IRCTC વેબસાઈટ પર કેપ્ચા , OTP અને તત્કાલ બુકિંગની સમસ્યાઓ વચ્ચે રેલવે મંત્રીએ એક મોટી અપડેટ શેર કરી છે
Photo Credit: Press Trust of India
રેલવે મંત્રીએ નવી IRCTC વેબસાઈટના લોન્ચની જાહેરાત કરી .
IRCTC વેબસાઈટ અંગે મુસાફરો લાંબા સમયથી ફરિયાદો કરી રહ્યા છે . ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન વેબસાઈટ ધીમી પડી જવી , CAPTCHA ન ખૂલવું અથવા OTP મોડો આવવો જેવી સમસ્યાઓને કારણે લોકોને મુશ્કેલી પડે છે . હવે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે આ સમસ્યાઓ દૂર કરવા માટે ટૂંક સમયમાં નવી IRCTC વેબસાઈટ લોન્ચ કરવામાં આવી શકે છે . તેમણે જણાવ્યું કે નવી વેબસાઈટ 15 જુલાઈ સુધીમાં શરૂ થઈ શકે છે .
જયપુરની માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ( MNIT ) માં વિધાર્થીઓ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ માહિતી આપી હતી . સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વિધાર્થીએ IRCTC વેબસાઈટ પર આવતી CAPTCHA સમસ્યા અંગે મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી . ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે એ જ જગ્યાએ પર જ એક રેલવે અધિકારીને ફોન કરીને નવી વેબસાઈટ તૈયારી વિશે માહિતી મેળવી હતી .
વીડિયોમાં મંત્રી અધિકારીને પૂછતા જોવા મળે છે કે શું આવતા 30 દિવસમાં નવી વેબસાઈટ લોન્ચ કરી શકાય છે . ચર્ચા બાદ તેમણે વિધાર્થીઓને જણાવ્યું કે નવી IRCTC વેબસાઈટ 15 જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે . આ સમાચાર સાંભળીને વિધાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી .
#WATCH | On students' demand, Union Railway Minister announces new IRCTC website to be launched by 15th July pic.twitter.com/fjX6z6vyj1
— ANI (@ANI) June 11, 2026
IRCTC વેબસાઈટ પર લાંબા સમયથી ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી રહી છે . ખાસ કરીને વધુ ટ્રાફિક દરમિયાન વેબસાઈટ ક્રેશ થવી , OTP મોડો મળવો અને તત્કાલ ટિકિટ બુકિંગમાં મુશ્કેલી થવી જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે . નવી વેબસાઈટ આવ્યા પછી મુસાફરોને વધુ ઝડપી અને સરળ સેવા મળવાની અનુમાન છે .
ભારતીય રેલવે અનુસાર , હાલમાં લગભગ 88 ટકા ટ્રેન ટિકિટો ઓનલાઈન બુક થાય છે , જયારે ખૂબ ઓછા લોકો રિઝર્વેશન કાઉન્ટરનો ઉપયોગ કરે છે . તેથી વધતા ટ્રાફિકને સાંભળવા માટે IRCTC પ્લેટફોર્મમાં સતત ટેકનિકલ સુધારા કરવામાં આવે છે .
આ વાત નોંધનીય છે કે જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું . રેલવેના જણાવ્યા મુજબ , 2025 દરમિયાન 3.04 કરોડ IRCTC એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા હતા , જયારે 2.94 કરોડ એકાઉન્ટ્સને અસ્થાઈ રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા . હવે નવી વેબસાઈટ સાથે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ , ઝડપી અને સ્થિર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે .
જાહેરાત
જાહેરાત
Leak Suggests Grand Theft Auto 6's Extended Look on Netflix Could Have 3 Episodes