Avatar AIનું નવું મોડેલ Varya ભારતીય સંદર્ભને વધુ સારી રીતે સમજી શકશે .

Avatar AI નું ' Varya ' નામનું નવું વિડીયો જનરેશન AI મોડેલ લોન્ચ કર્યું છે

Avatar AIનું નવું મોડેલ Varya ભારતીય સંદર્ભને વધુ સારી રીતે સમજી શકશે .

Photo Credit: AI Generated

અવતાર એઆઈનું વર્યા મોડેલ ભારતીયને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે .

હાઇલાઇટ્સ
  • Varya ની સૌથી મોટી વિશેષતા તેની ભારતીય સંદર્ભને સમજવાની ક્ષમતા
  • ભારતીય સ્ટાર્ટઅપ Avatar AI એ પોતાનું નવું વિડીયો જનરેશન મોડેલ ' Varya '
  • Wan 2.2 ને વિડીયો બનાવવા માટે લગભગ 50 સ્ટેપ્સની જરૂર પડે
જાહેરાત

ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે . આ દરમિયાન ભારતીય સ્ટાર્ટઅપ Avatar AI એ પોતાનું નવું વિડીયો જનરેશન મોડેલ ' Varya ' રજૂ કર્યું છે . કંપનીનો દાવો છે કે આ મોડેલ ખાસ કરીને ભારતીય યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે , જે વિડીયો બનાવવાની પ્રક્રિયાને વધુ ઝડપી , સસ્તી અને અસરકારક બનાવી શકે છે . Avatar AI ભારત સરકારના India AI Mission હેઠળ પસંદ કરાયેલા 12 સ્ટાર્ટઅપ્સમાં સામેલ છે . 

કંપનીના જણાવ્યા મુજબ , Varya અલીબાબાના ઓપન - સોર્સ વિડીયો જનરેશન મોડેલ Wan 2.2 પર આધારિત છે . જોકે , તેને વધુ હળવું અને ઝડપી બનાવવા માટે ખાસ ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવ્યું છે આ માટે  Model Distillation ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જે કમ્પ્યુટિંગ જરૂરિયાતો ઘટાડીને પણ મોડેલની મુખ્ય ક્ષમતાઓ જાળવી રાખે છે .

કંપનીનો દાવો છે કે Varya વિડીયો જનરેશનની ઝડપમાં નોંધપાત્ર વધારો કરે છે . જ્યાં Wan 2.2 ને વિડીયો બનાવવા માટે લગભગ 50 સ્ટેપ્સની જરૂર પડે છે , ત્યાં Varya માત્ર ચાર સ્ટેપ્સમાં જ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે . આ કારણે વિડીયો જનરેશનની ઝડપમાં લગભગ 10 ગણો વધારો થાય છે અને ખર્ચ પણ નોંધપાત્ર રીત ઘટે છે .

ઉદાહરણ તરીકે , NVIDIA H200 GPU પર Varya 720p રિઝોલ્યુશનમાં 5 સેકન્ડમાં તૈયાર કરી શકે છે . જયારે સમાન કાર્ય  માટે Wan 2.2. ને અંદાજે 1,230 સેકન્ડનો સમય લાગી શકે છે .કંપનીના જણાવ્યા અનુસાર , Varya  પ્રતિ સેકન્ડ લગભગ 48 પૈસાના ખર્ચે વિડીયો જનરેટ કરી શકે છે .

Varya ની સૌથી મોટી વિશેષતા તેની ભારતીય પરિસ્થિતિને સમજવાની ક્ષમતા છે . તેને ખાસ ભારતીય તહેવારો , પરંપરાગત કપડાઓ , ભોજન અને અહીંની વસ્તુઓ જેવી બાબતોને વધુ સારી રીતે ઓળખી શકે છે . પરિણામે AI દ્રારા બનાવાયેલા વિડીયો વધુ કુદરતી અને ભારતીય વાતાવરણ સાથે મેળ ખાતું દેખાય છે .

કંપનીએ આ મોડેલને ઉપયોગમાં સરળ બનાવ્યું છે . યુઝર્સ માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખીને અથવા કોઈ ઇમેજ અપલોડ કરીને વિડીયો બનાવી શકે છે . જરૂરિયાત મુજબ વીડિયોને વધુ લાંબો બનાવવા માટે વધારાની ક્લિપ્સ પણ જનરેટ કરી શકાય છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  2. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  3. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  4. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  5. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  6. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  7. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
  8. Vivo V80 Lite 5G માં મળી શકે 6.83 ઇંચ AMOLED ડિસ્પ્લે અને 7,050mAh બેટરી
  9. IndiGoની ખાસ ઓફર , પસંદ થયેલા મુસાફરોને મળશે રૂપિયા 10,000 સુધીનું રિફંડ
  10. OnePlus 15 ખરીદવાનો સારો મોકો , Amazon સેલમાં મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »