ભાઈ - બહેનના પ્રેમ , સંઘર્ષ અને લાગણીઓથી ભરપૂર છે ' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ '

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' ભાવનાત્મક સંબંધો , પીડાદાયક યાદો અને ઘરના સંઘર્ષને રજૂ કરે છે

ભાઈ - બહેનના પ્રેમ , સંઘર્ષ અને લાગણીઓથી ભરપૂર છે ' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ '

Photo Credit: JioHotstar

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' JioHotstar પર સ્ટીમિંગ થઈ રહ્યું છે .

હાઇલાઇટ્સ
  • સિરીઝ ભાઈ - બહેન વચ્ચેના પ્રેમ , વિશ્વાસ , મતભેદો અને જીવનના પડકારો
  • નિખિલા શંકર , રાજ અયપ્પા , બોસ વેંકટ , ગાયત્રી શાસ્ત્રી અને સિદ્ધાર્થ
  • IMDb પર આ સિરીઝને 10 માંથી 5 નું રેટિંગ
જાહેરાત

જો તમે એવા ફેમિલી ડ્રામાની શોધમાં છો જેમાં લાગણીઓ , સંબંધોની ઊંડાઈ અને પરિવારના રહસ્યોનું મિશ્રણ હોય , તો ' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' તમારા માટે એક રસપ્રદ વિકલ્પ બની શકે છે . આ સિરીઝ ભાઈ - બહેન વચ્ચેના પ્રેમ , વિશ્વાસ , મતભેદો અને જીવનના પડકારોને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે . ભાવનાત્મક  ક્ષણો અને પરિવારની જટિલતાઓથી ભરપૂર આ કથા દર્શકોને શરૂઆતથી અંત સુધી જોડીને રાખે છે .  .વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે , જ્યાં ભાઈ - બહેનોના સંબંધો અનેક ભાવનાત્મક ઉતાર - ચઢાવમાંથી પસાર થાય છે .

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' ક્યાં અને ક્યારે જોવી ?

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' હાલમાં JioHotstar પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે . સિરીઝના તમામ એપિસોડ દર્શકો માટે એકસાથે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે .

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' ટ્રેલર અને પ્લોટ :

આ સિરીઝની .વાર્તા એક એવા પરિવારની આસપાસ ફરે છે , જ્યાં ભાઈ - બહેનોના સંબંધો અનેક ભાવનાત્મક ઉતાર - ચઢાવમાંથી પસાર થાય છે ટ્રેલરમાં બતાવવામાં  આવ્યું છે કે એક બહેનને દરરોજ રાત્રે 2 વાગ્યે તેના ભાઈ સાથે જોડાયેલી કેટલીક જૂની યાદો સતાવે છે . બીજી તરફ , પરિવારના સભ્યોને તેમના પિતાના ગુપ્ત સંબંધ વિશે  જાણ થાય છે , જેના કારણે સમગ્ર પરિવારમાં તણાવ અને ગૂંચવણ સર્જાય છે . આ ખુલાસા બાદ પરિવારના સંબંધોમાં મોટો ફેરફાર આવે  છે અને દરેક સભ્ય પોતાના ભાવનાત્મક સંઘર્ષોનો સામનો કરે છે .

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' કાસ્ટ અને ક્રૂ :

આ સિરીઝમાં નિખિલા શંકર , રાજ અયપ્પા , બોસ વેંકટ , ગાયત્રી શાસ્ત્રી અને સિદ્ધાર્થ બાબુ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે . આ શોનું નિર્દેશન ચિદમ્બરમ  મણિવન્નને કર્યું છે , જયારે વાર્તા અને પટકથા એ . સી.  કર્ણમૂર્તિ  દ્રારા લખવામાં આવી છે . સિનેમેટોગ્રાફીની જવાબદારી મણિકંદન રામમૂર્તિએ  સંભાળી  છે .

' બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ' અભિપ્રાય :

પરિવારિક સંબંધો અને ભાવનાત્મક ડ્રામા પસંદ કરનારા દર્શકોમાં આ સિરીઝે ખાસ ધ્યાન ખેંચ્યું છે . ભાઈ - બહેનના સંબંધો અને પરિવારની અંદરના સંઘર્ષોને  રજૂ કરવાની તેની શૈલી ઘણા દર્શકોએ પસંદ કરી છે . IMDb પર આ સિરીઝને 10 માંથી 5 નું રેટિંગ મળ્યું છે .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Oppo K15 ટૂંક સમયમાં આવશે , 50MP કેમેરા અને વેપર ચેમ્બર કુલિંગ મળશે
  2. Wi-Fi રાઉટરની પાછળ એલ્યુમિનિયમ ફોઈલ લગાવવાથી શું ખરેખર ફાયદો થાય છે ?
  3. Realme 16T 5G ખરીદવાની સારી તક , 8,000mAh બેટરીવાળો ફોન હવે સસ્તો
  4. Motorola Edge 60 Pro ખરીદવાની તક , 50MP કેમેરા અને 6000mAh બેટરી સાથે મળી રહી છે ખાસ ડીલ
  5. WhatsApp નું યુઝરનેમ ફીચર પસંદગીના યુઝર્સ માટે શરૂ , પ્રાઇવસી થશે વધુ મજબૂત
  6. વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને iQOO Z11 Lite આવશે , મળશે મિલિટરી - ગ્રેડ ડયુરેબિલિટી
  7. ' ઈકારસ ' બન્યું વિશ્વનું સૌથી મોટું પેપર એરપ્લેન , સફળ ઉડાન સાથે બનાવ્યો નવો રેકોર્ડ
  8. Kia Syros EV માટે બુકિંગ શરૂ , બે બેટરી વિકલ્પ અને પ્રીમિયમ ફીચર્સ મળશે
  9. Apple iPhone 16 હવે ઓછી કિંમતે , બેંક ઓફર અને એક્સચેન્જથી મળશે વધુ ફાયદો
  10. GoBoult Tenet Pro ઈયરબડ્સ આવ્યા , 13mm ડ્રાઈવર , ડયુઅલ ડિવાઈસ કનેક્ટિવિટી સહિત અનેક ફીચર્સ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »