અવતાર : ફાયર એન્ડ એશ ડિજિટલ રિલીઝ માટે તૈયાર - OTT પ્રીમિયર તારીખ જાહેર

અવતાર : ફાયર એન્ડ એશ ટૂંક જ સમયમાં પ્રાઈમ વિડીયો પર રિલીઝ થવાની છે .આ ફિલ્મ અવતાર : ધ વે ઓફ વૉટર ની સિક્વલ છે

અવતાર : ફાયર એન્ડ એશ ડિજિટલ રિલીઝ માટે તૈયાર - OTT  પ્રીમિયર તારીખ જાહેર

Photo Credit: Prime Video

આ ફિલ્મનું પ્રીમિયમ 31 માર્ચે Amazon Prime Video પર થશે

હાઇલાઇટ્સ
  • ફિલ્મનું પ્રીમિયમ 31 માર્ચે Amazon Prime Video પર
  • જેમ્સ કેમેરોનની સાયન્સ-ફિક્શન ફિલ્મ
  • અવતાર : ધ વે ઓફ વૉટર ની સિક્વલ
જાહેરાત

અવતાર એ બહુ જ ચર્ચિત ફિલ્મ છે . આનું નવું ભાગ અવતાર : ફાયર એન્ડ એશ એક અમેરિકન સાયન્સ-ફિક્શન ફિલ્મ છે , જેનું લખાણ અને દિગ્દર્શન જેમ્સ કેમેરોન દ્રારા કરવામાં આવ્યું છે . અવતાર : ફાયર એન્ડ એશ 19 ડિસેમ્બર , 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી . આ અઠવાડિયે ફેન્સ માટે ખુશખબર છે કે આ ફિલ્મ હવે ડિજિટલ સ્ક્રીન પર આવવા જઈ રહી છે . આ ફિલ્મનું પ્રીમિયમ 31 માર્ચે  Amazon Prime Video પર થશે . આ વાર્તા જેક અને નેટીરીના પરિવારની આસપાસ  ફરે છે , જેમને નવા અને આક્રમક સાહસો કરવા પડે છે . આમાં તેમના સંઘર્ષો પણ વધતા જાય છે  જેથી ફિલ્મમાં તીવ્ર એક્શન સાથે શાનદાર વિઝ્યુઅલ્સ   જોવા મળે છે , જે અવતાર વિશ્વને સંપૂર્ણ ન્યાય અપાવે છે .

ક્યારે અને ક્યાં  જોવી :
અવતાર : ફાયર એન્ડ એશ નું પ્રીમિયર 31 માર્ચ , 2026ના રોજ Amazon Prime Video પર થશે . આ ફિલ્મ પ્લેટફોર્મ પર ભાડે ઉપલબ્ધ રહેશે અને તેને જોવા માટે  સક્રિય સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે .

ટ્રેલર અને પ્લોટ :
આ ફિલ્મ અવતાર : ધ વે ઓફ વૉટર ની સીધી સિક્વલ છે . ફિલ્મમાં જેક અને નેટીરીનો પરિવાર નેટિયમના નુકસાન પછીના દુઃખમાંથી પસાર થતો દેખાશે . સાથે જ તેઓ નવા અને આક્રમક "એશ પિપલ " ના'વી ટ્રાઈબ સામે ઊભા રહેશે . પેન્ડોરામા સંઘર્ષ વધુ ઘેરો બનશે અને વાર્તામાં નવું નૈતિક દ્વન્દ્વ ઊભું થશે .

કલાકાર અને  ક્રૂ 
આ ફિલ્મમાં જિઓવાન્ની રિબીસી , કેટ વિન્સલેટ અને ઝો સલ્ડાના જેવા જાણીતા કલાકારો જોવા મળશે . સંગીત સિમોન ફ્રેંગલેન દ્રારા આપવામાં આવ્યું છે , જયારે  સિનેમેટોગ્રાફી રસેલ કાર્પેન્ટરે સંભાળી છે .

અભિપ્રાય :
અવતાર : ફાયર એન્ડ એશ 19 ડિસેમ્બર , 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી . હાલમાં ફિલનું IMDb રેટિંગ  7.4/10 છે .

કુલ મળીને આ ફિલ્મ જોવા જેવી છે , બાળકો પણ આ ફિલ્મને જોઈ શકે છે અને સાયન્સ વિશે નવું જાણી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »