Apple નું મોટું અપડેટ ! iOS 27 સાથે iPhone રિકવરી બનશે વધુ સરળ

કંપનીના નવા સોફ્ટવેર અપડેટમાં નવી સુવિધાઓ લાવવાની તૈયારીમાં છે

Apple નું મોટું અપડેટ ! iOS 27 સાથે iPhone રિકવરી બનશે વધુ સરળ

Photo Credit: Apple

એપલ iOS 27 માં સૌથી ખાસ સુવિધા ' રિકવરી આસિસ્ટન્ટ ' હશે

હાઇલાઇટ્સ
  • એપલે તાજેતરમાં iOS 27 રજૂ કર્યું
  • iOS 27 ના પહેલા ડેવલપર બીટા વર્ઝનમાં આ નવી રિકવરી સુવિધા ઉપલબ્ધ થશે
  • તમામ ટૂલ્સની મદદથી યુઝર્સ Mac અથવા PC વગર પણ પોતાના iPhoneની સમસ્યાઓને સ
જાહેરાત

એપલે તાજેતરમાં  iOS 27 રજૂ કર્યું છે , જેમાં iPhone યુઝર્સ માટે ઘણી નવી અને ઉપયોગી સુવિધાઓ એડ કરવામાં આવી છે . આ અપડેટની સૌથી ખાસ વાત નવી રિકવરી સિસ્ટમ છે , જે iPhone માં આવતી સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓને શોધીને તેને સરળતાથી ઠીક કરવામાં મદદ કરશે . આ સુવિધા ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી બનશે , જેમણે ફોનમાં કોઈ સમસ્યા આવે ત્યારે ટેક્નિકલ મદદની જરૂર પડતી હોય છે .

રિપોર્ટ અનુસાર , iOS 27 ના પહેલા ડેવલપર બીટા વર્ઝનમાં આ નવી રિકવરી સુવિધા ઉપલબ્ધ થશે . જાણીતા ટિપસ્ટર એરોન પેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે . તેમના જણાવ્યા અનુસાર , હવે iPhone ને રિકવર કરવું પહેલા કરતા વધુ સરળ બનશે .

જો iPhoneમાં કોઈ સમસ્યા આવે , તો ફોન ચાલુ કરતી વખતે યુઝર્સએ પાવર બટન દબાવી રાખવાનું રહેશે , ત્યારબાદ એક નવું રિકવરી મેનુ ખુલશે , જેમાં 

  • Recovery Assistant
  • Software Update
  • Diagnostics Mode
  • Erase All Content and Setting 
  • Recovery Mode via Mac

જેવા વિકલ્પો મળશે .

આ તમામ ટૂલ્સની મદદથી યુઝર્સ Mac અથવા PC વગર પણ પોતાના iPhoneની સમસ્યાઓને સોલ્વ કરી શકશે . ખાસ કરીને Recovery Assistant નામની સુવિધા આપમેળે સમસ્યાઓ ઓળખીને તેને ઠીક કરવાનો પ્રયાસ કરશે . જયારે Software Update વિકલ્પ દ્રારા નવા iOS અપડેટ સીધું ફોનમાં ઇન્સ્ટોલ કરી શકાશે . Diagnostics Mode એપલ સ્પોર્ટને તપાસ કરવામાં મદદ કરશે કે સમસ્યા સોફ્ટવેરમાં છે કે હાર્ડવેરમાં .

રિકવરી મોડ શરૂ કરવા માટે સૌથી પહેલા iPhone બંધ કરવો પડશે . ત્યારબાદ સાઈડ બટન દબાવી રાખવાથી Apple લોગો દેખાશે અને થોડા સમય પછી પ્રોગ્રેસ બાર આવશે . બટન દબાવી રાખતાં રિકવરી મોડ સક્રિય થશે અને યુઝર્સને વિવિધ રિકવરી વિકલ્પો જોવા મળશે .

હાલમાં આ સુવિધાઓ સત્તાવાર રીતે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી . તે iOS 27 ડેવલપર બીટા સાથે ધીમે ધીમે રજૂ કરવામાં આવી રહી છે . સ્થિર વર્ઝન આવ્યા પછી તમામ iPhone યુઝર્સ આ નવી સુવિધાઓનો લાભ લઈ શકશે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »