સાયબર ફ્રોડથી બચાવશે WhatsApp , અજાણ્યા નંબર વિશે પહેલા આપશે માહિતી

WhatsApp એક નવી એપ પર કામ કરી રહી છે જે ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ આપશે

સાયબર ફ્રોડથી બચાવશે WhatsApp  , અજાણ્યા નંબર વિશે પહેલા આપશે માહિતી

Photo Credit: Reuters

WhatsAppના નવા ફીચરમાં અજાણ્યા નંબરો માટે ચેતવણી આપે છે

હાઇલાઇટ્સ
  • છેતરપિંડી અને સાયબર ઠગાઈથી વધુ સુરક્ષિત રાખવા માટે નવી સિક્યોરિટી સુવિધા
  • આ ફીચર Android અને iPhone બંને યુઝર્સ માટે ધીમે - ઘીમે રોલઆઉટ
  • WhatsAppનું આ નવું ફીચર જોખમને ઘટાડવામાં મદદરૂપ બની શકે
જાહેરાત

WhatsApp  પોતાના યુઝર્સને ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ઠગાઈથી વધુ સુરક્ષિત રાખવા માટે નવી સિક્યોરિટી સુવિધા પર કામ કરી રહ્યું છે . આ નવા ફીચર હેઠળ , જયારે કોઈ યુઝર પહેલીવાર અજાણ્યા નંબર સાથે ચેટ શરૂ કરશે , ત્યારે WhatsApp  ચેતવણી ( Warning Screen ) બતાવશે . આ સ્ક્રીન યુઝર્સને નંબર વિશે જરૂરી માહિતી આપશે , જેથી તેઓ ચેટ શરૂ કરતા પહેલા યોગ્ય નિર્ણય લઈ શકે .

WABetaInfo ના અહેવાલ અનુસાર , આ ફીચર Android અને iPhone બંને યુઝર્સ માટે ધીમે - ઘીમે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે . જયારે કોઈ એવા નંબર પરથી મેસેજ આવશે જેની સાથે પહેલા ક્યારેય વાતચીત થઈ નથી , ત્યારે WhatsApp  એક ખાસ સ્ક્રીન બતાવશે . તેમાં નંબર સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વિગતો હશે , જેનાથી યુઝર્સ જાણી શકશે કે સામેની વ્યક્તિ વિશ્વસનીય છે કે નહીં .

રિપોર્ટ મુજબ , આ ચેતવણી સ્ક્રીનમાં નંબર ક્યા દેશમાં નોંધાયો છે , તે નંબર પહેલાથી જ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ છે કે નહીં અને બંને યુઝર્સ કોઈ કોમન WhatsApp  ગ્રુપમાં સામેલ છે કે નહીં જેવી માહિતી જોવા મળશે . આ માહિતીના આધારે યુઝર્સ ચેટ ચાલુ રાખવી કે બંધ કરવી તે નક્કી કરી શકશે . ખાસ વાત એ છે કે જો કોઈ યુઝર ચેટ બંધ કરવાનો નિર્ણય લેશે તો તેની જાણ સામેની વ્યક્તિને કરવામાં આવશે નહીં .

તાજેતરના સમયમાં સાયબર ઠગો જાણીતા વ્યક્તિનું નામ લઈને અથવા નવો નંબર હોવાનું કહીને લોકોને મેસેજ મોકલી છેતરપિંડી કરે છે . ઘણા લોકો નંબરની ચોકસાઈ કર્યા વગર વાતચીત શરૂ કરી દેતા હોવાથી તેઓ છેતરપિંડીનો ભોગ બને  છે . WhatsAppનું આ નવું ફીચર આવા જોખમને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે , કારણ કે તે યુઝર્સને પહેલેથી જ જરૂરી માહિતી આપીને વધુ સાવચેત બનાવશે .

જોકે , દરેક અજાણ્યા નંબર માટે આ ચેતવણી દેખાશે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી . માનવામાં આવે છે કે જો નંબર પહેલેથી જ કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હશે તો ચેતવણી બતાવવામાં આવશે નહીં . આ ઉપરાંત દરેક અજાણ્યો નંબર ઠગીનો ભાગ હોય તે જરૂરી નથી , તેથી WhatsApp  યુઝર્સને ઉપલબ્ધ માહિતી ધ્યાનથી તપાસીને જ આગળની વધવાની સલાહ આપે છે .

WhatsApp  એ હજુ સુધી આ ફીચરની સત્તાવાર જાહેરાત કરી નથી . જોકે ઓનલાઈન ફ્રોડ અને નકલી મેસેજના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કંપની ટૂંક સમયમાં આ સુરક્ષા સુવિધા તમામ યુઝર્સ માટે રજૂ કરે તેવી શક્યતા છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »