એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો

365 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં અનલિમિટેડ 5G સુપરફાસ્ટ ઈન્ટરનેટ મળે છે

એક જ રિચાર્જમાં આખું વર્ષ ! Jio ના રૂપિયા 3,599 અને રૂપિયા 3,999 પ્લાનમાં મળે છે અનેક લાભો

રિલાયન્સ જિયો તેના પ્રીપેડ પોર્ટફોલિયોમાં બે ખાસ લાંબી વેલિડિટી પ્લાન આપે છે .

હાઇલાઇટ્સ
  • આ પ્લાનમાં 3 મહિનાનું JioHotstar મોબાઈલ /ટીવી સબ્સ્ક્રિપ્શન પણ સામેલ
  • જિયોનો રૂપિયા 3,999 નો વાર્ષિક પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે
  • આ બંને પ્લાનમાં વચ્ચેનો મુખ્ય તફાવત Fancode સબ્સ્ક્રિપ્શનનો છે
જાહેરાત

ટેલિકોમ કંપનીઓ દ્રારા છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રીપેડ અને પોસ્ટપેઈડ પ્લાનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે . આવી સ્થિતિમાં લાંબી વેલિડિટી ધરાવતા પ્લાન ગ્રાહકો માટે વધુ ફાયદાકારક બની રહ્યા છે . ખાસ કરીને 365 દિવસની વેલિડિટી ધરાવતા પ્લાનમાં વારંવાર રિચાર્જ કરવાની જરૂર રહેતી નથી અને સાથે ડેટા , કોલિંગ તથા મનોરંજનના લાભો પણ મળે છે . રિલાયન્સ જિયો હાલમાં તેના ગ્રાહકો માટે બે ખાસ વાર્ષિક પ્રીપેડ પ્લાન ઓફર કરે છે .

Jio નો 3,599 નો વાર્ષિક પ્લાન :

જિયો ના રૂપિયા 3,599 ના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે . આ પ્લાન દરરોજ 2.5GB ડેટા આપે છે , એટલે કે આખા વર્ષ દરમિયાન કુલ 912.5GB ડેટાનો લાભ મળે છે . સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે . જો દૈનિક ડેટા મર્યાદા પૂરી થઈ જાય તો ઈન્ટરનેટ ચાલુ રહે છે , પરંતુ તેની સ્પીડ 64 Kbps થઈ જાય છે .

આ પ્લાનમાં 3 મહિનાનું JioHotstar મોબાઈલ /ટીવી સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે . આ ઉપરાંત , Google Gemini AI Pro નો લાભ પણ મફતમાં મળે છે . ગાહકો JioTV અને JioCloud જેવી સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે .

Jio નો રૂપિયા 3,999 નો વાર્ષિક પ્લાન :

બીજી તરફ , જિયોનો રૂપિયા 3,999 નો વાર્ષિક પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે . તેમાં પણ દરરોજ 2.5GB ડેટા , અનલિમિટેડ કોલિંગ અને 100 SMS નો લાભ મળે છે . JioHotstar , Google Gemini AI Pro, JioTV અને JioCloud જેવી સેવાઓ પણ આ પ્લાનમાં ઉપલબ્ધ છે .

શું તફાવત ?

આ બંને પ્લાનમાં વચ્ચેનો મુખ્ય તફાવત Fancode સબ્સ્ક્રિપ્શનનો છે . રૂપિયા 3,999 ના પ્લાન સાથે Fancodeની ઍક્સેસ મળે છે , જેના દ્રારા ગ્રાહકો ફોર્મ્યુલા 1 જેવી લાઈવ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનો આનંદ માણી શકે છે . જયારે રૂપિયા 3,599ના પ્લાનમાં આ વધારાની સુવિધા ઉપલબ્ધ નથી .

જો તમે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી બચવા માંગતા હો અને આખા વર્ષ માટે ડેટા , અનલિમિટેડ કોલિંગ તેમજ મનોરંજનની સુવિધાઓ એકસાથે મેળવવા માંગતા હો , તો જિયોના આ બંને વાર્ષિક પ્લાન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે .


 


 

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »