ટુર્નામેન્ટની કુલ 104 મેચોમાંથી 78 મેચો યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે , બાકીની મેચો કેનેડા અને મેક્સિકોમાં રમાશે
આ ટુર્નામેન્ટની 104 મેચો ત્રણ દેશોના 15 સ્ટેડિયમમાં રમાશે .
વિશ્વની સૌથી જાણીતી ફૂટબોલ ટુર્નામેન્ટ FIFA વર્લ્ડ કપની શરૂઆત 12 જૂનથી થવા જઈ રહી છે . આ મેગા ઇવેન્ટને લઈને વિશ્વભરના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . આ વખતે ટુર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ , કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરી રહ્યા છે . FIFA વર્લ્ડ કપમાં આ વખતે કુલ 48 દેશોએ ક્વોલિફાય કર્યું છે , જે અગાઉની ટુર્નામેન્ટ્સની સરખામણીએ વધુ છે . ત્રણેય દેશોના 15 અલગ - અલગ સ્ટેડિયમમાં કુલ 104 મેચો રમાશે , જેના કારણે આ વર્લ્ડ કપ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે .
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને કટોકટીની અસર કેટલાક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો પર પડી રહી છે , છતાં FIFA વર્લ્ડ કપ પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો નથી . ફૂટબોલ ચાહકો પોતાની મનપસંદ ટિમો અને ખેલાડીઓને જોવા આતુર છે . ભારતમાં પણ વર્લ્ડ કપને લઈને ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . જોકે , વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા દેશોમાંના એક ભારત માટે હજુ પણ FIFA વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે .
ભારતમાં ટુર્નામેન્ટના ટેલિકાસ્ટ અધિકારો Zee પાસે છે . કંપનીએ FIFA સાથે ભાગીદારી કરીને FIFA વર્લ્ડ કપ સહિત કુલ 39 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ્સના ટેલિકાસ્ટની જાહેરાત કરી છે . ભારતીય દર્શકો Unite8 Sports ચેનલો પર તમામ મહત્વપૂર્ણ મેચોનું ટેલિકાસ્ટ જોઈ શકશે . આ ઉપરાંત , સરકારી પ્રસારણકર્તા DD Sports પણ ટુર્નામેન્ટની પસંદગીની મેચો દર્શાવશે . તેમાં ઉદ્ઘાટન મેચ , ક્વાર્ટર ફાઇનલ , સેમિફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે .
ઓનલાઇન દર્શકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે . FIFA વર્લ્ડ કપની તમામ મેચો Zee5 એપ અને તેની સત્તાવાર વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે . Zee5 દ્રારા ખાસ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા છે , જેના માધ્યમથી દર્શકો વર્લ્ડ કપ ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ્સ પણ જોઈ શકશે .
ટુર્નામેન્ટની કુલ 104 મેચોમાંથી 78 મેચો યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાશે , જયારે બાકીની મેચો કેનેડા અને મેક્સિકોમાં રમાશે . ટુર્નામેન્ટની શરૂઆત મેક્સિકો અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચથી થશે . સેમિફાઇનલ મુકાબલા 15 અને 16 જુલાઈએ યોજાશે , જયારે ફાઇનલ મેચ 20 જુલાઈએ રમાશે .
જાહેરાત
જાહેરાત
Leak Suggests Grand Theft Auto 6's Extended Look on Netflix Could Have 3 Episodes