ઓનલાઈન ફ્રોડની આશંકા વચ્ચે યુઝરનેમ આધારિત ચેટિંગ ફીચર અંગે સરકાર સખત , Meta સહિત અનેક પ્લેટફોર્મ્સ પાસેથી માંગ્યો જવાબ

સરકારને શંકા છે કે યુઝરનેમનો ઉપયોગ, છેતરપિંડી કરનારાઓ માટે યુઝર્સનો સંપર્ક કરવો સરળ બનાવશે

ઓનલાઈન ફ્રોડની આશંકા વચ્ચે યુઝરનેમ આધારિત ચેટિંગ ફીચર અંગે સરકાર સખત , Meta સહિત અનેક પ્લેટફોર્મ્સ પાસેથી માંગ્યો જવાબ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મને યુઝરનેમ સુવિધા અંગે નોટિસ જાહેર કરવામાં આવી છે .

હાઇલાઇટ્સ
  • Telegram અને Signal ને નોટિસ મોકલીને અનેક મહત્વના સવાલો પૂછ્યા
  • ઓનલાઈન છેતરપિંડી અને નકલી ઓળખનો વધતો ખતરો
  • અજાણી ઓળખથી સંપર્ક કરવો સરળ બનવાથી સાયબર ગુનેગારોને ફાયદો મળી શકે
જાહેરાત

ભારત સરકારે હવે એવા મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર વધુ નજર રાખી રહી છે , જે યુઝર્સને મોબાઈલ નંબરના બદલે યુઝરનેમ દ્રારા વાતચીત કરવાની સુવિધા આપે છે . આ મુદ્દે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે Telegram અને Signal ને નોટિસ મોકલીને અનેક મહત્વના સવાલો પૂછ્યા છે . તાજેતરમાં WhatsApp ના યુઝરનેમ ફીચરને લઈને પણ સરકારે સાવચેતી ભર્યા પ્રતિસાદ અપનાવ્યો હતો .

મીડિયા અહેવાલો મુજબ , સરકારે  Telegram અને Signalને પૂછ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ યુઝરનેમ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે તેઓ ક્યા સુરક્ષા ઉપાયો અમલમાં મૂકી રહ્યા છે . ખાસ કરીને Telegram પાસે સરકારે સ્પષ્ટતા માંગી છે કે યુઝરનેમ આધારિત ફીચરને ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવે .

આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી અને નકલી ઓળખનો વધતો ખતરો છે . થોડા જ સમય પહેલા  NEET પરીક્ષાના પ્રશ્નપત્ર લીક મામલે Telegram નું નામ સામે આવ્યા બાદ સરકારે પરીક્ષા પહેલા થોડા સમય માટે તેના પર પ્રતિબંધ પણ મોક્યો હતો . આ ઘટનાએ આવા પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા .

આ અઠવાડિયાની શરૂઆતમાં સરકારે WhatsApp ની માલિકી ધરાવતી Meta એ પણ યુઝરનેમ ફીચર અંગે નોટિસ આપી  હતી . સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે જો મોબાઈલ નંબર જાહેર કર્યા વગર માત્ર યુઝરનેમથી સંપર્ક કરવાની સુવિધા મળશે , તો ઓનલાઈન ફ્રોડ , ડિજિટલ અરેસ્ટ જેવી  છેતરપિંડી અને નકલી ઓળખના બનાવોમાં વધારો થઈ શકે છે . જ્યાં સુધી ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફીચર લોન્ચ ન કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે .

સરકારનું માનવું છે કે અજાણી ઓળખથી સંપર્ક કરવો સરળ બનવાથી સાયબર ગુનેગારોને ફાયદો મળી શકે છે અને તપાસ એજન્સીઓ માટે આરોપીઓ સુધી પહોંચવું વધુ મુશ્કેલ બની શકે છે . બીજી તરફ WhatsAppનું કહેવું છે કે યુઝરનેમ ફીચર સાથે પણ સ્કેમ અને નકલી એકાઉન્ટ સામે અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે . ભારત WhatsApp માટે સૌથી મોટું બજાર છે જ્યાં 50 કરોડથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »