માત્ર ટેક્સ્ટ લખો અને WhatsApp  AI તૈયાર કરશે સ્ટીકર્સ 

WhatsApp હવે AI સ્ટીકર બનાવવાની સુવિધા આપે છે . યુઝર્સ ટેક્સ્ટ લખીને કસ્ટમ સ્ટીકર બનાવી શકે છે  

માત્ર ટેક્સ્ટ લખો અને WhatsApp  AI તૈયાર કરશે સ્ટીકર્સ 

Photo Credit: WhatsApp

હાઇલાઇટ્સ
  • WhatsAppમાં જ પોતાના મનપસંદ કસ્ટમ સ્ટીકર્સ બનાવી શકે
  • ફક્ત નાનો ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખવાનો રહેશે અને AI આપમેળે સ્ટીકર તૈયાર કરી દ
  • ગ્રુપ ચેટ્સમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી
જાહેરાત

WhatsApp હવે માત્ર મેસેજિંગ એપ સુધી મર્યાદિત રહ્યું નથી . છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ રસપ્રદ અને મજેદાર બનાવવા માટે અનેક AI  આધારિત અને ક્રિએટિવ ફીચર્સ રજૂ કર્યા છે . તેમનું એક ખાસ ફીચર છે AI સ્ટીકર્સ . WhatsApp એ AI Stickers નામનું નવું ફીચર રજૂ કર્યું છે , જેના દ્રારા યુઝર્સ ફક્ત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખીને કસ્ટમ સ્ટીકર્સ બનાવી શકે છે . હવે યુઝર્સ કોઈપણ થર્ડ - પાર્ટી એપ વગર સીધા WhatsApp માં જ પોતાના મનપસંદ કસ્ટમ સ્ટીકર્સ બનાવી શકે છે . 

આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારે ફક્ત નાનો ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખવાનો રહેશે અને AI આપમેળે સ્ટીકર તૈયાર કરી દેશે . ઉદાહરણ તરીકે , જો તમે  " Funny Cat " , " Robot Emoji " અથવા " Cool Cartoon Dog " જેવા શબ્દો લખો છો , તો WhatsApp AI તેના આધારે અનેક સ્ટીકર વિકલ્પો જનરેટ કરશે .

જો તમને હાલમાં તમારા ફોનમાં આ વિકલ્પ જોવા નથી મળતો , તો શક્ય છે કે તમે WhatsApp નું જૂનું વર્ઝન ઉપયોગ કરી રહ્યા છો . આવી સ્થિતિમાં એપને  અપડેટ કરવી જરૂરી રહેશે . હાલ માટે આ સુવિધા માત્ર વ્યક્તિગત ચેટ્સમાં ઉપલબ્ધ છે , જયારે ગ્રુપ ચેટ્સમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી .

WhatsAppમાં AI સ્ટીકર્સ બનાવવા માટે :

  • સૌથી પહેલા એપ ખોલો 
  • હવે કોઈપણ વ્યક્તિગત ચેટ પર જાઓ .
  • ત્યારબાદ નીચે દેખાતા ઈમોજી આઈકોન પર ટેપ કરો 
  • હવે સ્ટીકર વિભાગ ખોલો .
  • અહીં તમને " Create " વિકલ્પ મળશે 
  • તેના પર ટેપ કરો .
  • પછી " Use AI " બટન પસંદ કરો .

હવે સ્ક્રીન પર દેખાતા ટેક્સ્ટ બોક્સમાં તમે કેવા પ્રકારનું સ્ટીકર ઈચ્છો છો તે લખો . ઉદાહરણ તરીકે " Funny Cat Wearing Sunglasses " , " Happy Robot  Dancing " કે " Cute Dog Eating Pizza " જેવા ટેક્સ્ટ લખી શકો છો . ત્યારબાદ Create બટન દબાવો .

થોડા જ સેકન્ડોમાં WhatsApp  AI તમારા લખાણના આધારે અનેક સ્ટીકર વિકલ્પો તૈયાર કરી દેશે . ત્યારબાદ તમે તમને ગમતું સ્ટીકર પસંદ કરીને સીધું ચેટમાં મોકલી શકો છો  .
 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »