iQOO 16 માં Qualcomm ના Snapdragon 8 Elite Gen 6 pro + હોવાની શક્યતા છે .
Photo Credit: Gadgets 360
iQOO 16, iQOO 15 કરતાં ઘણા અપગ્રેડ સાથે લોન્ચ થશે .
iQOO 16 હવે સત્તાવાર લોન્ચ તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે . એક નવા અહેવાલ મુજબ આ સ્માર્ટફોન IMEI ડેટાબેઝ પર જોવા મળ્યો છે , જે તેના ટૂંક સમયમાં માર્કેટમાં એન્ટ્રી કરવાની સંભાવના દર્શાવે છે . લિસ્ટિંગમાં હેન્ડસેટને તેના માર્કેટિંગ નામ iQOO 16 દ્રારા ઓળખવામાં આવ્યો છે અને તે ભારત સહિત વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ શકે છે એવી માહિતી સામે આવી છે . આ મોડેલ ગયા વર્ષે રજૂ થયેલા iQOO 15 નો અનુગામી બની શકે છે .
ટેક બ્લોગર પારસ ગુગલાનાની અહેવાલ મુજબ , iQOO 16 મોડેલ નંબર 12601 સાથે IMEI ડેટાબેઝમાં લિસ્ટ થયો છે . આ લિસ્ટિંગમાં Vivo Mobile Communication Company Limited ને ઉત્પાદક તરીકે બતાવવામાં આવી છે . અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફોનના ભારતીય અને વૈશ્વિક વેરિઅન્ટસ હાલમાં ટેસ્ટિંગ પ્રોસેસમાં છે .
કંપનીએ હજુ સુધી લોન્ચ તારીખ જાહેર કરી નથી, પરંતુ રિપોર્ટ પ્રમાણે iQOO 16 પહેલા ચીનમાં રજૂ થઈ શકે છે અને ત્યારબાદ ટૂંક સમયમાં ભારતીય બજારમાં એન્ટ્રી લઈ શકે છે . પહેલાના iQOO નંબર સિરીઝ સ્માર્ટફોન પણ સમાન લોન્ચ પેટર્નને ફોલો કરતા આવ્યા છે .
હાલમાં આ સ્માર્ટફોનની કિંમત અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી . જોકે , અહેવાલો સૂચવે છે કે iQOO 16 ને પ્રીમિયમ ફ્લેગશિપ કેટેગરીમાં રજૂ કરવામાં આવ્યો છે .
લીક્સ અનુસાર , iQOO 16 માં Qualcomm નો નવા Snapdragon 8 Elite Gen 6 Pro+ ચિપસેટ આપવામાં આવી શકે છે . આ પ્રોસેસર AI આધારિત કામ , ગેમિંગ પરફોર્મન્સ અને વધુ સારી પાવર કાર્યક્ષમતા પર ધ્યાન આપશે તેવી શક્યતા છે . સ્માર્ટફોનમાં સેલ્ફ બીલ્ટ પરફોર્મન્સ ચિપ અને એડવાન્સ્ડ કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી શકે છે , જે લાંબા ગેમિંગ સેશન દરમિયાન ફોનને ઠંડો રાખવામાં મદદ કરશે .
કેમેરાની વાત કરીએ તો , iQOO 16 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે , જેમાં પેરિસ્કોપ ટેલિફોટો સેન્સરનો થવાની શક્યતા છે . આથી લાંબા અંતરની ઝૂમ વધુ સારી બની શકે છે . સાથે જ , રિપોર્ટ મુજબ ફોનમાં વિશાળ 9,000mAh બેટરી આપવામાં આવી શકે છે , જે હાલના ઘણા ફ્લેગશિપ સ્માર્ટફોન કરતાં નોંધપાત્ર રીતે મોટી ગણાશે .
સ્પેસિફિકેશનની વાત કરીએ તો , iQOO 15 ના ભારતીય વેરિઅન્ટમાં 6.85 ઇંચ 2K LTPO AMOLED ડિસ્પ્લે , 144Hz રિફ્રેશ રેટ અને 6,000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપવામાં આવી હતી . આ સ્માર્ટફોન Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ સાથે આવ્યો હતો અને તેમાં 8K VC કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી હતી . ફોટોગ્રાફી માટે તેમાં 50MP Sony IMX921 પ્રાઈમરી કેમેરા , 50MP પેરિસ્કોપ ટેલિફોટો અને 50MP અલ્ટ્રા - વાઈડ કેમેરા સામેલ હતા . ઉપરાંત , ફોનમાં 7,000mAh સિલિકોન - કાર્બન બેટરી સાથે 100W વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો .
જાહેરાત
જાહેરાત
Hayagrriva OTT Release: Where to Watch Dhanveerrah’s Sci-Fi Crime Mystery Thriller Online