WWDC 2026: iOS 27માં AIનો ધમાકો , જાણો નવી Siri , Genmoji અને 10 મોટી સુવિધાઓ

કંપનીએ ખાસ Siri AI , ઓન - ડિવાઇસ એપલ ઇન્ટેલિજન્સ અને કેમેરા અપડેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .

WWDC 2026: iOS 27માં AIનો ધમાકો , જાણો  નવી Siri , Genmoji અને 10 મોટી સુવિધાઓ

Photo Credit: Apple

iOS 27 એપલ દ્રારા WWDC 2026 માં રજૂ કરવામાં આવ્યું હતું .

હાઇલાઇટ્સ
  • એપલે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 27 રજૂ કરી
  • iOS 27 પહેલાના વર્ઝનની સરખામણીએ વધુ ઝડપી
  • iOS 27 સાથે Apple એ Siriને વધુ સ્માર્ટ અને ઉપયોગી બનાવી છે
જાહેરાત

WWDC 2026 દરમિયાન એપલે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 27 રજૂ કરી છે . કંપનીના જણાવ્યા અનુસાર , આ અપડેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે . નવી Siri , Apple Intelligence અને કેમેરા સંબંધિત અનેક સ્માર્ટ સુવિધાઓ iOS 27નો મુખ્ય ભાગ છે . આ અપડેટ સપ્ટેમ્બરથી iPhone 11 અને ત્યારબાદના મોડલ્સ માટે ઉપલબ્ધ થવાની સંભાવના છે . કંપનીએ Genmoji અને Image Playgrount  જેવી નવી AI સુવિધાઓ પણ રજૂ કરી છે .  iOS 27 Appleના અત્યાર સુધીના સૌથી AI ફોક્સ અપડેટ્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે .

iOS 27 સાથે Apple એ Siriને વધુ સ્માર્ટ અને ઉપયોગી બનાવી છે . હવે Siri એક અલગ એપ તરીકે કામ કરશે અને યુઝર્સ સાથે વધુ કુદરતી રીતે વાતચીત કરી શકશે . તે વાતચીતનો વિષય યાદ રાખી શકશે તેમજ સ્ક્રીન પર દેખાતી માહિતી અને કેમેરા દ્રારા જોવાતી વસ્તુઓને સમજી શકશે . ઉદાહરણ તરીકે , તે ખાવાની વસ્તુઓના લેબલ સ્કેન કરીને કેલરીની માહિતી આપી શકશે અથવા બિઝનેસ કાર્ડમાંથી સંપર્ક વિગતો સેવ કરી શકશે .

કંપનીએ Genmoji અને Image Playgrount  જેવી નવી AI સુવિધાઓ પણ રજૂ કરી છે . તેની મદદથી યુઝર્સ માત્ર ટેક્સ્ટ લખીને કસ્ટમ લખીને ઈમોજી અને નવી ઈમેજો બનાવી શકશે . Appleએ Liquid Glass ડિઝાઈનમાં પણ સુધારો કર્યો છે , જે વધુ આકર્ષક અને કસ્ટમાઈઝ કરી શકાય તેવી બનાવવામાં આવી  છે .

Apple નો દાવો છે કે iOS 27 પહેલાના વર્ઝનની સરખામણીએ વધુ ઝડપી છે . ફોટોઝ વધુ ઝડપથી લોડ થશે અને AirDrop દ્રારા ફાઈલ ટ્રાન્સફર પણ ઝડપી બનશે . Safari બ્રાઉઝરમાં Apple Intelligenceનું વધુ  સારી રીતે જોડવામાં આવ્યા છે . જે ટેબ મેનેજમેન્ટ અને અપડેટ્સને સરળ બનાવશે .

ફોટોગ્રાફી પસંદ કરનારાઓ માટે કેમેરા અને ફોટોઝ એપમાં Extend , Enhance અને Reframe જેવી AI આધારિત એડિટિંગ સુવિધાઓ ઉમેરવામાં આવી છે . આ ઉપરાંત કંપનીએ  બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને Parental Controls અને Screen Time ફીચર્સને વધુ મજબૂત બનાવ્યા છે .

આ ઉપરાંત , Wallet એપમાં Create આ Pass નામનું નવું ટૂલ એડ કરવામાં આવ્યું છે , જે ટિકિટો અને કાર્ડ્સની ડિજિટલ નકલ બનાવવામાં મદદ કરશે . iOS 27 માં વિડીયો માટે આપમેળે સબટાઈટલ્સ જનરેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે . કુલ મળીને , iOS 27 Appleના અત્યાર સુધીના સૌથી AI ફોક્સ અપડેટ્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ડયુઅલ રિયર કેમેરા અને બે કલર વિકલ્પો સાથે 31 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે OnePlus N6x
  2. Moto Pad 70 ની લોન્ચ તારીખ જાહેર , Dimensity 6400 ચિપસેટ અને Moto Pen સાથે આવશે
  3. Honda QC3 આવ્યું નવા અવતારમાં 3kWh બેટરી અને TFT ડિસ્પ્લે સાથે કરશે એન્ટ્રી
  4. Vivo S2 ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે , જાણો સંભવિત કિંમત અને ફીચર્સ
  5. જેક ડોર્સીના Bitchat એપ સામે કાર્યવાહી , GitHubને રિપોઝિટરી દૂર કરવા સરકારની સૂચના
  6. ભારતમાં Ray - Ban Meta Smart Glasses રૂપિયા 29,900ની શરૂઆતની કિંમતે , આવ્યા ફરી ચર્ચામાં
  7. 200 મેગાપિક્સલવાળો Vivo X300 Pro મેળવો 10,000 રૂપિયા સુધીની છૂટ સાથે
  8. ભારતમાં Flipkartની ફૂડ ડિલિવરી સર્વિસની એન્ટ્રી , આગામી અઠવાડિયામાં થશે શરૂઆત
  9. બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ બ્લોક , સરકારે સંસદમાં આપી માહિતી
  10. Android 17નું નવું માઈગ્રેશન ફીચર , હવે iPhoneમાંથી Androidમાં વાયરલેસ રીતે ટ્રાન્સફર થશે ડેટા
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »