WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત

ગયા મહિને WhatsApp એ Username Reservationની સુવિધા શરૂ કરી હતી

WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત

Photo Credit: WhatsApp

WhatsApp ગોપનીયતા માટે યુઝરનેમની સુવિધા આપે છે

હાઇલાઇટ્સ
  • ગયા મહિને WhatsApp એ Username Reservationની સુવિધા શરૂ કરી હતી
  • Android અને iOSના Stable તેમજ Beta વર્ઝનમાં કેટલાક યુઝર્સ માટે Username
  • WhatsApp ભવિષ્યમાં " Username Key " નામનું ફીચર પણ આપી શકે
જાહેરાત

WhatsApp  તેના નવા Username ફીચરને ધીમે - ધીમે વધુ યુઝર્સ સુધી પહોંચાડી રહ્યું છે . આ ફીચરની મદદથી કેટલાક યુઝર્સ હવે પોતાનો ફોન નંબર આપ્યા વગર નવા લોકો સાથે ચેટ શરૂ કરી શકશે . હાલ આ સુવિધા મર્યાદિત Android અને iPhone યુઝર્સ માટે ઉપલબ્ધ છે . જોકે , WhatsApp એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગ કરવા માટે ફોન નંબર હજુ પણ જરૂરી રહેશે .

WABetaInfoના અહેવાલ મુજબ , WhatsAppએ Android અને iOSના Stable તેમજ Beta વર્ઝનમાં કેટલાક યુઝર્સ માટે Username ફીચર ચાલુ કર્યું છે . જેમના એકાઉન્ટમાં આ ફીચર ઉપલબ્ધ બન્યું છે , તેમને Chats ટેબમાં એક બેનર દેખાશે . કંપની આવતા અઠવાડિયામાં આ ફીચર વધુ યુઝર્સ સુધી સ્ટેપ બાય સ્ટેપ પહોંચાડશે . કેટલાક રિઝર્વ કરાયેલા Username વર્ષના અંત સુધી સક્રિય થઈ શકે છે .

ગયા મહિને WhatsApp એ Username Reservationની સુવિધા શરૂ કરી હતી . જે યુઝર્સે પોતાનું WhatsApp એકાઉન્ટ Accounts Center સાથે જોડ્યું હતું , તેઓ Facebook અને Instagram પર જે Username વાપરે છે તે જ અહીં પણ વાપરી એટલે કે તેને રિઝર્વ કરી શકે છે . અન્ય યુઝર્સ WhatsApp માટે અલગ Username બનાવી શકે છે .

Username ચાલુ થયા પછી તેને Settingsના Profile વિભાગમાંથી બદલી અથવા દૂર કરી શકાય છે . જો કોઈ યુઝર પોતાનો Username ડિલીટ કરે તો હાલની ચેટમાં ફરીથી તેનો ફોન નંબર દેખાવા લાગશે .

જો કોઈ યુઝર પોતાનો Username બનાવે અથવા તેમાં ફેરફાર કરે , તો તેના હાલના કોન્ટેક્ટ્સને તેની માહિતી આપવામાં આવશે . WhatsApp અલગથી Notification મોકલશે નહીં , પરંતુ ચેટમાં System Message દ્રારા આ બદલાવની જાણ કરશે . ગ્રુપના Member Changes વિભાગમાં પણ આ માહિતી જોવા મળશે .

Username ફીચર ફોન નંબરનો વિકલ્પ નથી . જે લોકો પાસે પહેલેથી તમારો નંબર હશે તેઓને નંબર જ દેખાશે , જયારે નવા લોકો માત્ર તમારો Username જોઈ શકશે . જોકે , WhatsApp એકાઉન્ટ ચલાવવા માટે ફોન નંબર ફરજિયાત રહેશે .

પ્રાઈવસી વધુ મજબૂત બનાવવા માટે WhatsApp ભવિષ્યમાં " Username Key " નામનું ફીચર પણ આપી શકે છે . નવા વ્યક્તિ પહેલી વખત વાતચીત શરૂ કરવા માટે Username સાથે આ Key પણ દાખલ કરવી પડશે . જો બંને વચ્ચે પહેલા ચેટ થઈ હોય , એક જ ગ્રુપમાં હોય , ફોન નંબર સેવ હોય અથવા QR Code દ્રારા સંપર્ક થયો હોય તો Keyની જરૂર નહીં પડે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »