WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ

સ્કેમ એલર્ટ , WhatsAppની નવી સુરક્ષા સુવિધા છે જેનો મુખ્ય હેતુ લોકોં ઓનલાઇન કૌભાંડ અને છેતરપિંડીથી બચાવવાનો છે

WhatsAppનું નવું સુરક્ષા ફીચર કૌભાંડથી બચાવશે , ડિવાઈસ પર જ થશે મેસેજનું વિશ્લેષણ

Photo Credit: Pexels/ Anton

આ સુવિધા WhatsApp નજીકના સમયમાં Android વર્ઝન પર પણ શરૂ થઈ શકે

હાઇલાઇટ્સ
  • WABetaInfo અનુસાર , કંપની " Scam Alert " સુવિધા પર કામ કરી રહી
  • Scam Alert સુવિધા Android માટે WhatsApp Beta વર્ઝન 2.26.22.2 માં
  • આ પ્રક્રિયા દરમિયાન યુઝર્સના મેસેજને પોતાના સર્વર પર મોકલશે નહીં
જાહેરાત

WhatsApp  એ Android યુઝર્સ માટે  ગોપનીયતાને ધ્યાનમાં રાખીને એક નવી સુવિધા વિકસાવવાનું શરૂ કર્યું છે , જેનો મુખ્ય હેતુ લોકોને ઓનલાઇન કૌભાંડ અને છેતરપિંડીથી  બચાવવાનો છે . ફીચર ટ્રેકર WABetaInfoના અહેવાલ અનુસાર , કંપની " Scam Alert " નામની નવી સુવિધા પર કામ કરી રહી છે . આ ફીચર અજાણ્યા નંબરોથી  આવતા શંકાસ્પદ સંદેશાઓને ઓળખવામાં મદદ કરશે અને યુઝર્સને સંભવિત જોખમ અંગે પહેલાથી જ ચેતવણી આપશે .

અહેવાલ મુજબ , Scam Alert સુવિધા Android માટે WhatsApp  Beta વર્ઝન 2.26.22.2 માં જોવા મળી છે . જોકે , આ સુવિધા હજુ પૂર્ણ કરવામાં  આવી નથી અને સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી . ભવિષ્યમાં WhatsApp  ના અપડેટ સાથે તેને રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે .

જયારે કોઈ અજાણ્યા મોકલનાર તરફથી આવેલો મેસેજ શંકાસ્પદ જણાશે , ત્યારે WhatsApp   ચેટ વિન્ડોમાં ખાસ ચેતવણી બેનર દર્શાવશે . તેમાં " This could be a scam  " જેવા શબ્દો જોવા મળી શકે છે . આ ચેતવણીનો હેતુ યુઝરને સાવચેત કરવાનો છે જેથી તે કોઈ ખોટી લિંક , નકલી ઓફર અથવા છેતરપિંડીભર્યા  સંદેશાની જાળમાં ન ફસાય .

આની ખાસ વાત એ છે કે WhatsApp  આ પ્રક્રિયા દરમિયાન યુઝર્સના મેસેજને પોતાના સર્વર પર મોકલશે નહીં .  Scam Alert ફીચર સંપૂર્ણપણે યુઝરના ડિવાઈસ પર જ કામ  કરશે . એટલે કે , મેસેજનું વિશ્લેષણ લોકલ લેવલે કરવામાં આવશે અને એન્ડ - ટુ - એન્ડ એન્ક્રિપ્શન પણ યથાવત રહેશે . કંપનીને યુઝરની વ્યક્તિગત  વાતચીતની કોઈ ઍક્સેસ મળશે નહીં .

જો કોઈ મેસેજ શંકાસ્પદ ગણાશે , તો યુઝર્સને મોકલનારને બ્લોક અને રિપોર્ટ કરવાનો વિકલ્પ મળશે . જો તેમને લાગે કે મેસેજ કાયદેસર છે , તો તેઓ વાતચીત ચાલુ રાખી શકશે . આ ઉપરાંત WhatsApp  એક પારદર્શિતા સુવિધા પર પણ કામ કરી રહ્યું છે , જેના દ્રારા યુઝર્સ જોઈ શકશે કે Scam Alert ક્યારે સક્રિય થયું હતું . આ રેકોર્ડસ પણ માત્ર ડિવાઈસમાં જ સેવ રહેશે .

રિપોર્ટ અનુસાર , Scam Alert ફીચર વૈકલ્પિક રહેશે અને ડિફોલ્ટ રૂપે બંધ હશે . જે યુઝર્સ તેનો ઉપયોગ કરવા માંગતા હશે તેઓ WhatsApp  ના સેટિંગ્સ વિભાગમાંથી તેને  મેન્યુઅલી સક્રિય કરી શકશે . હાલમાં તેના સત્તાવાર લોન્ચ અંગે કોઈ સમયરેખા જાહેર કરવામાં આવી નથી .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Flipkart પર 4 ઓર્ડર કરો અને મેળવો 30 દિવસનું મફત Netflix Mobile પ્લાન
  2. Amazon Great Freedom Saleમાં OnePlus , Redmi અને Xiaomi સહિત અનેક પ્રોડક્ટસ પર મોટી બચતની તક
  3. Flipkart Freedom Saleમાં iPhone 17 Proથી લઈને Lenovo Laptop સુધી મળશે આકર્ષક ઓફર્સ
  4. Redmi Turbo 6 Maxમાં 7 ઇંચ 2K ડિસ્પ્લે અને Dimensity 9600s ચિપ મળવાની શક્યતા
  5. IFA 2026માં રજૂ થશે Tecnoનો બેઝલ-લેસ સ્માર્ટફોન , એજ ટુ એજ ડિસ્પ્લેએ ખેંચ્યું ધ્યાન
  6. Vivo T3 Ultra પર રૂપિયા 9,500 સુધીની બચત , બેંક ઓફરથી કિંમતમાં વધુ ઘટાડો
  7. ગૂગલની નવી Age Verification ટેક્નોલોજી , બાળકો માટે એપ્સ બનશે વધુ સુરક્ષિત
  8. Samsung Galaxy SmartTag 3માં મળી શકે 500 દિવસની બેટરી અને નવી ડિઝાઈન , રિપોર્ટમાં ખુલાસો
  9. Oppo K13 Turbo Pro 5G થયો સસ્તો , ફ્લિપકાર્ટ પર બેંક ઓફર સાથે શાનદાર ડીલ
  10. Vivo X500 Pro ટૂંક સમયમાં થઈ શકે લોન્ચ , પ્રીમિયમ ડિઝાઈન સાથે આવશે નવો ફ્લેગશિપ ફોન
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »