પસંદ કરેલું યુઝરનેમ પહેલેથી જ કોઈ બીજા દ્રારા લેવામાં આવ્યું હશે , તો WhatsApp તમને સમાન વિકલ્પો સૂચવતું " યુઝરનેમ જનરેટર " પણ આપશે , જેથી તમે સરળતાથી નવું યુઝરનેમ પસંદ કરી શકો .
આ ફીચર હાલમાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી . જયારે તે તમારા એકાઉન્ટમાં આવશે , ત્યારે નીચેના સ્ટેપ્સ દ્રારા યુઝરનેમ સેટ કરી શકશો .
જાહેરાત
જાહેરાત