ChatGPT ટિપ્સ : ચેટ હિસ્ટ્રી મેનેજ કરવા Delete અને Archive કરવાની સરળ રીત

જો તમે ઇચ્છતા હોય કે તમારી ગોપનીય વાતચીત OpenAI ના સર્વર પર સેવ ન થાય તો જાણો કે ચેટ્સ કેવી રીતે ડિલીટ કરવી .

ChatGPT ટિપ્સ : ચેટ હિસ્ટ્રી મેનેજ કરવા Delete  અને Archive કરવાની સરળ રીત

Photo Credit: Gadget 360

ChatGPT તમારા ચેટની હિસ્ટ્રીને હટાવવા માટે ચેટ્સને Archive કરવા દે છે .

હાઇલાઇટ્સ
  • ચેટ્સને કાયમ માટે ડિલીટ , આર્કાઇવ અથવા ચેટ હિસ્ટ્રીમાં દેખાવા ન દેવા વિક
  • ડિલીટ કર્યા પછી તેને પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી
  • ચેટ્સને Archive કરવાથી તે પૂરી રીતે ડિલીટ થતી નથી
જાહેરાત

ChatGPT માં ચેટ હિસ્ટ્રી  એટલે સાઈડબારમાં દેખાતી તમારી અગાઉની વાતચીતની  સૂચિ . જયારે તમે ChatGPT સાથે નવી વાતચીત શરૂ કરો છો , ત્યારે તે એક નવું સત્ર બનાવે છે  અને તે ચેટ હિસ્ટ્રીમાં  સેવ થઇ જાય છે . OpenAI  મુજબ , આ ચેટ્સને જાળવવામાં આવે છે . જેથી વપરાશકર્તાઓ કોઈપણ સમયે જૂની ચેટ ખોલીને ફરીથી વાતચીત ચાલુ રાખી શકે છે . તેમ છતાં જો તમે ઇરછો તો તમે ચેટ્સને કાયમ માટે ડિલીટ , આર્કાઇવ અથવા ચેટ હિસ્ટ્રીમાં દેખાવા ન દેવા વિકલ્પોનો ઉપયોગ  કરી શકો છો . આ વિકલ્પો ગોપનીયતા જાળવવા માટે ખૂબ ઉપયોગી છે .

ChatGPTમાં ચેટ્સ કેવી રીતે Delete કરવી :
ચેટને ડિલીટ કરવાથી તે ચેટ હિસ્ટ્રીમાંથી કાયમ માટે દૂર થઇ જાય છે .એકવાર ડિલીટ કર્યા પછી તેને પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી .

વેબસાઈટ પર ચેટ Delete કરવાની રીત :

  • ChatGPT ખોલો અને તમારા એકાઉન્ટમાં સાઈન ઈન કરો .
  • સાઈડબારમાં તમે જે ચેટ કાઢી નાખવા માંગો છો તે શોધો .
  • ચેટના શીર્ષક પર માઉસને રાખો .
  • ત્રણ ડોટ (...) મેનૂ પર ક્લિક કરો .
  • Delete પસંદ કરો .
  • પુષ્ટિ માટે ફરીથી Delete પર ક્લિક કરો .
  • આ ચેટ તરત જ તમારી સુચિમાંથી Delete થઇ જશે .

મોબાઈલ એપમાં ચેટ Delete કરવાની રીત :

  • તમારા ફોનમાં ChatGPT એપ ખોલો .
  • તમારી ચેટને 
  •  લિસ્ટમાં  શોધો 
  •  ચેટ પર વિકલ્પ મેનૂ ખોલો .
  • Delete પસંદ કરો .
  • હવે પુષ્ટિ કરો .

ChatGPT માં ચેટ્સ કેવી રીતે Archive કરવી :
ચેટ્સને Archive કરવાથી તે પૂરી રીતે ડિલીટ થતી નથી પરંતુ તે લિસ્ટમાંથી છુપાઈ જાય છે . આ  આર્કાઇવ થયેલી ચેટ્સ તમારા એકાઉન્ટમાં સેવ રહે છે જેને તમે ફરીથી જોઈ શકો છો . આ સુવિધા ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે ઉપયોગી છે જે ચેટ્સ સાચવી રાખવા માંગે છે .

વેબસાઈટ પર ચેટ Archive કરવાની રીત :

  • ChatGPT ખોલો અને સાઈડબારમાં ચેટ શોધો . 
  • ચેટના શીર્ષક પર ક્લિક કરો 
  • ત્રણ (...) મેનૂ પર ક્લિક કરો .
  • Archive પસંદ કરો .
  •   હવે આ ચેટ સુચિમાંથી દૂર થઇ જશે અને Archiveમાં ઉપલબ્ધ રહેશે .


મોબાઈલ એપમાં ચેટ Archive કરવાની રીત :

  • ChatGPT મોબાઈલ  એપ ખોલો . 
  • જે ચેટ Archive કરવી છે તે શોધો .
  • ચેટ માટે વિકલ્પ મેનૂ ખોલો .
  • Archive પસંદ કરો .

જરૂર પડે ત્યારે Archive થયેલી ચેટ્સને ફરીથી મુખ્ય સૂચીમાં પાછી લાવી શકાય છે .

Temporary Chat નો વિકલ્પ :
ChatGPT માં  એક બીજો વિકલ્પ પણ છે જે Temporary Chat તરીકે ઓળખાય છે . આ મોડ ચાલુ કર્યા પછી કરેલી વાતચીત ચેટ હિસ્ટ્રીમાં સેવ થતી નથી . નવી ચેટ શરૂ કર્યા પછી  અથવા નવી ચેટ ખોલ્યા પછી આ વાતચીત આપમેળે કાઢી નાખવામાં આવે છે , જેથી તમારી ગોપનીયતા સુરક્ષિત રહે છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  2. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  3. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  4. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  5. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  6. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  7. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
  8. Pixel 9a ખરીદવાની તક : બેંક ઓફર અને એક્સચેન્જ સાથે કિંમત ઘટીને રૂપિયા 37,999
  9. Googleનું Android 17 આવ્યું : Bubbles, Foldable Gaming અને Privacy Features સાથે
  10. ફોન ખરીદવાનો પ્લાન છે ? Vivo અને Lava એ વધારી સ્માર્ટફોનની કિંમતો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »