Truecaller એ 1400 અને 1600 નંબર સિરીઝ માટે સ્પામ માહિતી દર્શાવવા પર લાગેલી મર્યાદાને લઈને TRAI સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે
ભારતમાં કોલર આઈડી અને સ્પામ કોલ્સને લઈને Truecaller અને TRAI વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે . Truecallerએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ( TRAI ) ની કેટલીક નીતિઓ સામે જાહેરમાં વાંધો ઉઠાવ્યો છે . કંપનીનું કહેવું છે કે વર્તમાન એન્ટી - સ્પામ વ્યવસ્થાના કારણે ગ્રાહકોને અનિચ્છનીય કોલ્સથી સુરક્ષિત રાખવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે .
Truecallerના CEO ઋષિત ઝુનઝુનવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર TRAIની નીતિની ખુલ્લેઆમ ટીકા કરી છે . તેમના જણાવ્યા મુજબ , TRAI કંપનીને 1400 અને 1600 નંબર સિરીઝમાંથી આવતી કોલ્સ માટે યુઝર્સ દ્રારા રિપોર્ટ કરાયેલી સ્પામ માહિતી બતાવવાની મંજૂરી આપતું નથી . તેમનું માનવું છે કે આ પ્રતિબંધને કારણે આવા નંબરનો દુરુપયોગ વધી રહ્યો છે અને ગ્રાહકોનો વિશ્વાસ પણ ઘટી રહ્યો છે .
તેમણે કહ્યું છે કે TRAI દ્રારા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌધોગિકી મંત્રાલય પાસે આ નંબર સિરીઝ માટે Caller ID માહિતી ન દર્શવવાની મંજૂરી માંગવાનો નિર્ણય યોગ્ય નહોતો . તેમના મતે , આ પગલાંના કારણે સ્પામ કોલ્સ પર નિયંત્રણ આવવાને બદલે તેમાં વધારો થયો છે .
ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં TRAI એ વ્યાપારી સંચાર માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકી હતી . તેના હેઠળ 1400નંબર સિરીઝ ટેલીમાર્કેટિંગ કોલ્સ માટે અને 1600 નંબર સિરીઝ સર્વિસ તેમજ ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ્સ માટે નક્કી કરવામાં આવી હતી . બાદમાં તમામ સંબંધિત સંસ્થાઓ માટે આ નંબર સિરીઝનો ઉપયોગ ફરજિયાત બનાવાયો હતો . TRAIનું માનવું હતું કે આ વ્યવસ્થાથી ગ્રાહકોને સાચા બિઝનેસ કોલ્સ ઓળખવામાં સરળતા રહેશે અને સ્પામ તથા સ્કેમ કોલ્સ સામે રક્ષણ મળશે .
પરંતુ Truecallerનો દાવો છે કે આ નીતિના વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે . કંપનીના જણાવ્યા અનુસાર , છેલ્લા આઠ મહિનામાં તેના યુઝર્સે 1400 સિરીઝમાંથી આવેલી અંદાજે 81 ટકા અને 1600 સિરીઝમાંથી આવેલી લગભગ 79 ટકા કોલ્સને નકારે છે . એટલું જ નહીં , આ સમયગાળા દરમિયાન યુઝર્સે બંને સિરીઝમાંથી આવેલી 7.4 કરોડ કોલ્સને મેન્યુઅલી બ્લોક કરી છે . કંપનીનું કહેવું છે કે ઓક્ટોબર 2025 બાદ 1600 સિરીઝના નંબરને દરરોજ બ્લોક કરવાની સંખ્યામાં ત્રણ ગણાથી વધુ વધારો નોંધાયો છે .
જાહેરાત
જાહેરાત
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999