TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી

TRAI WhatsApp સ્પામ કોલ્સની ફરિયાદ માટે નવા સિસ્ટમ પર કામ કરી રહ્યું છે .

TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી

Photo Credit: Pixabay

TRAI WhatsApp સ્પામ કોલ્સની ફરિયાદ માટે નવા સિસ્ટમ પર કામ કરી રહ્યું છે .

હાઇલાઇટ્સ
  • સ્પામ કોલ્સ અને અનિચ્છનીય મેસેજથી ઘણા લોકો પરેશાન
  • સ્પામ ફરિયાદો સીધી ટેલિકોમ કંપનીઓ અને TRAI સુધી પહોંચી શકશે
  • ટેલિકોમ કંપનીઓ ટેલિમાર્કેટર્સની નોંધણી અને કોમર્શિયલ મેસેજિંગ પર નજર
જાહેરાત

મોબાઈલ પર આવતા સ્પામ કોલ્સ અને અનિચ્છનીય મેસેજથી ઘણા લોકો પરેશાન રહે છે . હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટર TRAI નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે . જો આ યોજના અમલમાં આવશે તો WhatsApp અને Google Phone Dialer પરથી કરવામાં આવેલી સ્પામ ફરિયાદો સીધી ટેલિકોમ કંપનીઓ અને TRAI સુધી પહોંચી શકશે . તેના કારણે સ્પામ કરનારા નંબર સામે વધુ ઝડપથી કાર્યવાહી થઈ શકશે .

એક રિપોર્ટ અનુસાર , TRAI આ મુદ્દે Meta અને Google સાથે સતત ચર્ચા કરી રહ્યું છે . યોજના એવી છે કે WhatsApp અથવા Googleના ઇનબિલ્ટ ફોન ડાયલર પર કોઈ યુઝર સ્પામ કોલ અથવા મેસેજની ફરિયાદ કરે , તો તેની માહિતી સીધી ટેલિકોમ કંપનીઓના Distributed Ledger Technology ( DLT ) પ્લેટફોર્મ અને TRAIના Do Not Disturb ( DND ) પોર્ટલ સુધી પહોંચે .

હાલમાં DLT પ્લેટફોર્મનો ઉપયોગ ટેલિકોમ કંપનીઓ ટેલિમાર્કેટર્સની નોંધણી અને કોમર્શિયલ મેસેજિંગ  પર નજર રાખવા માટે કરે છે . બીજી તરફ DND પોર્ટલ પર યુઝર્સ અણગમતા પ્રમોશનલ કોલ્સ અને મેસેજની ફરિયાદ નોધાવી  શકે છે . જો WhatsApp અને Google Dialer પરથી મળતી ફરિયાદો પણ આ સિસ્ટમ સાથે જોડાશે , તો વારંવાર સ્પામ કરતા નંબરને ઓળખવાનું વધુ સરળ બનશે .

રિપોર્ટમાં જણાવ્યું છે કે TRAI ખાસ કરીને WhatsApp પર મળતી સ્પામ ફરિયાદોની માહિતી પણ ટેલિકોમ કંપનીઓ સુધી પહોંચાડવા માંગે છે . આથી સ્પામ મેસેજ અને કોલ્સ મોકલતા લોકો અથવા સંસ્થાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી થઈ શકશે . જોકે , આ મામલે Meta અને Google સાથે ચર્ચા હજુ ચાલુ છે બંને કંપનીઓએ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી .

જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે , તો યુઝર્સને અલગ - અલગ પ્લેટફોર્મ પર જઈને ફરિયાદ કરવાની જરૂર ઓછી રહેશે . એક જ જગ્યાએ કરેલી ફરિયાદ સંબંધિત એજન્સીઓ સુધી ઝડપથી પહોંચશે . પરિણામે સ્પામ કોલ્સ અને મેસેજ મોકલતા નંબર સામે વહેલી તકે પગલાં લેવામાં મદદ મળશે અને મોબાઈલ યુઝર્સને વધુ સુરક્ષિત અનુભવ મળી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Honor X7e Plus 5Gમાં 120Hz ડિસ્પ્લે , AI ફીચર્સ અને IP69 રેટિંગ જાણો કિંમત
  2. Google Pixel 11a લોન્ચ પહેલા વિગતો સામે આવી , જાણો સંભવિત ફીચર્સ
  3. Samsung Galaxy S25 FE 5G ખરીદવાનો સારો મોકો , બેંક ઓફર સાથે મળશે વધુ બચત
  4. બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સરકાર સોશિયલ મીડિયા નિયમો કડક બનાવી શકે
  5. TRAIની નવી યોજના , સ્પામ કોલ અને મેસેજ સામે કર્યવાહી થશે વધુ ઝડપી
  6. Asus Pad T3201 માં Dimensity 8300 ચિપ અને 9,000mAh બેટરી , લોન્ચ તારીખ જાહેર
  7. ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે Samsungના નવા પ્રીમિયમ સ્પીકર ભારતમાં આવ્યા
  8. રિયલમીનો મોટો નિર્ણય , ચીનમાંથી બ્રેક લઈને ગ્લોબલ માર્કેટમાં વધારશે હાજરી
  9. Vivo X500 Ultraના કેમેરામાં મોટા અપગ્રેડની શક્યતા , નવા લીકમાં થયો ખુલાસો
  10. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »