Apple Intelligence ટુલ્સથી ફોટો એડિટિંગ બનશે વધુ સ્માર્ટ અને સરળ 

iOS 27, iPadOS 27 અને MacOS 27 અપડેટ્સ ક્લીન અપ ટૂલ્સનું અપગ્રેડેડ વર્ઝન  પણ લાવી શકે છે 

Apple Intelligence ટુલ્સથી ફોટો એડિટિંગ બનશે વધુ સ્માર્ટ અને સરળ 

Photo Credit: Gadgets 360

iOS 26 એ iPhone માટે નવી Apple Intelligence સુવિધાઓ લાવી 

હાઇલાઇટ્સ
  • iPhone , iPad અને Macમાં ફોટો એડિટિંગ અનુભવને વધુ સ્માર્ટ અને સરળ
  • Apple Intelligence નામનું એક ખાસ મેનુ
  • સામાન્ય auto - enhance કરતાં આ વધુ સારો પરિણામ આપશે
જાહેરાત

એવું કહેવાય છે કે Apple હવે તેના iPhone , iPad અને Mac માં ફોટો એડિટિંગ અનુભવને વધુ સ્માર્ટ અને સરળ બનાવવા માટે મોટા બદલાવ લાવવાની  તૈયારી  કરી રહ્યું છે . કંપની AI નો ઉપયોગ કરીને નવી સુવિધાઓ લાવી રહી છે , જેથી યુઝર્સને થોડા સમયમાં જ પ્રોફેશનલ લેવલના ફોટો એડિટ્સ મળી શકે  . આ નવા ટુલ્સ iOS 27 , iPadOS 27 અને MacOS 27 સાથે આવવાની શક્યતા છે . આ તમામ અપડેટ્સનું પ્રિવ્યૂ WWDC 2026 માં જોવા મળી શકે છે .

Apple Intelligence :

નવી Photos એપમાં " Apple Intelligence " નામનું એક ખાસ મેનુ એડ કરવામાં આવશે , જેમાં ત્રણ મુખ્ય AI ટૂલ્સ હશે . Extend , Enhance અને Reframe  . આ ત્રણેય ટૂલ્સ યુઝર્સને સરળ રીતે અને ઝડપી રીતે ફોટો એડિટ કરવાની સુવિધા આપશે .

Extend :

Extend ફીચરનો ઉપયોગ કરીને યુઝર ફોટોને વધારી શકે છે . જો ફોટામાં કોઈ ભાગ કટ થઈ ગયો હોય , તો AI નવા વિઝ્યુઅલ્સ જનરેટ કરીને ફોટાને પૂરું બનાવશે  . ઉદાહરણ તરીકે , જો બેકગ્રાઉન્ડ અધૂરું હોય તો તે આપમેળે તેને પૂર્ણ કરી દેશે .

Enhance :

Enhance ફીચર ફોટોને વધુ સુંદર બનાવવામાં મદદ કરશે . આ ટૂલ લાઇટિંગ , કલર બેલેન્સ અને ક્લેરિટી આપમેળે સુધારીને ફોટોને વધુ સ્પષ્ટ અને આકર્ષક  બનાવશે   . સામાન્ય auto - enhance કરતાં આ વધુ સારો પરિણામ આપશે એવી આશા છે .

Reframe :

Reframe ફીચર ખાસ કરીને ડેપ્થવાળા ફોટા માટે ઉપયોગી રહેશે . આથી યુઝર ફોટો માટે ઉપયોગી રહેશે . આથી યુઝર ફોટો લીધા પછી પણ તેનો એંગલ કે ફ્રેમ બદલી શકશે  , જેથી ફોટો વધુ પ્રોફેશનલ અને બેલેન્સ્ડ દેખાય .

આ સિવાય , Apple હાલના Clean Up ટૂલને પણ વધુ અપગ્રેડ કરી રહ્યું છે . જેથી ફોટોમાંથી અણગમતી વસ્તુઓ સરળતાથી દૂર કરી શકાય . હાલમાં આ ફીચર્સ  ટેસ્ટિંગ સ્ટેજમાં છે અને હજુ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી . ખાસ કરીને Extend અને Reframe ટૂલ્સમાં ક્યારેક સચોટ પરિણામ મળતા નથી . તેથી શક્ય છે કે  Apple આ સુવિધાઓ લોન્ચ કરવામાં થોડો મોડો કરે અથવા તેમાં સુધારા કર્યા પછી જ જાહેર કરે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  2. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  3. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
  4. Flipkart પર iPhone 16 સસ્તો થયો , બેંક અને એક્સચેન્જ ઓફરથી વધુ ફાયદો
  5. Redmi K100 Proમાં 200MP કેમેરા અને Snapdragon 8 Elite Gen 5 મળી શકે
  6. Realme C100xના ફીચર્સ આવ્યા સામે , 45W ફાસ્ટ ચાર્જિંગ અને 50MP કેમેરા સાથે આવશે ફોન
  7. 22 જુલાઈએ લોન્ચ થશે Samsung Galaxy Z Fold 8 , જાણો અપેક્ષિત કિંમત , ફીચર્સ અને સ્પેસિફિકેશન
  8. iQOO 16ના સ્પેક્સ લીક , પેરિસ્કોપ કેમેરા અને બેટરી સાથે આવી શકે છે સ્માર્ટફોન
  9. Samsung Galaxy A56 5G ની કિંમતમાં મોટો ઘટાડો , જાણો નવી ઓફર અને ફીચર્સ
  10. Android 17 આધારિત Samsung One UI 9 માં મળશે નવા AI અને UI ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »