હાલમાં , આ સુવિધા માત્ર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુઝર્સ ઉપયોગ કરી શકે છે
હાલમાં , આ સુવિધા માત્ર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુઝર્સ ઉપયોગ કરી શકે છે .
YouTube ફરી એકવાર પોતાની જૂની ડાયરેક્ટ મેસેજિંગ ( DM ) સુવિધા પરત લાવી રહ્યું છે . આ ફીચર પહેલા 2019 માં બંધ કરવામાં આવ્યું હતું , પરંતુ હવે કંપની તેને નવા સ્વરૂપમાં ફરી શરૂ કરી રહી છે . હાલમાં આ સુવિધા કેટલાક પસંદગીના દેશોમાં ઉપલબ્ધ થવા લાગી છે . નવી DM સુવિધા દ્રારા યુઝર્સ YouTube એપ છોડ્યા વગર જ એકબીજાને સંદેશા મોકલી શકશે . સાથે જ તેઓ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે સીધા વિડીયો , શોર્ટસ અને લાઇવસ્ટ્રીમ પણ શેર કરી શકશે . અત્યાર સુધી વિડીયો શેર કરવા માટે WhatsApp અથવા અન્ય મેસેજિંગ એપનો ઉપયોગ કરવો પડતો હતો , પરંતુ હવે આ કામ YouTubeની અંદર જ થઈ શકશે .
કંપનીના જણાવ્યા મુજબ , આ ફિચરનો ઉદ્દેશ્ય યુઝર્સ વચ્ચે વધુ વાતચીત અને જોડાણ વધારવાનો છે . YouTube એ ગયા વર્ષે આ સુવિધાનું ટેસ્ટ શરૂ કર્યું હતું અને હવે એનું રોલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે .
આ ફિચરનો ઉપયોગ કરવા માટે YouTube એપના ઉપરના જમણા ખૂણામાં નવું મેસેજિંગ આઈકન જોવા મળશે . તેના પર ટેપ કરીને યુઝર્સ સીધા અન્ય લોકોને મેસેજ મોકલી શકશે . એક - થી - એક ચેટ ઉપરાંત વિડીયો શેર કરવાની સુવિધા પણ મળશે .
YouTube એ 2019 માં આ ફીચર બંધ કર્યું હતું કારણ કે મોટાભાગના લોકો વિડીયો શેર કરવા માટે અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરતા હતા . જોકે હવે કંપનીને લાગે છે કે એપની અંદર જ ચેટિંગ અને વિડીયો શેરિંગની સુવિધા યુઝર્સ માટે વધુ અનુકૂળ રહેશે .
હાલમાં આ સુવિધા માત્ર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુઝર્સ માટે ઉપલબ્ધ હશે . તેમાં મેસેજ અનસેન્ડ કરવાનો વિકલ્પ પણ મળશે . આ ઉપરાંત યુઝર્સ જરૂર પડે ત્યારે અન્ય લોકોને બ્લોક પણ કરી શકશે .
વિડીયો જોતી વખતે ' Share ' બટન પર ટેપ કરવાથી સીધા કોન્ટેક્ટની લિસ્ટ દેખાશે . જોકે ચેટ શરૂ કરવા માટે પહેલા ઇન્વાઇટ કરવું પડશે , જે સામેવાળી વ્યક્તિ સ્વીકારશે પછી જ વાતચીત શરૂ થઈ શકશે .
હાલમાં આ ફીચર અમેરિકા , યુકે , બ્રાઝિલ અને સિંગાપોર જેવા દેશોમાં શરૂ કરવામાં આવ્યું છે . કંપની ટૂંક સમયમાં તેને અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે .
જાહેરાત
જાહેરાત
Samsung Galaxy A27 5G Listing on Czech Website Leaves Little to the Imagination Ahead of Imminent Debut