' ધુરંધર 2 : ધ રીવેન્જ ' એ રણવીર સિંહ અભિનીત જાસૂસી એક્શન ફિલ્મ છે
Photo Credit: Netflix
આ ફિલ્મ હવે netflix પર સ્ટ્રીમ થઈ રહી છે .
રણવીર સિંહ અભિનીત એક્શન - થ્રિલર ફિલ્મ ' ધુરંધર 2 : ધ રિવેન્જ હવે વધુ એક OTT પ્લેટફોર્મ પર દર્શકો માટે ઉપલબ્ધ બની ગઈ છે . પહેલા JioHotstar પર સ્ટ્રીમ થયેલી આ ફિલ્મ હવે Netflix પર પણ જોઈ શકાય છે . આદિત્ય ધરના દિગ્દર્શકમાં બનેલી આ ફિલ્મોમાં દેશભક્તિ , જાસૂસી અને ધમાકેદાર એક્શનનો જબરદસ્ત સમન્વય જોવા મળે છે .
આ ફિલ્મ હવે Netflix પર હિન્દી ઉપરાંત તમિલ , તેલુગુ , મલયાલમ અને કન્નડ ભાષામાં સ્ટ્રીમ થઈ રહી છે . આ ફિલ્મ જોવા માટે દર્શકો પાસે Netflixનું સક્રિય સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે ,
આ ફિલ્મની વાર્તા પહેલા ભાગની ઘટનાઓ પછી આગળ વધે છે . રણવીર સિંહ જસકીરત સિંહ રંગી ઉર્ફે હમઝા અલી મજારી ( શેર - એ - બલોચ )ના પાત્રમાં જોવા મળે છે . આ કથામાં તેના દુઃખદ ભૂતકાળ અને માતા - પિતાના મુત્યુની ઘટના દર્શાવવામાં આવી છે , જે તેને એક ગુપ્ત મિશન તરફ ધકેલી દે છે . હમઝા કરાચીના આતંકવાદી અને ગુનાહિત નેટવર્કમાં ઘૂસણખોરી કરીને 26/11 ના આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે જોખમી મિશન પર નીકળે છે . ફિલ્મમાં સસ્પેન્સ , એક્શન અને દેશભક્તિનો જબરદસ્ત તડકો જોવા મળે છે .
આદિત્ય ધરે ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કર્યું છે . રણવીર સિંહ ઉપરાંત આર . માધવન , સંજય દત્ત , અર્જુન રામપાલ , રાકેશ બેદી સહિતના જાણીતા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે .
19 માર્ચ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી ' ધુરંધર 2 : ધ રીવેન્જ ' ને બોક્સ ઓફિસ પર સારો અભિપ્રાય મળ્યો હતો . ફિલ્મને તેની એક્શન સિક્વન્સ , સ્ટોરીલાઈન અને રણવીર સિંહના અભિનય માટે ખાસ પ્રશંસા મળી હતી . હાલમાં IMDb પર ફિલ્મને 8.5/10 નું રેટિંગ મળ્યું છે .
જાહેરાત
જાહેરાત