જુના UPI ID થી કંટાળ્યા છો ? મિનિટોમાં બનાવો નવું UPI ID

જો તમે Google Pay , Paytm અને PhonePe પર તમારા UPI ID ને બદલવા માંગતા હો તો અહીં બધી માહિતી છે

જુના UPI ID થી કંટાળ્યા છો ? મિનિટોમાં બનાવો નવું UPI ID

Photo Credit: Paytm

Google Pay , Paytm અને PhonePe પર તમારું UPI ID કેવી રીતે બદલવું

હાઇલાઇટ્સ
  • Google Pay , Paytm અને PhonePe પર તમારું UPI ID કેવી રીતે બદલવું
  • બધી બેંકો અને UPI એપ્સમાં UPI ID બદલવાની સુવિધા સમાન હોતી નથી
  • મોટાભાગની UPI એપ્સમાં હાલના UPI ID ને સીધું એડિટ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથ
જાહેરાત

તમને તમારું હાલનું UPI ID  ન ગમતો  હોય અથવા તમે તમારા મોબાઈલ નંબર કે નામ સાથે જોડાયેલું નવું UPI ID  બનાવવા માંગતા હો, તો તે ખુબ જ સરળ પ્રક્રિયા છે . જોકે મોટાભાગની UPI એપ્સમાં હાલના UPI ID ને સીધું એડિટ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી . તેના બદલે , તમારે નવું UPI ID  બનાવવું  પડે છે અને જરૂર પડે તો જૂના ID ને ડિલીટ અથવા બંધ કરી શકાય છે . Google Pay , Paytm અને PhonePe જેવી લોકપ્રિય શેપ્સમાં આ પ્રક્રિયા અલગ - અલગ રીતે કરવામાં આવે છે .

Google Pay માં UPI ID કેવી રીતે બદલવું ?

સૌ પ્રથમ Google Pay એપ ખોલો અને ઉપર જમણી બાજુ દેખાતા તમારા પ્રોફાઈલ ફોટો પર ટેપ કરો . ત્યારબાદ " Bank Accounts " વિભાગમાં જઈ તમારું બેંક એકાઉન્ટ પસંદ કરો . અહીં " Manage UPI IDs " અથવા ઉપલબ્ધ UPI ID ની લિસ્ટ જોવા મળશે . જો તમારી બેંક અને google Pay આ સુવિધા સપોર્ટ કરતા હોય , તો " Add UPI ID " પર ટેપ કરીને નવું  UPI ID  બનાવી શકાય છે . નવું ID તૈયાર થયા બાદ તેને ડિફોલ્ટ તરીકે સેટ કરી શકાય છે અને જરૂરી હોય તો જૂનું ID પણ દૂર કરી શકાય છે .

PhonePe માં  UPI ID  કેવી રીતે બદલવું ?

PhonePe માં પ્રોફાઈલ આઇકોન પર ટેપ કરીને " Payment Methods " વિભાગમાં જાઓ અને તમારું બેંક એકાઉન્ટ પસંદ કરો . ત્યારબાદ " Manage  UPI IDs " વિકલ્પમાં જઈ નવું  UPI ID  બનાવી શકો છો . કેટલીક બેંકો એકથી વધુ  UPI ID  બનાવવાની સુવિધા આપે છે . જરૂર જણાય તો જૂના  UPI ID  ને ડિલીટ અથવા બંધ પણ કરી શકાય છે .

Paytm માં  UPI ID કેવી રીતે બદલવું ?

paytm એપમાં " Profile " વિભાગ ખોલી UPI & Payment Settings અથવા UPI Settings પર જાઓ . ત્યારબાદ બેંક એકાઉન્ટ પસંદ કરો અને જો બેંક સપોર્ટ કરતી હોય તો "Add UPI ID " વિકલ્પ દ્રારા નવું  UPI ID  બનાવો . ત્યારબાદ આ નવા ID ઉપયોગ પેમેન્ટ મેળવવા માટે કરી શકાય છે .

ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

બધી બેંકો અને UPI એપ્સમાં  UPI ID બદલવાની સુવિધા સમાન હોતી નથી . કેટલીક બેંકો માત્ર એક જ  UPI ID  ની મંજૂરી આપે છે , જયારે કેટલીક બહુવધી  UPI ID  બનાવવાની મંજૂરી આપે છે . જો નવું  UPI ID  બનાવવાનો વિકલ્પ ન દેખાય , તો બેંક દ્રારા આપવામાં આવેલા ડિફોલ્ટ  UPI ID નો જ ઉપયોગ કરવો પડશે . જો જૂનું  UPI ID  કોઈ વેબસાઈટ , એપ અથવા સબ્સ્ક્રિપ્શનમાં સેવ કરેલું હોય , તો નવા  UPI ID  પર સ્વિચ કર્યા બાદ   ત્યાં પણ  માહિતી અપડેટ કરવી જરૂરી છે . નોંધનીય છે કે  UPI ID બદલવાથી તમારા બેંક એકાઉન્ટ અથવા  UPI PIN માં કોઈ ફેરફાર થતો નથી .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »