મિત્ર કે પરિવાર સાથે Live Location શેર કરવી છે ? WhatsApp અને Instagram ના આ ફીચર્સ આવશે કામ

WhatsApp અને Instagram માં Live Location શેર કરવાની સત્તાવાર સુવિધા ઉપલબ્ધ છે

મિત્ર કે પરિવાર સાથે Live Location શેર કરવી છે ? WhatsApp અને Instagram ના આ ફીચર્સ આવશે કામ

Photo Credit: Facebook

હાઇલાઇટ્સ
  • WhatsAppમાં Live Location ફીચર આપવામાં આવ્યું છે
  • Instagram પણ Direct Message ( DM ) માં Location Sharing ની સુવિધા આપે છે
  • Instagram માં Live Location મર્યાદિત સમય માટે જ શેર થાય છે
જાહેરાત

જો તમે તમારા મિત્ર , પરિવારના સભ્ય અથવા કોઈ ખાસ વ્યક્તિનું લોકેશન જાણવા માંગતા હો , તો WhatsApp અને Instagram બંનેમાં તેની સત્તાવાર સુવિધા ઉપલબ્ધ છે . જોકે , આ ફીચર ત્યારે જ કામ કરે છે જયારે સામેવાળી વ્યક્તિ પોતાની ઈચ્છાથી તમારી સાથે પોતાની Live Location શેર કરે . કોઈની મંજૂરી વગર તેનું લોકેશન જોવું શક્ય નથી . WhatsApp માં Live Location ફીચર આપવામાં આવ્યું છે , જયારે Instagram માં Direct Message ( DM ) દ્રારા Location Sharing નો વિકલ્પ મળે છે .


WhatsApp પર Live Location કેવી રીતે શેર કરવી ?

 જો તમે WhatsApp દ્રારા તમારી Live Location કોઈ વ્યક્તિ અથવા ગ્રુપ સાથે શેર કરવા માંગતા હો , તો નીચેના સ્ટેપ્સ અનુસરો :

  • WhatsApp ખોલીને જે વ્યક્તિ અથવા ગ્રુપ સાથે લોકેશન શેર કરવી હોય તેની ચેટ ઓપન કરો .
  • હવે Attachment ( ક્લિપ ) આઇકન પર ટેપ કરો .
  • ત્યારબાદ " Location " વિકલ્પ પસંદ કરો .
  • હવે " Share Live Location " પર ટેપ કરો .
  • 15 મિનિટ , 1 કલાક અથવા 8 ક્લાકમાંથી તમારી અનુકૂળ સમયમર્યાદા પસંદ કરો .
  • જો ઈચ્છો તો સાથે મેસેજ લખીને " Send " પર ટેપ કરો .

આ પછી સામેની વ્યક્તિ પસંદ કરેલા સમયગાળા દરમિયાન મેપ પર તમારી Live Location જોઈ શકશે . જો તમે સમય પહેલા લોકેશન શેરિંગ બંધ કરવા માંગતા હો , તો " Stop Sharing " પર ટેપ કરીને તેને બંધ કરી શકો છો .

Instagram પર Live Location કેવી રીતે શેર કરવી ?

Instagram પણ Direct Message ( DM ) માં Location Sharing ની સુવિધા આપે છે , જેના દ્રારા તમે કોઈ મિત્ર અથવા ગ્રુપ સાથે તમારી લોકેશન શેર કરી શકો છો .

  • Instagram એપ ખોલો .
  • જે વ્યક્તિ અથવા ગ્રુપ સાથે લોકેશન શેર કરવી હોય તેની DM ઓપન કરો .
  • " + " આઇકન અથવા ચેટ મેનૂમાં જઈ " Location " વિકલ્પ પસંદ કરો .
  • ત્યારબાદ " Share Live Location " પર ટેપ કરો .
  • લોકેશન શેર કરવાની પુષ્ટિ કરો .


Instagram માં Live Location મર્યાદિત સમય માટે જ શેર થાય છે અને તે માત્ર તે જ ચેટમાં સામેલ લોકો જોઈ શકે છે . આ ફીચર ડિફૉલ્ટ રીતે બંધ હોય છે અને તમારી મંજૂરી વગર કોઈપણ સાથે લોકેશન શેર થતું નથી .

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો :

  • કોઈ પણ વ્યક્તિની મંજૂરી વગર તેની Live Location જોઈ શકાતી નથી .
  • તમે ઈચ્છો ત્યારે Live Location Sharing બંધ કરી શકો છો .
  • લોકેશન માત્ર તે જ વ્યક્તિ અથવા ગ્રુપ સાથે શેર થાય છે , જેને તમે પસંદ કરો છો .
  • કોઈ અજાણી વ્યક્તિ અથવા Public Profileની Location આ ફીચર્સ દ્રારા જાણી શકાતી નથી .
     


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »