iQOO 15 ને મળ્યો ત્રીજો કલર વિકલ્પ 'Apex' શેડ સાથે વધુ સ્ટાઈલિશ

iQOO 15 Apex કલર ભારતમાં Amazon દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ થશે

iQOO 15 ને મળ્યો ત્રીજો કલર વિકલ્પ  'Apex'  શેડ સાથે વધુ સ્ટાઈલિશ

Photo Credit: iQOO

iQOO 15 માં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે

હાઇલાઇટ્સ
  • iQOO 15 ની Apex કલર 1 એપ્રિલ બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ
  • ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon દ્રારા વેચાણ માટે ઉપલબ્ધ
  • Adreno GPU પણ મળે
જાહેરાત

ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં લોન્ચ થયેલો iQOO 15 હવે નવા કલર વિકલ્પ સાથે વધુ આકર્ષક બની રહ્યો છે . અત્યાર સુધી આ ફોન દેશમાં આલ્ફા બ્લેક અને લેજેન્ડ કલરમાં ઉપલબ્ધ હતો , પરંતુ હવે કંપનીએ ત્રીજો કલર "Apex " રજૂ કરવાનો નિર્ણય લીધો છે . ચીનમાં પહેલાથી જ આ કલર વિકલ્પ ઉપલબ્ધ છે અને હવે  આ ભારતીય બજારમાં પણ આવી રહ્યું છે . ખાસ વાત એ છે કે નવા કલર સિવાય ફોનની ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સમાં કોઈ પણ ફેરફાર કરવામાં  આવ્યો નથી .

લોન્ચ તારીખ અને ઉપલબ્ધતા :
iQOOએ જાહેરાત કરી છે કે iQOO 15 ની Apex કલર 1 એપ્રિલ બપોરે 12 વાગ્યે ભારતમાં લોન્ચ થશે . આ નવો કલર ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon દ્રારા વેચાણ  માટે ઉપલબ્ધ રહેશે .  આ વેરિઅન્ટ ચીનમાં ઉપલબ્ધ "લિંગયુન" કલરનું રિબ્રાન્ડેડ વર્ઝન  છે .

ડિઝાઇન માં શું ફેરફાર ?
આ નવા  Apex કલરમાં ફોનના બેક પેનલ પર ગ્રે અને લાલ રંગછટા સાથે અનોખી પેટર્ન આપવામાં આવી છે , જે તેને પ્રીમિયમ લુક આપે છે . સાઈડમાં ફ્લેટ મેટલ ફ્રેમ ગ્રે કલરમાં છે , જે લેજેન્ડ વર્ઝન જેવી જ દેખાય છે . કુલ મળીને આ ફોનની ડિઝાઇનમાં ફક્ત કલર બદલાયો છે , બાકીનું બધું પહેલા જેવું જ છે .

કિંમત :
iQOO 15 ભારતમાં રૂપિયા 72,999 ની શરૂઆતની કિંમતે લોન્ચ થયો હતો , જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ મળે છે . વધુ હાઈ એન્ડ વેરિએન્ટ્સમાં 16GB સુધી RAM અને 512GB સુધી સ્ટોરેજ મળે છે .

સ્પેસિફિકેશન્સ અને પરફોર્મન્સ :
પરફોર્મન્સ માટે iQOO 15 માં Qualcomm નો Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવ્યો છે , જે 3nm ટેક્નોલોજી પર આધારિત છે . આ સાથે Adreno GPU પણ મળે છે , જે ગેમિંગ અને હેવી ટાસ્કસ માટે સારો અનુભવ આપે છે .

આ ફોનમાં 6.85 ઈંચનું 2K AMOLED ડિસ્પ્લે છે , જેમાં 144Hz રિફ્રેશ રેટ અને 6000 nits સુધીની પીક બ્રાઇટનેસ મળે છે . કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં ટ્રિપલ રિયર  સેટઅપ છે , જેમાં ત્રણેય 50MP સેન્સર્સ  આપવામાં આવ્યા છે .

બેટરી અને ચાર્જિંગ :
iQOO 15 માં 7,000mAh ની મોટી સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે , જે 100W વાયર્ડ અને 40W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે . કુલ મળીને આ  iQOO 15 નો નવો Apex કલર યુઝર્સને વધુ સ્ટાઈલિશ વિકલ્પ આપે છે , જયારે તેની પાવરફુલ સ્પેક્સ તેને પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન તરીકે મજબૂત બનાવે  છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. નોકરી છોડ્યા બાદ EPFO માં Exit Date અપડેટ કરવી કેમ જરૂરી ? જાણો
  2. મચ્છરજન્ય રોગો સામે ગૂગલનો અનોખો પ્રયોગ , EPA સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત
  3. Huawei Nova 16 Proમાં 100W ફાસ્ટ ચાર્જિંગ , LTPO OLED ડિસ્પ્લે અને AI ફીચર્સ
  4. Facebook , Instagram અને TikTok પર સગીરો માટે કડક નિયમો , મલેશિયામાં ઉંમર ચકાસણી ફરજિયાત
  5. Huawei Nova 16 ચીનમાં રજૂ , Kirin 9010S ચિપસેટ અને 120Hz OLED ડિસ્પ્લેથી સજ્જ
  6. 128GB મેમરી અને 1 પેટાફ્લોપ AI કમ્પ્યુટર સાથે આવ્યું Microsoft Surface Laptop Ultra
  7. રૂપિયા 15,000ની અંદર કયો 5G સ્માર્ટફોન ખરીદવો ? Moto G37 , Oppo A6c અને Samsung Galaxy M17 5G ની સરખામણી
  8. 50MP ટ્રિપલ કેમેરા અને Snapdragon 8s Gen 4 સાથે Nothing Phone 3 થયો સસ્તો
  9. નાના ડાયનેમિક આઇલેન્ડ અને A20 ચિપ સાથે આવી શકે છે iPhone 18 Pro
  10. કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને 5000mAh બેટરી સાથે Vivo Y200 Pro 5G થયો વધુ સસ્તો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »