જાપાની - કોરિયન સહયોગથી બનેલી ' હ્યુમન વેપર ' માં જોવા મળશે ડાર્ક હોરર અને જબરદસ્ત એક્શન 

હ્યુમન વેપર  એક ડાર્ક સાયન્સ ફિક્શન થ્રિલર ફિલ્મ છે 

જાપાની - કોરિયન સહયોગથી બનેલી ' હ્યુમન વેપર ' માં જોવા મળશે ડાર્ક હોરર અને જબરદસ્ત એક્શન 

Photo Credit: Netflix

2 જુલાઈ , 2026ના રોજ હ્યુમન વેપર વૈશ્વિક રીતે રિલીઝ થશે 

હાઇલાઇટ્સ
  • નેટફ્લિક્સે મે 2026માં ફિલ્મનું ટ્રેલર બહાર પાડ્યો
  • વાર્તા એક એવા વ્યક્તિની છે જે પોતાના શરીરને વેપરમા ફેરવી શકે
  • શુન ઓગરી ' વેપર મેન ' ની ભૂમિકામાં
જાહેરાત

OTT પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં હ્યુમન વેપર રિલીઝ થવા જઈ રહી છે , જેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . આ ફિલ્મ સાયન્સ - ફાઈ અને થ્રિલર  પર આધારિત છે અને 1969ની ટોગોની ક્લાસિક ફિલ્મ ધ હ્યુમન વેપરનું રિબૂટ છે . ફિલ્મમાં તોકુસત્સુના મૂળ સ્ટોરીને વધુ મનોવૈજ્ઞાનિક હોરર સાથે રજૂ કરવામાં આવ્યો છે . સાથે જ તેમાં શાનદાર વિઝ્યુઅલ ઈફેક્ટસ અને મોટા પાયે એક્શન સિકવન્સ પણ જોવા મળશે . આ ફિલ્મ  ટ્રેન ટુ બુસાન અને હેલબાઉન્ડ જેવી ફિલ્મોથી જાણીતા યેઓન સાંગ -હો  પણ જોવા મળશે .

ક્યારે અને ક્યાં જોવી :

હ્યુમન વેપર 2 જુલાઈ, 2026થી વૈશ્વિક રીતે સ્ટ્રીમ થશે . દર્શકો આ ફિલ્મને માત્ર નેટફ્લિક્સ પર જોઈ શકશે .

ટ્રેલર અને પ્લોટ :

નેટફ્લિક્સે  મે 2026માં ફિલ્મનું ટ્રેલર બહાર પાડ્યો હતો , જેમાં ડર અને રહસ્યથી ભરપૂર દુનિયા જોવા મળે છે . આ વાર્તા એક એવા વ્યક્તિની છે જે પોતાના  શરીરને વેપરમા ફેરવી શકે છે . તે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકે છે અને ભયાનક હત્યાઓને અંજામ આપે છે . પોલીસ તેને રોકવાનો પ્રયાસ કરે છે . આ ફિલ્મની શરૂઆત  લાઈવ ટીવી દરમિયાન એક વ્યક્તિ અચાનક ફાટી નીકળે છે તે ઘટનાથી થાય છે . બીજી તરફ , હ્યુમન વેપર લોકોની હત્યા કરી દિવાલો અને સીલબંધ જગ્યાઓમાંથી પણ  પસાર થઈ જાય છે . જયારે તે પોતાની આગામી હત્યાઓની જાહેરમાં જાણ કરે છે તો સમગ્ર માહોલમાં ભય સર્જાય છે .

કલાકારો  અને ક્રૂ :

આ ફિલ્મમાં શુન ઓગરી ' વેપર મેન ' ની ભૂમિકામાં જોવા મળશે . તેમની સાથે યુ આઓઈ , સુઝૂ હિરોસે , કેન્ટો હયાશી અને યુટાકા ટેક્નોઉચી જેવા કલાકારો  પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે . આ ફિલ્મનું દિગ્દર્શન શિન્ઝો કાટાયામાંએ  કર્યું છે , જયારે તેની વાર્તા યેઓન સાંગ - હો અને યુ યોંગ - જે દ્રારા લખાઈ  છે . 

અભિપ્રાય :

હ્યુમન વેપરને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . આ ફિલ્મ પહેલીવાર જાપાની અને કોરિયન સર્જકોના સહયોગથી બનાવવામાં આવી છે . આ ફિલ્મ હજુ રિલીઝ થઈ  નથી જેથી હજુ કોઈ રેટિંગ મળ્યું નથી .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »