Instagram માં હવે કોમેન્ટ એડિટ કરવાની સુવિધા શરૂ , 15 મિનિટમાં ફેરફાર શક્ય

Instagram યુઝર્સ હવે પોસ્ટ કર્યાના 15 મિનિટની અંદર કોમેન્ટ્સને એડિટ કરી શકે છે

Instagram માં હવે કોમેન્ટ એડિટ કરવાની સુવિધા શરૂ , 15 મિનિટમાં ફેરફાર શક્ય

Photo Credit: Unsplash/ Claudio Schwarz

આ સુવિધા હાલમાં વેશ્વિક યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહી છે .

હાઇલાઇટ્સ
  • હવે યુઝર્સ પોતાની કોમેન્ટ્સને એડિટ કરી શકશે
  • નવી સુવિધા વૈશ્વિક સ્તરે રોલઆઉટ થઈ રહી
  • યુઝર્સ જરૂર મુજબ એકથી વધુ વખત ફેરફાર કરી શકે
જાહેરાત

Instagram એ યુઝર અનુભવને વધુ સુધારવા માટે એક મહત્વપૂર્ણ નવી સુવિધાની જાહેરાત કરી છે , જેના દ્રારા હવે યુઝર્સ પોતાની કોમેન્ટ્સને એડિટ કરી શકશે  . આ ફીચર ઘણા સમયથી માંગવામાં આવતું હતું , કારણ કે પહેલા યુઝર્સ પોસ્ટ કર્યા પછી તેમની કોમેન્ટમાં કોઈ ફેરફાર કરી શકતા નહોતા . હવે આ મર્યાદા દૂર થતા  આ પ્લેટફોર્મ વધુ લચીલું અને ઉપયોગમાં સરળ બનશે . આ નવી સુવિધા વૈશ્વિક સ્તરે રોલઆઉટ થઈ રહી છે અને તે યુઝર્સને પોસ્ટ કર્યા પછી તરત જ પોતાની કોમેન્ટમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે . ખાસ કરીને ટાઈપિંગ ભૂલો સુધારવા કે  પ્રતિભાવને વધુ સ્પષ્ટ બનાવવા માટે આ ખૂબ ઉપયોગી સાબિત થશે .

અત્યાર સુધી Instagram પોસ્ટ્સ માટે એડિટ વિકલ્પ  ઉપલબ્ધ હતો પરંતુ કોમેન્ટ માટે આ સુવિધા નહોતી .આ નવી અપડેટ મુજબ , યુઝર્સ પોસ્ટ કર્યાના 15 મિનિટની અંદર તેમની કોમેન્ટ્સને એડિટ કરી શકે છે .  મજાની વાત એ છે કે Instagram એ એડિટ કરવાની  સંખ્યાની કોઈ મર્યાદા નક્કી કરી નથી એટલે કે યુઝર્સ જરૂર મુજબ એકથી વધુ વખત ફેરફાર કરી શકે છે , જે તેમને વધુ નિયંત્રણ આપે છે .

instagram edit comments Instagram

ઓરિજિનલ vs સુધારેલી કોમેન્ટ 
Photo Credit: Instagram

કોમેન્ટ્સ એડિટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે . યુઝર્સને તેમની પોસ્ટ કરેલી કોમેન્ટની નીચે એક નવું "Edit "વિકલ્પ દેખાશે . તેને ટેપ કરતા  એક પોપ-અપ ખુલશે , જેમાં તેઓ પોતાની કોમેન્ટમાં ફેરફાર કરી શકે છે અને પછી તેને સેવ કરી શકે છે .

પરંતુ આ સુવિધા સાથે કેટલીક મર્યાદાઓ પણ જોડાયેલી છે . ઉદાહરણ તરીકે , યુઝર્સ ફક્ત ટેક્સ્ટ ભાગને જ એડિટ કરી શકે છે . જો કોમેન્ટ ઈમેજ કે અન્ય મીડિયા  શામેલ હોય તો, તેને બદલવાની મંજૂરી આપવામાં આવતી નથી . વધુમાં  એડિટ કરેલી કોમેન્ટમાં બાજુમાં "edited " લેબલ દર્શાવવામાં આવશે , જેથી  અન્ય યુઝર્સને ખબર પડે કે તેમાં ફેરફાર કરવામાં  આવ્યો છે .

જોકે , પ્લેટફોર્મ હિસ્ટ્રી બતાવતું નથી , એટલે કે મૂળ કોમેન્ટ ફરીથી જોઈ શકાશે નહીં . નોંધપાત્ર એ છે કે Meta Platforms ના માલિકીના આ પ્લેટફોર્મ 2014 માં પોસ્ટ કૅપ્શન માટે એડિટ સુવિધા શરૂ કરી હતી , પરંતુ કોમેન્ટ માટે આ ફીચર હવે આવી રહ્યું છે .

આ બદલાવ Instagram ને તેના પ્રતિસ્પર્ધીઓ જેમ કે X (Twitter ) અને Threads સામે વધુ સ્પર્ધાત્મક બનાવે છે , જ્યાં એડિટ સુવિધાઓ પહેલેથી જ જુદા જુદા  સ્વરૂપમાં ઉપલબ્ધ છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  2. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  3. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  4. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  5. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  6. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  7. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  8. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
  9. મોટી બચત કરો iPhoneની ખરીદી Flipkart Freedom Sale 2026માં
  10. Vivo S2 લોન્ચ પહેલા ફીચર્સ અને કિંમત લીક , 120Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »