આ નવો સ્માર્ટફોન 3 જુલાઈએ રોજ લોન્ચ થશે .
iQOO Z11x ભારતમાં આ વર્ષના માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યું હતું .
ચીની સ્માર્ટફોન કંપની iQOO ટૂંક સમયમાં પોતાનો નવો સ્માર્ટફોન iQOO Z11i લોન્ચ કરવા જઈ રહી છે . કંપનીએ આ ફોનની પ્રથમ ઝલક જાહેર કરી છે અને તેની લોન્ચ તારીખ પણ જાહેર કરી છે . iQOO Z11i ને 3 જુલાઈએ ચીનમાં લોન્ચ કરવામાં આવશે . આ ફોન iQOO Z11 સિરીઝનો ચોથો સ્માર્ટફોન હશે . આ પહેલા કંપની Z11, Z11x અને Z11 Turbo જેવા મોડલ રજૂ કરી ચુકી છે .
કંપનીએ ચીનમાં iQOO Z11i માટે પ્રી - રિઝર્વેશન શરૂ કરી દીધું છે . ખાસ ઓફર તરીકે , જે ગ્રાહકો ફોનનું પ્રી - ઓર્ડર કરશે તેમને iQOO TWS 5i વાયરલેસ ઈયરબડ્સ મફતમાં આપવામાં આવશે . આ ફોન ડેઝર્ટ ગોલ્ડ , કિંગફેંગ ગ્રીન અને ઇન્ક શેડો એમ ત્રણ આકર્ષક કલરમાં ઉપલબ્ધ રહેશે .
ડિઝાઈનની વાત કરીએ તો ફોનમાં પાછળની બાજુએ લંબચોરસ આકારનું કેમેરા મોડયુલ આપવામાં આવ્યું છે , જેમાં ડયુઅલ રિયર કેમેરા સેટઅપ હશે . લીક થયેલી માહિતી મુજબ , તેમાં 13 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા મળી શકે છે , જયારે સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે .
રિપોર્ટસ અનુસાર iQOO Z11i હકીકતમાં Vivo Y60 નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે , જે આ વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો . ફોનમાં 6.72 ઇંચની HD + LCD ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ મળવાની શક્યતા છે . પ્રોસેસિંગ માટે તેમાં Qualcomm Snapdragon 4 Gen 2 ચિપસેટ આપવામાં આવી શકે છે . સુરક્ષા માટે સાઈડ - માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મળી શકે છે .
પાવર બેકઅપ માટે ફોનમાં 6,500mAh બેટરી આપવામાં આવી શકે છે , જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે
iQOO એ તાજેતરમાં iQOO Z11 x 5G પણ રજૂ કર્યો હતો . આ ફોનમાં 120Hz ડિસ્પ્લે , Media Tek Dimensity 7400 Turbo પ્રોસેસર , 50 મેગાપિક્સલ ડયુઅલ રિયર કેમેરા , 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા તેમજ 7,200mAh બેટરી સાથે 44W ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે .
જાહેરાત
જાહેરાત
Garmin Forerunner 70, Forerunner 170, Forerunner 170 Music Launched in India With 1.2-Inch Display, Up to 13 Days Battery Life