AI પ્લેટફોર્મમાં Adsનો ટ્રેન્ડ વધ્યો : Google અને OpenAI વચ્ચે સ્પર્ધા તેજ 

ગૂગલ AI મોડમાં જાહેરાતો રજૂ કરવા પર વધારે ધ્યાન આપી રહ્યું છે .

AI પ્લેટફોર્મમાં Adsનો ટ્રેન્ડ વધ્યો : Google અને OpenAI વચ્ચે સ્પર્ધા તેજ 

Photo Credit: Gadgets 360

ગૂગલ AI મોડમાં જાહેરાતોનું ટેસ્ટ કરી રહી છે .

હાઇલાઇટ્સ
  • AI પ્લેટફોર્મમાં જાહેરાતોને ઉમેરવાની ટ્રેન્ડ
  • Gemini AI એપમાં ads અને sponsored result
  • ગૂગલ Gemini એપમાં ads
જાહેરાત

Google છેલ્લા કેટલાક મહિનાઓથી તેના સર્ચ પ્લેટફોર્મમાં AI ઓવરવ્યૂ ફીચર સાથે જાહેરાતો અને  પેઈડ પરિણામો બતાવી રહ્યું છે . હવે નવા અહેવાલો મુજબ  કંપની તેના Conversational AI પ્લેટફોર્મ Gemini AI માં પણ જાહેરાતો લાવવાની તૈયારી કરી રહી છે . આ માહિતી ગૂગલના હાલના ત્રિમાસિક પરિણામોની બેઠક દરમિયાન  સામે આવી હતી . જ્યાં કંપનીના અધિકારીઓએ જાહેરાતો માટે નવા પ્લેટફોર્મ તરીકે Gemini એપ્લિકેશનની સંભાવનાઓ વિશે  જાણ કરી હતી . આ જાહેરાતો યુઝરના સર્ચ ક્વેરી અને કન્ટેન્ટ સાથે જોડાયેલી હોય  છે , જેથી વધુ સંબંધિત માહિતી મળે .

રિપોર્ટ મુજબ , ગૂગલના ચીફ બિઝનેસ ઓફિસર ફિલિપ શિન્ડલરે જણાવ્યું હતું કે કંપની Gemini AI એપમાં ads અને sponsored result (જાહેરાતો અને  પેઈડ પરિણામો) માટે ખુલ્લી છે . તેમણે સમજાવ્યું કે AI મોડમાં જે પ્રકારના જાહેરાત ફોર્મેટ સફળ થાય છે , તે જ મોડલને Gemini એપમાં પણ અસરકારક રીતે  ઉપયોગ કરી શકાય છે .આથી કંપની AI આધારિત પ્લેટફોર્મને મોનેટાઈઝ કરવાની નવી રીતો શોધી રહી છે .

નાણાકીય દ્રષ્ટિએ પણ આ પગલું મહત્વપૂર્ણ બની શકે છે . ગૂગલનું કહેવું છે કે જો જાહેરાતોને યોગ્ય રીતે અને user - friendly રીતે રજૂ કરવામાં આવે , તો તે  Gemini ના વિકાસ અને  આવકમાં મોટો હિસ્સો આપી શકે છે . આ સાથે કંપની AI ક્ષેત્રમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે .

હાલમાં ગૂગલ જુદા જુદા દેશોમાં AI ઓવરવ્યૂ સર્ચ પરિણામો સાથે જાહેરાતો બતાવી રહ્યું છે . આ જાહેરાતો યુઝરના સર્ચ ક્વેરી અને કન્ટેન્ટ સાથે જોડાયેલી હોય  છે , જેથી વધુ સંબંધિત માહિતી મળે . તેમાં ટેક્સ્ટ એડ  , શોપિંગ એડ અને પરફોર્મન્સ બેઝડ કેમ્પેઈન સામેલ છે .

જો ગૂગલ Gemini એપમાં ads લાવે છે , તો તે સીધી સ્પર્ધા OpenAI સાથે કરશે . OpenAI એ થોડા સમય પહેલા તેના ChatGPT માં પણ જાહેરાતો શરૂ કરવાની  જાહેરાત કરી હતી . કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે ads AI દ્રારા જનરેટ થયેલા જવાબોને અસર નહીં કરે . શરૂઆતમાં આ જાહેરાતો માત્ર logged -in  adult  યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતી .

આ રીતે , AI પ્લેટફોર્મમાં જાહેરાતોને ઉમેરવાની ટ્રેન્ડ ઝડપથી વધી રહી છે . Google અને OpenAI જેવી કંપનીઓ માટે આ નવી આવકનો મોટો સ્ત્રોત બની શકે છે , સાથે જ યુઝર્સ માટે વધુ પર્સનલાઈઝડ અનુભવ પણ આપી શકે છે .

Gadgets 360 Staff રેસિડેન્ટ બોટ. જો તમે મને ઇમેઇલ કરશો, તો એક માણસ જવાબ આપશે. વધુ

જાહેરાત

જાહેરાત

#નવીનતમ વાર્તાઓ
  1. Nokia Lumia જેવી ડિઝાઇન સાથે આવશે HMD Touch AI, 1950mAh બેટરી સહિત અનેક ફીચર્સ
  2. Redmi K100 Pro Maxના કેમેરા અને ઓડિયો ફીચર્સ લોન્ચ પહેલા જાહેર , મળશે Bose ટ્યુન્ડ સાઉન્ડ
  3. iPhone 17 હવે ઓછી કિંમતે ખરીદો , Flipkart Freedom Saleમાં મળશે આકર્ષક ઓફર્સ
  4. ફ્લિપકાર્ટ ડીલ : Motorola G37 Power 5G પર રૂપિયા 12,200 સુધીની બચત , જાણો ઓફર્સ અને ફીચર્સ
  5. Flipkart Freedom Sale : Poco થી Samsung સુધીના 5G ફોન પર ભારે બચત , જાણો બેસ્ટ ડીલ્સ
  6. iQOO Z11ની એન્ટ્રીની તારીખ જાહેર , 165Hz AMOLED ડિસ્પ્લે સાથે આવશે નવો ફોન
  7. 8,000mAh બેટરીવાળો Poco M8 Power 5G થયો સસ્તો , મળશે રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ
  8. AI નહીં છીનવે લખો નોકરીઓ ! વિશ્વ બેંકના અહેવાલમાં ભારત માટે સારા સમાચાર
  9. Amazon Saleમાં ધમાકેદાર ડીલ્સ : રૂપિયા 20,000ના બજેટમાં iQOO, OnePlus, Realme અને Samsungના ફોન સસ્તા
  10. ખાસ નોંધ લો! Samsungનો ફ્લેગશિપ ફોન હવે Amazon Freedom Sale માં ઓછા ભાવે
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »