ભાનુપ્રિયા ભુતેર હોટેલ હવે OTT પર , હોરર- કોમેડી ફિલ્મ 15 એપ્રિલે ZEE5 પર રિલીઝ થશે

ભાનુપ્રિયા ભુતેર હોટેલ એક બંગાળી હોરર કોમેડી ફિલ્મ છે જેની વાર્તા એક ભૂતિયા હોટેલની આસપાસ ફરે છે

ભાનુપ્રિયા ભુતેર હોટેલ હવે OTT પર , હોરર- કોમેડી ફિલ્મ 15 એપ્રિલે ZEE5 પર રિલીઝ થશે

Photo Credit: ZEE5

ફિલ્મ 15 એપ્રિલ , 2026 ના રોજ ZEE5 પર સ્ટ્રીમ થશે

હાઇલાઇટ્સ
  • ભાનુપ્રિયા ભુતેર હોટેલ એક બંગાળી હોરર કોમેડી ફિલ્મ
  • 15 એપ્રિલ , 2026 ના રોજ ZEE5 પર સ્ટ્રીમ થશે
  • IMDb પર તેને 8.2/10 નું મજબૂત રેટિંગ
જાહેરાત

સૌથી વધુ રાહ જોવાતી બંગાળી ફિલ્મોમાંની એક ભાનુપ્રિયા ભુતેર હોટેલ હવે સફળ થિયેટર રન બાદ તેની ડિજિટલ રિલીઝ માટે તૈયાર છે . હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને બાંધી રાખે છે . ફિલ્મની વાર્તા એક નવી શરૂ થયેલી લકઝરી હોટેલની આસપાસ ગોઠવાઈ છે  , જ્યાં રહસ્યમય ઘટનાઓ મહેમાનોને ત્રાસ આપવા લાગે છે અને પરિસ્થિતિ અસ્તવ્યસ્ત બની જાય છે .  આ ફિલ્મ  એક હોન્ટેડ હોટેલ  અને તેની પાછળના રહસ્યોને ઉકેલવા નીકળેલા વકીલની રસપ્રદ કહાનીને રજૂ કરે છે .

ક્યારે અને ક્યાં જોવી 
આ ફિલ્મ 15 એપ્રિલ , 2026 ના રોજ ZEE5 પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ બનશે . દર્શકો ઘરે બેઠા આ ફિલ્મનો આનંદ લઈ શકે છે , પરંતુ તેના માટે તમારો પ્લાન  સક્રિય હોવો જોઈએ . થિયેટરોમાં સફળતા મેળવ્યા પછી હવે OTT પર પણ ફિલ્મ પાસેથી મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે .

ટ્રેલર અને પ્લોટ 
ઉત્તર બંગાળના પર્વતીય વિસ્તારોમાં સેટ થયેલી આ ફિલ્મ ભાનુપ્રિયા દ્રારા શરૂ કરાયેલ એક વૈભવી હોટેલની આસપાસ ફરે છે . આ હોટેલનો ભૂતકાળ ખુબ જ  અંધકારમય હોય છે , કારણ કે આ હોટેલ ઘણા વર્ષો જૂનું કબ્રસ્તાન પર બનાવામાં આવે છે . એક જૂના નકશા દ્રારા ખુલાસો થાય છે કે આ હોટેલ ગેરકાયદેસર  રીતે ઊભી કરવામાં આવી હતી , જેના કારણે આત્માઓ અહીં ભટકતા રહે છે . વાર્તામાં રસપ્રદ વળાંક ત્યારે આવે છે જયારે અરણ્ય નામનો વકીલ  અને તેનો મિત્ર આ રહસ્ય પાછળનું સત્ય જાણવા માટે તપાસ શરૂ કરે છે  અને તેમની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થાય છે .

કલાકારો અને ક્રૂ 
આ ફિલ્મનું દિગ્દર્શન અરિત્ર મુખર્જીએ કર્યું છે , જયારે વાર્તા ઝિનિયા સેન અને ગોધુલી શર્માએ લખી છે . ફિલ્મમાં મીમી ચક્રવર્તી , સોહમ મજુમદાર , પ્રિયંકા  ભટ્ટાચાર્ય , બોની સેનગુપ્તા અને સ્વસ્તિક દત્તા જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે . સિનેમેટોગ્રાફી પ્રતિપ મુખોપાધ્યાય દ્રારા સંભાળવામાં આવી છે . 

અભિપ્રાય 
23 જાન્યુઆરી , 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી અને દર્શકો તરફથી સારો અભિપ્રાય પણ મેળવ્યો  .  IMDb પર તેને 8.2/10 નું મજબૂત રેટિંગ મળ્યું છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »