Jio OTT પાસ સાથે YouTube Premium અને 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલોનો લાભ

Jio OTT પાસમાં JioHotstar , Prime Video અને Sony LIV સહિત 15 OTT પ્લેટફોર્મના સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે

Jio OTT પાસ સાથે YouTube Premium અને 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલોનો લાભ

Photo Credit: Jio

Jioના નવા પ્લાનમાં ફક્ત OTT અને ડેટા બેનિફિટ્સનો સમાવેશ થાય છે

હાઇલાઇટ્સ
  • રિલાયન્સ જિયોએ બુધવારે ભારતમાં નવો Jio OTT પાસ લોન્ચ કર્યો
  • Jio OTT પાસ હેઠળ ગ્રાહકોને 15 OTT પ્લેટફોર્મની ઍક્સેસ મળે
  • આ એડ - ઓન પેક સક્રિય કરવા માટે ગ્રાહકો પાસે પહેલેથી ચાલુ Jio બેઝ પ્લાન હ
જાહેરાત

રિલાયન્સ જિયોએ બુધવારે ભારતમાં નવો Jio OTT પાસ લોન્ચ કર્યો છે . ટેલિકોમ કંપનીના જણાવ્યા મુજબ , આ પ્લાન એક ઓલ - ઈન - વન મનોરંજન અને કનેક્ટિવિટી પેક  તરીકે રજૂ કરવામાં આવ્યો છે . 28 દિવસની માન્યતા ધરાવતા આ પેકમાં OTT સબ્સ્ક્રિપ્શન , લાઈવ ટીવી અને મોબાઈલ ડેટા જેવી સેવાઓ એકસાથે આપવામાં આવે છે . કંપનીનો દાવો છે કે આ બંડલ્ડ સેવાઓની કુલ કિંમત આશરે રૂપિયા 1,500 પ્રતિ મહિના જેટલી છે . તેમાં 15 પ્રીમિયમ OTT  પ્લેટફોર્મ  , 1000થી વધુ લાઈવ ટીવી ચેનલો , 30GB હાઈ - સ્પીડ ડેટા અને અનલિમિટેડ 5G કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે .

ભારતમાં Jio OTT  પાસની કિંમત :

ટેલિકોમ ઓપરેટરના નવા OTT પાસની કિંમત રૂપિયા 200 રાખવામાં આવી છે અને તેની માન્યતા 28 દિવસની છે . આ પ્લાન હવે MyJio એપ , Jio.com  , રિટેલ સ્ટોર્સ તેમજ અન્ય થર્ડ પાર્ટી રિચાર્જ પ્લેટફોર્મ પર દેશભરના તમામ ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે .

આ એડ - ઓન પેક સક્રિય કરવા માટે ગ્રાહકો પાસે પહેલેથી ચાલુ Jio બેઝ પ્લાન હોવો જરૂરી છે . કંપની અનુસાર , આ બંડલ્ડ સેવાઓનું કુલ મૂલ્ય લગભગ 1,500 પ્રતિ મહિના જેટલું બને છે . ગેજેટ્સ 360 સ્ટાફે પણ ભારતમાં Jio OTT  પાસની ઉપ્લબ્ધતાની પુષ્ટિ કરી છે .

Jio OTT  પાસના ફાયદા :

Jio OTT  પાસ હેઠળ ગ્રાહકોને 15 OTT પ્લેટફોર્મની ઍક્સેસ મળે છે . તેમાં JioHotstar Mobile + Hollywood અને Prime Video Mobile Editionનો સમાવેશ થાય છે  . ઉપરાંત , JioTV મારફતે અન્ય 12 સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે . તેમાં Sony LIV , ZEE5 , Lionsgate Play , Discovery + , Sun NXT, FanCode, Kanccha Lannka , Planet Marathi, Chaupal, Hoichoi, TimePlay અને Tarang Plus સામેલ છે .

આ પ્લાનમાં YouTube Premium સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે તેના દ્રારા સપોર્ટેડ ડિવાઈસ પર એડ  ફ્રી  વિડીયો જોવાની સુવિધા , બેકગ્રાઉન્ડ પ્લેબેક અને ઓફલાઈન ડાઉનલોડ જેવા ફીચર્સનો લાભ મળે છે  .

OTT સબ્સ્ક્રિપ્શન સિવાય , JioTV મારફતે 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલો પણ જોવાની સુવિધા મળે છે . તેમાં 150થી વધુ પેઈડ ચેનલોનો સમાવેશ થાય છે .  મનોરંજન , ફિલ્મો , રમતગમત , ઈન્ફોટેનમેન્ટ અને બાળકો માટેના કાર્યક્રમો જેવા જુદી જુદી કેટેગરીના કન્ટેન્ટ ઉપલબ્ધ રહેશે . આ ચેનલો JioStar, Sony Entertainment Television , Sun TV Network , Warner Bros. Discovery અને  ETV જેવા બ્રોડકાસ્ટર્સ દ્રારા ઓફર કરવામાં આવે છે .

કનેક્ટિવિટીની વાત કરીએ  તો , યુઝરને 30GB 4G /5G ડેટા આપવામાં આવે છે . આ ઉપરાંત , ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટા લાભ મળે છે ,  જે  તેમના ચાલુ  બેઝ પ્લાનની સમયમર્યાદા સુધી માન્ય રહેશે , પરંતુ મહત્તમ 28 દિવસ સુધી જ ઉપલબ્ધ રહેશે  . જોકે આ પ્લેનમાં વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવતી નથી  .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »