Instagram ' Your Algorithm ' ફીચર વિસ્તારે છે , ફીડમાં દેખાતી સામગ્રી કરી શકશો કસ્ટમાઇઝ

ઇન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં તેના ' યોર અલ્ગોરિધમ ' ફિચરનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે

Instagram  ' Your Algorithm '  ફીચર વિસ્તારે છે , ફીડમાં દેખાતી સામગ્રી કરી શકશો કસ્ટમાઇઝ

Photo Credit: Pixabay/ Solen Feyissa

ઇન્સ્ટાગ્રામનું ' યોર અલ્ગોરિધમ ' ફીચર યુઝર્સને વધુ નિયંત્રણ આપશે .

હાઇલાઇટ્સ
  • " યોર અલ્ગોરિધમ " સુવિધાનો વિસ્તાર વધારવાની જાહેરાત
  • આ ફીચર માત્ર વિષયોની માહિતી આપશે
  • એલએલએમ ટેક્નોલોજીની મદદથી ઇન્સ્ટાગ્રામ હવે યુઝરની પસંદને સરળ ભાષામાં સમજા
જાહેરાત

ઇન્સ્ટાગ્રામ ટૂંક જ સમયમાં એક નવી સુવિધા લાવવા જઈ રહ્યું છે , જેનાથી યુઝર્સ પ્લેટફોર્મ પર તેમને ક્યાં પ્રકારના કન્ટેન્ટ દેખાય છે તેના પર વધુ નિયંત્રણ મેળવી શકશે . મેટાની માલિકી ધરાવતી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેની " યોર અલ્ગોરિધમ " સુવિધાનો વિસ્તાર વધારવાની જાહેરાત કરી છે . આ સુવિધા યુઝર્સને બતાવશે કે ઇન્સ્ટાગ્રામ તેમની કઈ - કઈ પસંદને ઓળખે છે અને તેના આધારે ક્યાં વિષયોની પોસ્ટ્સ અને વિડીયો તેમને બતાવે છે .

ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું કે આ નવી સુવિધા દ્રારા યુઝર્સ પોતાના મુખ્ય ફીડમાં દેખાતા કન્ટેન્ટને વધુ સારી રીતે કસ્ટમાઇઝ કરી શકશે . હાલમાં આ ફીચર માત્ર વિષયોની માહિતી આપશે , પરંતુ ભવિષ્યમાં તેમાં લોકો , કન્ટેન્ટના પ્રકાર , મૂડ અને અન્ય પસંદગીઓ પણ સામેલ કરવામાં  આવી છે .

કંપની છેલ્લા કેટલાક સમયથી યુઝર્સને અલ્ગોરિધમ પર વધુ નિયંત્રણ આપવા માટે પ્રયાસ કરી રહી છે . પહેલા " યોર અલ્ગોરિધમ " સુવિધા ફક્ત રીલ્સ અને એક્સપ્લોર પેજ માટે ઉપલબ્ધ હતી . હવે તેને મુખ્ય ફીડ સુધી પણ વિસ્તૃત કરવામાં આવી રહી છે , જેથી લોકો પોતાની પસંદગી પ્રમાણે વધુ યોગ્ય કન્ટેન્ટ જોઈ શકે .

મોસેરીના જણાવ્યા અનુસાર , સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ  હવે ખૂબ જ સ્માર્ટ બની ગયા છે , પરંતુ તેની સાથે યુઝર્સનું નિયંત્રણ થોડું ઓછું થયું છે . હાલમાં સિસ્ટમ યુઝરના લાઈક , વ્યુ , શેર અને અન્ય પ્રવૃતિઓના આધારે તેમની પસંદગીઓ સમજે છે . જોકે , લોકો પાસે સીધું જણાવવાનો વિકલ્પ નથી કે તેઓ ખરેખર શું જોવા માંગે છે .


ઇન્સ્ટાગ્રામ માને છે કે આ જ કારણથી ઘણા લોકો ક્યારેક સોશિયલ મીડિયા અનુભવથી અસંતોષ અનુભવે છે નવી સુવિધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર્સને વધુ પારદર્શિતા અને નિયંત્રણ આપવાનો છે . કંપનીનું માનવું છે કે લોકો માત્ર અલ્ગોરિધમ પર નિર્ભર ન રહે , પરંતુ તેઓ પોતે પણ નક્કી કરી શકે કે તેમના ફીડમાં ક્યા પ્રકારના  કન્ટેન્ટ વધુ જોવા મળે .

એલએલએમ ( Large Language Models ) ટેક્નોલોજીની મદદથી ઇન્સ્ટાગ્રામ હવે યુઝર્સની પસંદને સરળ ભાષામાં સમજાવી શકશે , જેથી લોકો જરૂર મુજબ  તેમાં ફેરફાર પણ કરી શકે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  2. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  3. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  4. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  5. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  6. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  7. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  8. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  9. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
  10. Xiaomiનો Redmi 17 5G રજૂ , Android 16 અને Unisoc T 8300 પ્રોસેસર મળશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »