હવે AI એજન્ટ કરશે ખરીદી અને પેમેન્ટ ! Pine Labsનું નવું P3P પ્રોટોકોલ લોન્ચ

Pine Labs એ ભારતમાં નવો પેમેન્ટ પ્રોટોકોલ P3P લોન્ચ કર્યો છે

હવે AI એજન્ટ કરશે ખરીદી અને પેમેન્ટ ! Pine Labsનું નવું P3P પ્રોટોકોલ લોન્ચ

Photo Credit: Unsplash/ David Dvoracek

Pine Labsનો નવો P3P પ્રોટોકોલ AI - આધારિત ચુકવણીઓને સપોર્ટ કરશે .

હાઇલાઇટ્સ
  • P3P સિસ્ટમ UPIના હાલના ફ્રેમવર્ક પર આધારિત છે
  • સુરક્ષા વધારવા માટે Pine Labs એ GrantX સાથે ભાગીદારી કરી
  • UPIમાં દરેક પેમેન્ટ માટે MPIN અથવા બીજા પ્રકારનું પણ વેરિફિકેશન જરૂરી
જાહેરાત

ભારતમાં UPI દ્રારા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે . પરંતુ હાલની UPI સિસ્ટમ AI ( આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ) આધારિત ઓટોમેટિક ખરીદી માટે પુરી રીતે તૈયાર નથી . આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ફિનટેક કંપની Pine Labs એ નવો પેમેન્ટ પ્રોટોકોલ P3P લોન્ચ કર્યો છે . કંપનીના જણાવ્યા મુજબ, આ નવી સિસ્ટમ AI એજન્ટોને નક્કી કરેલી મર્યાદામાં આપમેળે પેમેન્ટ કરવાની સુવિધા આપશે . સાથે જ યુઝર્સ પોતાના ખર્ચ અને  પેમેન્ટ્સ પર  સંપૂર્ણ નિયંત્રણ રાખી શકશે .

હાલમાં UPIમાં દરેક પેમેન્ટ માટે MPIN અથવા બીજા પ્રકારનું પણ વેરિફિકેશન જરૂરી હોય છે . પરંતુ હવે AI આધારિત સિસ્ટમો પોતે જ પ્રોડક્ટ શોધી શકે છે , બીજા સાથે ભાવોની તુલના કરી  ખરીદી પણ કરી શકે છે . આવી સ્થિતિમાં દરેક વખતે મેન્યુઅલ મંજૂરી લેવાની પ્રક્રિયા મુશ્કેલી ઊભી કરી શકે છે .

P3P સિસ્ટમ UPIના હાલના ફ્રેમવર્ક પર આધારિત છે . શરૂઆતમાં યુઝર્સને માત્ર એક વખત મંજૂરી આપવાની રહેશે . ત્યારબાદ AI એજન્ટ નક્કી કરેલી મર્યાદા મુજબ આપમેળે ટ્રાન્ઝેક્શન કરી શકશે અને દરેક વખતે અલગથી ઓથેન્ટિકેશન કરવાની જરૂર નહીં પડે . 

સુરક્ષા વધારવા માટે Pine Labs એ GrantX સાથે ભાગીદારી કરી છે . GrantX યુઝર્સ અને AI એજન્ટની ઓળખ ચકાસશે અને પછી જ ખર્ચની મર્યાદા નક્કી કરશે , નિયમોનું પાલન થાય તે નિશ્ચિત કરશે  અને બધા ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ રાખશે .

આ ઉપરાંત P3P માં HTTP 402 સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જેના કારણે AI સિસ્ટમ્સ માટે પેમેન્ટ સંબંધિત માહિતી સમજવી અને પ્રોસેસ કરવી વધુ સરળ બનશે . સરળ શબ્દોમાં કહીએ તો , આ નવી ટેક્નોલોજી AI દ્રારા કરવામાં આવતી ઓનલાઈન ખરીદી અને પેમેન્ટને વધુ ઝડપી , સરળ અને સુરક્ષિત બનાવશે .

કંપનીનું માનવું છે કે આવતા વર્ષોમાં AI આધારિત શોપિંગ અને ઓટોમેટેડ પેમેન્ટ્સનો ઉપયોગ ઘણો વધશે . એક રિપોર્ટ મુજબ , વૈશ્વિક એજન્ટિકે કોમર્સ માર્કેટ 2033 સુધીમાં  65.47 અબજ ડોલર સુધી પહોંચી શકે છે . ભારતમાં UPIનું મજબૂત નેટવર્ક આ ક્ષેત્રના વિકાસમાં વિશેષ ભૂમિકા ભજવી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »