YouTube ' લાઈકનેસ ડિટેક્શન ' ફીચર ક્રિએટર્સને શોધી આપશે નકલી AI વિડિયોઝ 

Google એ જણાવ્યું કે YouTube નું સમાનતા શોધ ટૂલ આગામી અઢવાડિયા માં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે .

YouTube ' લાઈકનેસ ડિટેક્શન ' ફીચર ક્રિએટર્સને શોધી આપશે નકલી AI વિડિયોઝ 

Photo Credit: Reuters

સુવિધા રોલઆઉટ થયા બાદ સર્જકો ડેસ્કટોપ પર YouTube સ્ટુડિયો દ્રારા તેનો ઍક્સેસ મેળવી શકશે .

હાઇલાઇટ્સ
  • AI આધારિત ' લાઈકનેસ ડિટેક્શન ' ટૂલને તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપલબ્ધ
  • YouTube એ આ ફીચરને " ઉધોગનું પહેલું ટૂલ " ગણાવ્યું
  • યુઝર્સને ખાનગી ભંગ કરતી AI આધારિત ટૂલ શોધવા
જાહેરાત

વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube હવે તેના AI આધારિત ' લાઈકનેસ ડિટેક્શન '  ટૂલને તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે . કંપનીએ  2024માં આ સુવિધાની જાહેરાત કરી હતી અને શરૂઆતમાં તે માત્ર પસંદગીના ક્રિએટર્સ માટે જ ઉપલબ્ધ હતી . હવે આવનારા થોડા અઠવાડિયામાં તેનું  મોટા ધોરણે રોલઆઉટ શરૂ થશે . આ AI ટૂલ ક્રિએટર્સને પ્લેટફોર્મ પર અપલોડ થતી તેમની દીપફેક વિડિયોઝ શોધવામાં મદદ કરશે . સાથે જ , તેઓ આવી વિડિયોઝની સીધી ફરિયાદ પણ કરી શકશે  . Google દ્રારા જાહેર કરાયેલા સપોર્ટ પેજ મુજબ , ' લાઈકનેસ ડિટેક્શન ' ફીચર હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ પાત્ર સર્જકો માટે ઉપલબ્ધ બનશે . 

Google દ્રારા જાહેર કરાયેલા સપોર્ટ પેજ મુજબ , ' લાઈકનેસ ડિટેક્શન '  ફીચર હવે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપલબ્ધ બનશે . આ  સુવિધા  YouTube Studio ના ડેસ્કટોપ વર્ઝનમાં મળશે . યુઝર્સ " Content Detection " વિભાગમાં જઈ " Likeness " વિકલ્પ પસંદ કરવાનો રહેશે .  ત્યારબાદ  " Start Now " પર ક્લિક કરીને YouTube ને તેમની સમાનતા શોધવા માટે AI ટેક્નોલોજી ઉપયોગ કરવાની મંજૂરી આપવી પડશે .

પ્રક્રિયામાં એક વખતની ઓળખ ચકાસણી પણ સામેલ છે , જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાના ચહેરાના લક્ષણો વેરિફાય કરવા પડશે . સેટઅપ પૂર્ણ થયા બાદ , YouTube  નું અલ્ગોરિધમમાં કામ કરશે અને પ્લેટફોર્મ પર અપલોડ થતી એવી વિડિયોઝ શોધશે જેમાં કન્ટેન્ટ ક્રિએટર્સ જેવી જનરેટેડ સમાનતા જોવા મળે .

જો કોઈ વિડીયો જોવા ન મળે તો તેનો અર્થ એ થઈ શકે છે કે તેમના દીપફેક પ્લેટફોર્મ પર અપલોડ થયા નથી . આ વાત નોંધનીય છે કે હાલ આ ટૂલ માત્ર ઇમેજ  સમાનતા ઓળખી શકે છે . એટલે કે , AI દ્રારા બનાવાયેલા નકલી અવાજને તે શોધી શકતું નથી .

YouTube એ આ ફીચરને " ઉધોગનું પહેલું  ટૂલ " ગણાવ્યું છે . કંપનીના જણાવ્યા મુજબ , તેનો હેતુ યુઝર્સને ખાનગી ભંગ કરતી AI આધારિત ટૂલ શોધવા અને તેને દૂર  કરાવવા માટે સરળ ઍક્સેસ આપવાનો છે .


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. OpenAI એ ChatGPT  માટે લોન્ચ કર્યું AI આધારિત ફાઇનાન્સ ડેશબોર્ડ 
  2. YouTube ' લાઈકનેસ ડિટેક્શન ' ફીચર ક્રિએટર્સને શોધી આપશે નકલી AI વિડિયોઝ 
  3. Alexa + માં આવ્યું નવું ફીચર , મિનિટોમાં તૈયાર થશે કસ્ટમ પોડકાસ્ટ 
  4. Moto G37  સિરીઝ ભારતમાં એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં એન્ટ્રી , 120Hz ડિસ્પ્લે સાથે આવ્યા નવા ફોન 
  5. Xiaomi લાવી રહ્યું છે નવી 17T સિરીઝ , 7000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લે મળશે 
  6. Xiaomi લાવી રહ્યું છે નવો પાવરફુલ ફોન Redmi Turbo 5 , Amazon પર થશે ઉપલબ્ધ 
  7. મોટોરોલા એજ 70 પ્રો + ની એન્ટ્રી નજીક , નવા કલર ઓપ્શન અને ટેલિફોટો કેમેરાનો ખુલાસો 
  8. Motorola ના નવા Moto Buds 2  આવ્યા બજારમાં ,  Hi- Res Audio અને Bluetooth 6.0 સાથે 
  9. Amazon Fire TV Stick HD  ભારતમાં રૂપિયા 4,999માં લોન્ચ , 30% ઝડપી પરફોર્મન્સનો દાવો 
  10. મેટામાં ફરી મોટી છટણી , AI માટે 7 હજાર કર્મચારીઓ પર અસર 
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »