iOS 26.4.1 કે તેના વર્ઝન વાળા iPhone મોડેલો નોટિફિકેશન ડેટાબેઝમાં મેસેજીસને સ્ટોર કરી રહ્યા હતા .
Photo Credit: Gadgets 360
iOS 26.4.2 અપડેટમાં નવો સિક્યુરિટી પેચ શામેલ છે
Apple એ માર્ચ મહિનામાં અમુક iPhone મોડેલો માટે iOS 26.4.1 અપડેટ રજૂ કર્યું હતું . તેના થોડા અઠવાડિયા પછી , કંપનીએ iOS 26.4.2 અને iPadOS 26.4.2 નામનું નવું અપડેટ પણ રિલીઝ કર્યું . આ અપડેટ ખાસ કરીને એક મહત્વપૂર્ણ બગને ઠીક કરવા માટે લાવવામાં આવ્યું છે , જે મેસેજ નોટિફિકેશન સાથે જોડાયેલું હતું . આ બગને કારણે ડિલીટ કરેલા મેસેજીસની માહિતી પણ ફોનમાં રહી જતી હતી . Apple મુજબ , જૂના iOS વર્ઝન વાપરતા iPhones માં કેટલીકવાર નોટિફિકેશન યોગ્ય રીતે ડિલીટ થતા નહોતા .
આ નવી iOS 26.4.2 અપડેટમાં મુખ્યત્વે " બગ ફિક્સ અને સિક્યુરિટી સુધારા " આપવામાં આવ્યા છે . Apple મુજબ , જૂના iOS વર્ઝન વાપરતા iPhones માં કેટલીકવાર નોટિફિકેશન યોગ્ય રીતે ડિલીટ થતા નહોતા . એટલે કે યુઝર્સ દ્રારા મેસેજ ડિલીટ કરી દીધા પછી પણ તેની નોટિફિકેશનની માહિતી ફોનના ડેટાબેઝમાં સેવ રહી જતી . સરળ ભાષામાં સમજીએ તો , જો તમે કોઈ મેસેજ ડિલીટ કરો , તો પણ તેની નોટિફિકેશનનો રેકોર્ડ ફોનમાં રહી શકતો હતો . આ એક સિક્યુરિટી જોખમ બની શકે છે , કારણ કે કોઈ વ્યક્તિ આ ડેટાને ઍક્સેસ કરી શકે .
એક રિપોર્ટ મુજબ , Federal Bureau of Investigation ( FBI ) એ આ જ બગનો ઉપયોગ કરીને iPhone માંથી ડિલીટ કરેલા Signal મેસેજીસને ફરીથી મેળવી લીધા હતા . કારણ કે ફોન તેના નોટિફિકેશન ડેટાબેઝમાં આ મેસેજીસનો ડેટા સેવ રાખતો હતો .
આ સમસ્યાને CVE - 2026-28950 તરીકે ઓળખવામાં આવી છે . Apple એ હવે આ બગને ફિક્સ કરી દીધો છે , જેથી હવે ડિલીટ કરેલી નોટિફિકેશન સચવાશે નહીં . કંપનીએ જણાવ્યું કે આ સમસ્યાને " ડેટા રીડેક્શન " સુધારીને ઠીક કરવામાં આવી છે , એટલે હવે સંવેદનશીલ માહિતીને સારી રીતે હેન્ડલ થશે .
Signal એ પણ Apple નો આ બગ ઝડપથી ઠીક કરવા બદલ આભાર માન્યો છે . સાથે જ યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક iOS 26.4.2 અપડેટ ઇન્સ્ટોલ કરે . અપડેટ કર્યા પછી , પહેલાથી સચવાયેલી અણગમતી નોટિફિકેશન પણ આપમેળે ડિલીટ થઈ જશે . કુલ મળીને , આ અપડેટ iPhone અને iPad યુઝર્સ માટે મહત્વપૂર્ણ છે , કારણ કે તે તેમની પ્રાઇવસી અને ડેટાની સુરક્ષા વધુ મજબૂત બનાવે છે .
જાહેરાત
જાહેરાત
Unpatchable Hardware Vulnerability Leaves Owners of Older iPhone XS, iPhone XR and iPhone 11 Models at Risk
Haier HQLED P7 Pro Series Smart TVs Launched in India With Dolby Atmos, 50W Speakers