Android યુઝર્સ માટે ખુશખબર : WhatsApp લાવી રહ્યું છે હોમ સ્ક્રીન પરથી વોઇસ નોટ મોકલવાની સુવિધા

WhatsApp Android માટે એક નવા વોઇસ મેસેજ વિજેટ પર કામ કરી રહ્યું છે જે સીધું હોમ સ્ક્રીન પરથી જ ઓપરેટ થઈ શકશે

Android યુઝર્સ માટે ખુશખબર : WhatsApp લાવી રહ્યું છે હોમ સ્ક્રીન પરથી વોઇસ નોટ મોકલવાની સુવિધા

Photo Credit: Pixabay

હાઇલાઇટ્સ
  • WhatsApp એક નવા હોમ સ્ક્રીન વિજેટનુ ટેસ્ટ કરી રહ્યું છે
  • આ વિજેટ ફોનની હોમ સ્ક્રીન પર એડ કરવામાં આવશે
  • યુઝરને ફક્ત વિજેટ પર ટેપ કરીને તરત જ વોઇસ નોટ રેકોર્ડ કરી શકશે
જાહેરાત

WhatsApp એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી અને  ઉપયોગી સુવિધા પર કામ કરવાનું શરૂ કર્યું છે , જે વોઇસ મેસેજ મોકલવાનું વધુ સરળ બનાવી શકે છે . હાલમાં ,  વોઇસ નોટ મોકલવા માટે યુઝર્સને WhatsApp ખોલવું પડે છે , સંબંધિત ચેટ પસંદ કરવી પડે છે અને પછી રેકોર્ડિંગ શરૂ કરવું પડે છે . પરંતુ આવનારા અપડેટમાં આ પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે .  આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને WhatsApp Beta વર્ઝનમાં જોવા મળ્યું છે .

WABetaInfo ના અહેવાલ મુજબ , WhatsApp એક નવા હોમ સ્ક્રીન વિજેટનુ ટેસ્ટ કરી રહ્યું છે . આ વિજેટની મદદથી યુઝર્સ WhatsApp એપ ખોલ્યા વગર સીધા ફોનની હોમ સ્ક્રીન પરથી વોઇસ મેસેજ રેકોર્ડ અને મોકલી શકશે . આ  ફીચર WhatsApp Beta for Android વર્ઝન 2.26.24.2 માં જોવા મળ્યું છે , જોકે તે હજુ વિકાસના પગલામાં જ છે અને Beta ટેસ્ટર્સ માટે પણ ઉપલબ્ધ નથી .

રિપોર્ટ અનુસાર , આ વિજેટ ફોનની હોમ સ્ક્રીન પર એડ કરવામાં આવશે . યુઝરને ફક્ત વિજેટ પર ટેપ કરીને તરત જ વોઇસ નોટ રેકોર્ડ કરી શકશે . રેકોર્ડિંગ પૂર્ણ થયા બાદ તે પસંદ કરેલા નંબરને સીધું મોકલી શકાશે . આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે , જે  દિવસ દરમિયાન વારંવાર વોઇસ મેસેજ મોકલે છે .

આ ઉપરાંત , નવી સુવિધા એક સાથે એકથી વધુ લોકોને વોઇસ મેસેજ મોકલવાની ક્ષમતા પણ આપી શકે છે . તેના કારણે સમયની બચત થશે અને મેસેજ મોકલવાની પ્રક્રિયા વધુ સરળ બનશે . અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે WhatsApp ભવિષ્યમાં આ વિજેટ દ્રારા વોઇસ નોટ્સને સ્ટેટ્સ અપડેટ તરીકે શેર કરવાનો વિકલ્પ પણ આપી શકે છે .

જોકે , કંપનીએ હજુ સુધી આ ફીચર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી . હાલ આ સુવિધા વિકાસ હેઠળ છે અને સૌથી પહેલા બીટા યુઝર્સ માટે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે . ત્યારબાદ તેને તમામ WhatsApp યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Samsung Galaxy A36 5G સસ્તો થયો , બેંક ઓફર અને એક્સચેન્જથી થશે વધુ બચત
  2. 7 ઓગસ્ટથી Amazon Great Freedom Sale 2026 શરૂ , OnePlus ફોન પર બેંક ઓફર્સ સાથે મોટી બચત
  3. Vivo V70, V70 Elite અને V70 FE થયા મોંઘા , ભારતમાં વધ્યા સ્માર્ટફોનના ભાવ
  4. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  5. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  6. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  7. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  8. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  9. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  10. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »