વોડાફોન આઈડિયા ( Vi )એ તેના પ્રીપેડ ગ્રાહકો માટે રૂપિયા 200નું Vi Movies & TV પેક રજૂ કર્યું છે .
Photo Credit: Reuters
વોડાફોન આઈડિયા ( Vi )એ તેના પ્રીપેડ ગ્રાહકો માટે રૂપિયા 200નું Vi Movies & TV પેક રજૂ કર્યું છે . આ પ્લાન એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે , જેઓ એક જ રિચાર્જમાં ઈન્ટરનેટ અને અનેક OTT પ્લેટફોર્મ્સ ઇચ્છતા હોય . કંપનીનું કહેવું છે કે આ પ્લાનથી અલગ અલગ OTT સબ્સ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં . Vi આ નવા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી 30GB હાઈ - સ્પીડ ડેટા અને જ્યાં કંપનીની 5G સેવા ઉપલબ્ધ છે ત્યાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે . આ પ્લાન આજથી Vi એપ , કંપનીની વેબસાઈટ તેમજ અન્ય ઓનલાઈન અને ઓફલાઈન રિચાર્જ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે .
કંપનીના જણાવ્યા અનુસાર , આ પ્લાનનો સૌથી મોટો ફાયદો એ છે કે યુઝર્સને એક જ રિચાર્જમાં અનેક OTT પ્લેટફોર્મ્સની ઍક્સેસ મળી જાય છે . કંપનીનો દાવો છે કે આ પ્લાનની કિંમત ઘણી કેબલ ટીવી અથવા DTH સેવાઓના માસિક ખર્ચ કરતા પણ ઓછી છે . તેથી ઓછા ખર્ચમાં વધુ મનોરંજન મેળવવા માંગતા લોકો માટે આ પ્લાન સારો વિકલ્પ બની શકે છે .
આ પ્લાન સાથે યુઝર્સને કુલ 20 OTT પ્લેટફોર્મ્સનો લાભ મળશે . તેમાં JioHotstar, SonyLIV, ZEE5, Lionsgate Play, ShemarooMe, ManoramaMAX, FanCode, PlayFlix, Klikk, Atrangii, Chaupal, OTTPlay Live, Pocket Films, YuppTV, Addatimes, Kanccha Lannka , TimesPlay અને NextGTV જેવા લોકપ્રિય પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે . અહીં ફિલ્મો , વેબ સિરીઝ , ટીવી શો , લાઈવ સ્પોર્ટ્સ અને જુદા જુદા ભાષાઓનું કન્ટેન્ટ જોઈ શકાય છે .
Viનું કહેવું છે કે આ પેકમાં 16 ભષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ છે , જેથી દેશના જુદા જુદા રાજ્યોમાં યુઝર્સ પોતાની પસંદગીની ભાષામાં જોઈ શકે છે . આ ઉપરાંત , એક જ સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ ચાર ડિવાઇસ પર કરી શકાય છે અને સપોર્ટેડ OTT પ્લેટફોર્મ્સ પર એકસાથે બે સ્ક્રીન પર સ્ટ્રીમિંગ પણ કરી શકાય છે . જોકે SonyLIV માટે આ સુવિધાના નિયમો અલગ હોઈ શકે છે .
જો તમે દર મહિને અનેક OTT પ્લેટફોર્મ્સ માટે અલગ અલગ સબ્સ્ક્રિપ્શન લો છો , તો Viનું આ રૂપિયા 200નું પ્લાન તમારા માટે ખર્ચને ઓછો કરતો વિકલ્પ છે . તેમાં ડેટા અને મનોરંજન બંનેનો લાભ એક જ રિચાર્જમાં મળી જાય છે અને વારંવાર રિચાર્જ કરવાની જરૂર રહેતી નથી .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999