Meta AI Bug : હેકર્સે Instagram એકાઉન્ટ્સ પર કર્યો કબજો , હજારો યુઝર્સ થયા પ્રભાવિત

મેટાએ ખાતરી કરી છે કે હેકર્સે તેના Instagram એકાઉન્ટ રિકવરી સિસ્ટમનો ઉપયોગ કરી 20,000 થી વધુ એકાઉન્ટ્સ સાથે છેડછાડ કરી હતી જોકે હવે આ સુરક્ષિત છે

Meta AI Bug : હેકર્સે  Instagram  એકાઉન્ટ્સ પર કર્યો કબજો , હજારો યુઝર્સ થયા પ્રભાવિત

Photo Credit: Pexels/ Solen Feyissa

મેટાની AI રિકવરી સિસ્ટમમાં ખામીને કારણે હજારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે .

હાઇલાઇટ્સ
  • વિશ્વભરમાં 20,000થી વધુ Instagram એકાઉન્ટ્સ પ્રભાવિત થયા
  • ખામી સામે આવ્યા પછી મેટાએ HTS સિસ્ટમને તાત્કાલિક બંધ
  • મેટાની AI રિકવરી સિસ્ટમમાં ખામીને કારણે હજારો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ
જાહેરાત

મેટાએ જણાવ્યું છે કે તેની AI આધારિત એકાઉન્ટ રિકવરી સિસ્ટમમાં રહેલી એક ખામીને કારણે 20,000થી વધુ Instagram એકાઉન્ટ્સ હેક થયા હતા . આ ખામી હાઈ - ટચ સપોર્ટ ( HTS ) નામની ટૂલમાં હતી , જે લોક થયેલા એકાઉન્ટ્સને ફરીથી શરૂ કરવામાં મદદ કરે છે . હેકર્સે આ ખામીનો ફાયદો ઉઠાવી કેટલાક યુઝર્સના પાસવર્ડ રીસેટ કર્યા અને તેમના એકાઉન્ટ્સમાં પ્રવેશ મેળવી લીધો . ખાસ કરીને એવા એકાઉન્ટ્સ વધુ જોખમમાં હતા , જેમાં ટુ - ફેક્ટર ઓથેન્ટિકેશન ( 2FA ) ચાલુ નહોતું .

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણા Instagram યુઝર્સ તેમના એકાઉન્ટ્સમાંથી અચાનક બહાર થઈ જવાની ફરિયાદ કરી રહ્યા હતા . ત્યારબાદ મેટાએ તપાસ શરૂ કરી . કંપનીને 31 મેં , 2026ના રોજ આ ખામી વિશે જાણ થઈ હતી . તપાસમાં જાણવા મળ્યું કે હેકર્સ AI આધારિત સપોર્ટ સિસ્ટમને છેતરીને  એકાઉન્ટ્સના પાસવર્ડ બદલી રહ્યા હતા .

અહેવાલો અનુસાર , HTS સિસ્ટમ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા ઈમેઈલ ચકાસણી કરી શક્તિ નહોતી . હેકર્સ AI બોટને સમજાવવામાં સફળ રહ્યા કે તેમનું ઈમેઈલ સરનામું જ એકાઉન્ટના માલિકનું સાચું ઈમેઈલ છે . ત્યારબાદ તેઓ પાસવર્ડ રીસેટ લિંક મેળવી લેતા અને એકાઉન્ટ્સ પર કબજો કરી લેતા .

મેટાના જણાવ્યા અનુસાર , આ પ્રકારનો પહેલો સફળ હુમલો એપ્રિલ 2026માં થયો હતો . ત્યારથી વિશ્વભરમાં 20,000થી વધુ Instagram એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે . કેટલાક જાણીતા અને મોટા એકાઉન્ટ્સ પણ આ ઘટનાનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે .

કંપનીએ કહ્યું છે કે હેકર્સે કઈ માહિતી જોઈ અથવા ચોરી તે સ્પષ્ટ નથી . પરંતુ ઈમેઈલ સરનામાં , ફોન નંબર , જન્મ તારીખ , ફોટા , વિડીયો , સ્ટોરીઝ , ડાયરેક્ટ મેસેજ અને અન્ય વ્યક્તિગત માહિતી જોખમમાં આવી હોઈ શકે છે .

ખામી સામે આવ્યા પછી મેટાએ HTS સિસ્ટમને તાત્કાલિક બંધ કરી દીધી છે . કંપનીએ બધા પાસવર્ડ રીસેટ લિંક્સ રદ કરી છે અને અસરગ્રસ્ત યુઝર્સ માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે . મેટાનું કહેવું છે કે સુરક્ષા વધુ મજબૂત બનાવ્યા પછી જ આ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »