FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ

FIFA વર્લ્ડ કપ 2026 શરૂ થઈ ગયો છે . જો તમે લાઈવ ટેલિકાસ્ટ , સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ફાઈનલ મેચની તારીખ સંબંધિત બધી વિગતો અહીં છે

FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ

Photo Credit: X/ adidas Football

ભારતમાં FIFA વર્લ્ડ કપ 2026ની મેચો ટીવી અને ઓનલાઈન બંને પર જોઈ શકાય છે .

હાઇલાઇટ્સ
  • વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ FIFA વર્લ્ડ કપ 2026 શરૂ
  • આયોજન યુનાઈટેડ સ્ટેટ્સ , કેનેડા અને મેક્સિકો મળીને કરી રહ્યા છે
  • આ વખતે કુલ 48 દેશોએ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું
જાહેરાત

વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ FIFA વર્લ્ડ કપ 2026 શરૂ થઈ છે . 11 જૂનથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ અનેક કારણોસર ખાસ બની છે . આ વખતે પહેલીવાર કુલ 48 ટીમો ભાગ લઈ રહી છે , જેના કારણે ટુર્નામેન્ટનો વ્યાપ અને ઉત્સાહ બંને વધ્યા છે . કુલ 104 મેચો સાથે આ વર્લ્ડ કપ અમેરિકા , કેનેડા અને મેક્સિકોની ભાગીદારીમાં રમાઈ રહી છે . દુનિયાભરના ફૂટબોલ ચાહકોની જેમ ભારતમાં પણ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ છે . જો તમે પણ FIFA વર્લ્ડ કપ 2026 ની મેચો લાઈવ જોવા માંગો છો , તો ભારતમાં તેને ક્યાં જોઈ શકાશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે .

ત્રણ દેશોમાં ટુર્નામેન્ટ રમાઈ રહી છે 

FIFA વર્લ્ડ કપ 2026નું આયોજન યુનાઈટેડ સ્ટેટ્સ , કેનેડા અને મેક્સિકો મળીને કરી રહ્યા છે . ટુર્નામેન્ટની મેચો કુલ 16 શહેરો અને 16 સ્ટેડિયમમાં યોજાઈ રહી છે . તેમાં એટલાન્ટા , બોસ્ટન , ડલ્લાસ , હ્યુસ્ટન , લોસ એન્જલસ , મિયામી , મેક્સિકો સિટી , ટોરેન્ટો , વાનકુવર અને સિએટલ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે .

આ વખતે કુલ 48 દેશોએ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે . કુલ 104 મેચોમાંથી 78 મેચો યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે , જયારે બાકીની મેચો કેનેડા અને મેક્સિકોમાં યોજાશે .

ભારતમાં FIFA વર્લ્ડ કપ 2026 ક્યાં જોવો ?

ભારતમાં FIFA વર્લ્ડ કપ 2026ના પ્રસારણ અધિકારો Zee પાસે છે . કંપનીએ FIFA સાથે ભાગીદારી કરી છે , જેના કારણે ભારતીય દર્શકો ટુર્નામેન્ટની મેચો Zee ના સ્પોર્ટસ ચેનલો પર લાઈવ જોઈ શકશે .

આ ઉપરાંત , કેટલીક પસંદગીની મેચો DD Sports પર પણ પ્રસારિત કરવામાં આવશે . તેમાં  ઓપનિંગ મેચ , ક્વાર્ટર - ફાઈનલ , સેમિ- ફાઈનલ અને ફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચોનો સમાવેશ થવાની શક્યતા છે .

લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

જો તમે મોબાઈલ , લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર મેચ જોવા જોવા માંગો છો , તો FIFA વર્લ્ડ કપ 2026નું લાઈવ સ્ટ્રીમિંગ Zee5 એપ અને તેની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે . જોકે આ માટે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે . Zee5 ના કેટલાક પ્લાન્સમાં વર્લ્ડ કપ સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટની ઍક્સેસ પણ આપવામાં આવે છે .

શું તમે મફતમાં મેચ જોઈ શકશો ?

કેટલીક પસંદગીની મેચો મફતમાં જોવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે . FIFAનું ડિજિટલ પ્લેટફોર્મ FIFA+ કેટલીક મેચો અને ખાસ હાઈલાઈટ્સ પ્રસારિત કરી શકે છે . સાથે જ FIFA અને YouTube વચ્ચેની ભાગીદારીને કારણે કેટલીક મેચોના ખાસ ક્લિપ્સ અથવા શરૂઆતની મિનિટો YouTube પર પણ જોવા મળી શકે છે .

ફાઇનલ ક્યારે થશે ?

ટુર્નામેન્ટ નોકઆઉટ 28 જૂનથી શરૂ થશે . ત્યારબાદ ક્વાર્ટર - ફાઈનલ અને સેમિ - ફાઈનલ રમાશે . સેમિ - ફાઈનલ મેચો 15 અને 16 જુલાઈએ યોજાશે . ત્રીજા સ્થાન માટેની મેચ 18 જુલાઈએ રમાશે , જયારે FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ 19 જુલાઈએ યોજાશે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. FIFA વર્લ્ડ કપ 2026 ભારતમાં કેવી રીતે જોવો ? Zee , DD Sports અને Zee5 પર મળશે લાઈવ કવરેજ
  2. Apple iPhone 17 Pro ખરીદવાની તક : ડિસ્કાઉન્ટ , બેંક ઓફર્સ અને એક્સચેન્જ સાથે કિંમતમાં મોટો ઘટાડો
  3. ટેલિગ્રામને રાહત નહીં : પરીક્ષા પેપર લીક મામલે સરકારના નિર્ણયને કોર્ટનો સમર્થન
  4. EPFO સભ્યો માટે ઉપયોગી માહિતી :UMANG એપ દ્રારા સરળતાથી મેળવો તમારો UAN
  5. OnePlus Nord Buds 4ની મુખ્ય ફીચર્સ જાહેર, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે પ્રીમિયમ ઓડિયો અનુભવ
  6. પાવર અને પરફોર્મન્સનો નવો બાદશાહ ! Redmi Turbo 5માં Dimensity 8500 Ultra અને 120Hz ડિસ્પ્લે
  7. CCTV ખરીદવાની જરૂર નહીં , જૂના ફોનથી જ રાખો ઘર પર નજર
  8. શાળા કે બોર્ડ ઓફિસ જવાની જરૂર નહીં ! UMANG અને DigiLockerથી મેળવો તમારી માર્કશીટ
  9. 16 ઇંચ AMOLED ડિસ્પ્લે , Wi-Fi 7 અને 1TB સ્ટોરેજ સાથે Samsung Galaxy Book6 Edge બજારમાં રજૂ
  10. દક્ષિણ કોરિયામાં લોકપ્રિય બની રહી છે ' નકલી શોપિંગ ' વેબસાઈટ્સ , તણાવ ઘટાડવા યુવાનોનો અનોખો રસ્તો
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »